________________
લખેશરીના દિકરા ફોરેન નહીં ભણે તો શું કોળી-વાઘરીના છોકરાં ભણશે ? ડૉલર ખર્યા છે તો ભણે. એમાં શું નવાઈ ? એના ગુણગ્રામ ગાવાવાળાં યે મળી રહે.
પૂજા, સત્કારની કામના જેટલી સંસારીજીવોને છે એટલી જ ક્યારેક ધર્મમાં પડેલા કહેવાતા ધર્મગુરુઓની અને કહેવાતા ધાર્મિક નેતાઓની પણ છે. રાજકારણ તો છેલ્લાં પગથિયે છે. પણ ધર્મની અંદર, સર્વસંગ પરિત્યાગ કરીને આવેલા જીવોની અંદર પણ આ લાલસા જે છે, પૂજા, સત્કાર, મનાવાની કામના જે છે તે મનુષ્યની મોટામાં મોટી નિર્બળતા છે. આ માન કષાયનું સ્વરૂપ છે. એ સૂક્ષ્મ છે. એટલે માયા કરે. માન કષાયને પોષવા માયા કરે. એટલે કેટલો પોતે સારો છે એ દેખાડવાનો દંભ કરે. માયાના કારણે કપટ યુક્ત આયોજન થાય. ચારે બાજુ લોકોને ખબર પડે કે કેટલા વ્રત લીધા છે. કેટલા તપ લીધા છે, કેટલા વાગે ઉઠે છે, શું કરે છે ? શું નથી કરતો ? આ બધો પ્રભાવ વધારવા ચારે બાજુ પ્રચારતંત્ર ગોઠવે. આ માયા. અંદરમાં પડેલું માન. પછી કહેશે અમારે ધર્મની પ્રભાવના કરવાની છે. શાસનની પ્રભાવના નહીંતર કેમ થાય ? શાસન તો શાસનને ઠેકાણે છે. એનો શું ધર્મ છે, એનો શું મર્મ છે ?
વીતરાગના ધર્મનો મર્મ સમજવાનો છે. માયા કરે. અને પછી માયામાંથી એને લોભ જાગે. પ્રશંસાનો, કીર્તિનો, યશનો લોભ જાગે. એ લોભ એવો જાગે કે એક જગ્યાએ કાર્યક્રમ થાય તો પચાસ જગ્યાએ ખબર પડવી જોઈએ એવા આયોજન થાય. ચારેબાજુ પુસ્તકો મોકલવા, છાપાના કટીંગ મોકલવા, ફોટા મોકલવા, બધાને ખબર પાડવી આ લોભ છે. ખબર નથી કે એક કષાય જીવને ક્યાં લઈ જાય છે. ભગવાને એક બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. એમના જ શબ્દોમાં કહીએ તો, “બાહુબલીજી એક વર્ષ સુધી નિરાહારપણે અનેક ગુણસમુદાયે આત્મધ્યાનમાં રહ્યા તો પણ આત્મજ્ઞાન થયું નહીં. કારણ કે માન અત્રે ચાર ધનધાતી કર્મનું મૂળ થઈને વર્તતું હતું. જેણે નિરાહારપણે, એક લક્ષે, એક આસને, આત્મવિચારમાં રહેનાર એવા પુરુષને બાર મહિનાની દશા સફળ ન થવા દીધી – કોણે ? માનનો એક સૂક્ષ્મ કણિયો રહી ગયો હતો. જ્યારે સદગુરુ એવા ઋષભદેવે તે માન છે એમ પ્રેર્યું ત્યારે તે માન વ્યતિત થયું અને કેવળજ્ઞાન પ્રગટ થયું.” બાર-બાર મહિનાની આવી સાધના સફળ ન થવા દીધી. માન કષાય બહુ ભયંકર છે. જરાક પદ, પદવી, જરાક સ્થિતિ સારી થઈ, જરાક પાંચમાં પૂછાણો, કુટુંબમાં મોવડી થયો, નાતમાં જરાક પૈસાદાર ઘર થયું, બે વેવાઈ જરાક સારા મળ્યાં, એમાં તો ઊભો ઊભો નાચે છે. અને બધાને નચાવે છે. આમાં શું મોટો જગન કર્યો ? કેટલાં જીવો સાથે વૈમનસ્ય-વેરઝેરની ગાંઠ બાંધે છે. કારણ કે એ એમ સમજે છે કે બધાથી હું ઊંચો. હું મોટો.
આ ફક્ત મનુષ્ય યોનિમાં જ બને છે. એટલે ભગવાન કહે છે કે “માનદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય.” હે ભાઈ ! આ માન – આ તારો શત્રુ છે. તું ગમે તે ક્ષેત્રમાં હોઈશ કંઈને કંઈ ઉપલબ્ધિ થશે. તું ધર્મના ક્ષેત્રમાં હોઈશ તો પણ ઉપલબ્ધિ થશે. તું અર્થના ક્ષેત્રમાં હોઈશ તો પણ કંઈક ઉપલબ્ધિ થશે. જે કાંઈ પ્રયાસ કરીશ એની સફળતા તો મળશે જ. પણ એ સફળતામાંથી તને માન કષાય જાગશે. સારું બોલતાં આવડ્યું, સારું ગાતા આવડ્યું, સારું લખતાં આવડ્યું - કે જીવથી એકે ગુણ જીરવાતો નથી. એક સુંદર વાક્ય છે, પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે.” અહીં ગામના દોષ જોવાની વાત જવા
-
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 80 ]િ=