________________
થવી જોઈએ. જેને ઝુરણા નથી એને સદ્ગુરુ પણ મળે નહીં. વૈરાગ્યમંડિત એવું ચિત્ત એ ઝુરણાનું સાધન છે. એટલે અહીં જબરજસ્ત ક્રાંતિ કરી નાખી. જિનેશ્વર કરતાં અહીંયા પરમકૃપાળુદેવે, પ્રત્યક્ષ સદ્ગુરુના ઉપકારની અધિકતા કીધી. એટલે કોઈને થયું કે જિનેશ્વરના માર્ગનો લોપ થઈ ગયો અહિં તો. જિનેશ્વરના માર્ગની વિરાધના, અવહેલના થઈ ગઈ. કૃપાળુદેવે સદ્ગુરુનો મહિમા ગાતાં-ગાતાં જિનેશ્વર કરતાં તે પ્રત્યક્ષ સદ્ગુરુનો ઉપકાર અધિક કીધો. પણ આ તો પૂર્ણજ્ઞાની છે. ભગવાનના ધ્યાન બહાર કાંઈ હોય નહીં. આ તીર્થંકર કોટિનો જ્ઞાની છે. આની કક્ષા અને આની દશાનું પહેલાં આપણને ભાન થવું જોઈએ. એટલે પછીની ગાથાની અંદર એમણે તરત જ સમાધાન આપી દીધું.
સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ;
સમજ્યા વણ ઉપકાર શો ? સમજ્યું જિનસ્વરૂપ. (૧૨)
ભાઈ ! જે જિનનો મહિમા તારા અંતરમાં વસ્યો છે. એ જિનનું સ્વરૂપ તને સદ્ગુરુ વિના કોણ સમજાવશે ? ‘સદ્ગુરુના ઉપદેશ વિના જિનનું સ્વરૂપ સમજાય નહીં અને સ્વરૂપ સમજાયા વિના ઉપકાર શું થાય ? જો સદ્ગુરુ ઉપદેશે જિનનું સ્વરૂપ સમજે તો સમજનારનો આત્મા પરિણામે જિનની દશાને પામે.’ ભાઈ ! તું જિનના પરોક્ષ ઉપકારની વાત કરશ પણ તને શું ઉપકાર થાય જો તું જિનનું સ્વરૂપ નથી સમજતો તો ? આ જિનનું સ્વરૂપ, પરમ શુદ્ધ, ચૈતન્ય અવસ્થા, સર્વ પ્રકારના રાગ-દ્વેષથી રહિત, સર્વ પ્રકારનાં કર્મથી રહિત, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મથી રહિત, પરમ શુદ્ધ ચૈતન્ય. પ્રદેશે પ્રદેશે જેનું ચૈતન્યઘન છે એવું એનું સ્વરૂપ જ્યાં સુધી તું સમજીશ નહીં ત્યાં સુધી તને પરમેશ્વરની બાબતમાં, ભગવાનની બાબતમાં અનેક કલ્પના જ રહેશે કે એ તો સુખનો દાતા છે. દુ:ખનો હર્તા છે. આવી મિથ્યા કલ્પનાઓ ચાલી આવશે. અને આ જિનપદ છે એ જ નિજપદ છે.
જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ;
લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ.’
આ જિનપદ અને નિજપદ એક જ છે. હવે જે તને જિનપદનો ઉપકાર છે તે જિનપદ તને કોણ સમજાવશે ? આ જિનસ્વરૂપ આત્મા ક્યારે થાય ? સમજનારનો આત્મા જિનપદને ક્યારે પામે ? જિનનું સ્વરૂપ યથાર્થ, જેવું આત્માનું સ્વરૂપ છે તેવું જ યથાતથ્ય, તીર્થંકરે જેવું આત્માનું સ્વરૂપ કહ્યું છે તેવો જ મારો આત્મા છે - એ યથાર્થ સદ્ગુરુ વિના બીજું કોણ કહે ? માટે જગતના જીવોને અરિહંત જેવો ઉપકાર બીજા કોઈનો નથી. જ્ઞાની અને સદ્ગુરુના ઉપકારની તોલે કોઈ ન આવે. બધી જ ભ્રાંતિનું નિવારણ કરે. સંશયનો છેદ કરે. ભેદના ભેદ બતાવે. અને જીવની દૃષ્ટિ પલટાવે. દૃષ્ટિરાગમાંથી દૃષ્ટિબોધ આપે. નહીં તો જીવ દૃષ્ટિરાગમાં ફસાઈ જાય. માટે અહીં કહ્યું કે સદ્ગુરુનો ઉપકાર એટલા માટે જ છે કે એનાથી જિનનું સ્વરૂપ સમજાય છે. એટલે એ જિનની જ આરાધના છે. જે પરોક્ષ જિન છે એને જ સારી રીતે અને અધિક સમજવા છે. માટે સદ્ગુરુનો ઉપકાર છે. પરમકૃપાળુદેવે અમને મહાવીરનો માર્ગ બતાવ્યો છે. અમને મહાવી૨નું વિશેષ ઓળખાણ કરાવ્યું છે. અમને તીર્થંકરનો અને સદ્ગુરુનો માર્ગ શું છે એ આ
回 શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર • 68 ᄆ