________________
સદ્દગુરુએ બતાવ્યું છે. માટે અમારે મન તો આ સદ્દગુરનું મહત્ત્વ અદ્ભુત છે કે જેણે અમને તીર્થકરનું ઓળખાણ કરાવ્યું. જેણે સનાતન, શાશ્વત એવો આ માર્ગ અમને ઓળખાવ્યો, દર્શાવ્યો. અમે તો હે પ્રભુ ! મતના, પંથના, ગચ્છના, સંઘના, સંઘાડાના, સંપ્રદાયના અંધારામાં જ અટવાતા હતા. ધર્મના નામે મોહાંધ અને મતાંધ બનીને અથડાતા હતા અને મિથ્યાવાસનાઓ અને મિથ્યાક્રિયાઓમાં જ રાચી રહ્યા હતા. સત્યનો કોઈ પ્રકાશ અમારા જીવનમાં પ્રભુ ! પ્રકાશિત થતો નહોતો કારણ કે અમને જિનના સ્વરૂપની જ ખબર નહોતી.
હે પરમકૃપાળુદેવ ! આપે આ અમાપ કૃપા કરીને જિનનું સ્વરૂપ ઓળખાવ્યું. જિનનો માર્ગ ઓળખાવ્યો. અને જે સદૂગરના ઉપદેશથી જે જીવ જિનનું સ્વરૂપ સમજે છે એનો-સાંભળનારનો આત્મા, સમજનારનો આત્મા પરિણામે જિનની દશાને પામે છે. અમારે તો જિનની દશાને પામવી છે. નિજપદનો લક્ષ થયો અને જિનપદ એ જ મારુ પદ છે, નિજપદ છે.
જિનવર થઈ જે જિન આરાધે, તે સહી જિનવર હોવે રે.’ આનંદઘનજી મહારાજે પણ આ જ વાત કરી કે તું જિન થઈને જિનની પૂજા કર. જિન થઈને જિનની ભક્તિ કર. જિનનું સ્વરૂપ બરાબર લક્ષ સામે રાખ. અને જ્યાં સુધી નિજસ્વરૂપ પ્રગટ થયું નથી ત્યાં સુધી તું જિનના સ્વરૂપને નજર સામે રાખજે. કારણ કે બારમાં ગુણસ્થાનક સુધી એ જિનના સ્વરૂપના અવલંબનની જ્ઞાની પુરુષોએ આજ્ઞા કરી છે. સત્કૃતનું અવલંબન લેવાનું છે. “કહ્યાં શાસ્ત્ર સુખદાઈ.” આ બધો સગરનો બોધ – બધાં શાસ્ત્રો એક જિનેશ્વરના સ્વરૂપનું ઓળખાણ કરાવવા માટે છે અને એ જિન અને તારા નિજ સ્વરૂપમાં કોઈ ભેદ નથી એવી પ્રતીતિ કરાવવા માટે છે કે જેથી શાસ્ત્રોનો વાંચનાર, શાસ્ત્રોનો સમજનાર જિનને ઓળખે અને જિનની દશાને પામે. માટે આ સગરનો ઉપકાર અધિક મહત્ત્વનો છે કે જે જિનને યથાર્થ ઓળખાવે છે.
આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર;
પ્રત્યક્ષ સગુરુયોગ નહીં, ત્યાં આધાર સુપાત્ર. (૧૩) જે જિનાગમ આદિ આત્માના હોવાપણાનું તથા પરલોક આદિ હોવાપણાના ઉપદેશ કરવાવાળા શાસ્ત્રો છે તે પણ જ્યાં પ્રત્યક્ષ સદૂગરનો યોગ ન હોય ત્યાં સુપાત્ર જીવને આધારરૂપ છે. પણ તે સદૂગર સમાન તે ભ્રાંતિના છેદક કહી ન શકાય.
સાહેબ ! પ્રત્યક્ષ સગુરુનો યોગ ન હોય તો અમારે શું કરવું ? કેટલી સરસ જ્ઞાનીની કરુણા છે ! કે આ માર્ગ સનાતન છે. શાશ્વત છે. પ્રત્યેક જીવ પામી શકે એમ છે. એને અવલંબન જોઈએ. એ અવલંબનની તરતમ્યતા હોય. કોઈ સારું, ઉત્તમ નિમિત્ત મળી જાય અને કોઈ થોડું મધ્યમ નિમિત્ત મળી જાય. કંઈ વાંધો નહીં. પણ નિમિત્ત તો જોઈએ. નિમિત્ત વિના, સ્વચ્છેદથી આ માર્ગ પામી શકાય એમ નથી. માટે અહીં કૃપાળુદેવે પ્રત્યક્ષ સદ્ગુરુની અવેજીમાં એક નવીન દૃષ્ટિ આપી. એટલે પરમકૃપાળુદેવને માનનાર જે લોકો છે જેમાં સ્વાધ્યાયનું મહત્ત્વ ખૂબ છે. રોજ પ્રતિદિન સ્વાધ્યાય કરવો. જીવને યોગ્ય
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 69 E