________________
નિમિત્ત-નૈમિત્તિકનો નિયમ છે. અથવા તો મોક્ષમાર્ગની આ વ્યવસ્થા છે કે જીવ જ્યારે મોક્ષે જાય ત્યારે એ આવા ગુરુની સમીપ જ હોય છે. આવી એક નિયતિ છે. આને નિયતિ કહેવાય. આ નિયતિનું સ્વરૂપ સમજવું હોય તો પરમકૃપાળુદેવના જીવન ઉપર જઈએ તો પણ આપણને ખ્યાલ આવે કે આવા અદ્ભુત જ્ઞાની અને અંદરથી જેને ભારોભાર વૈરાગ્ય છે, જેને જગતમાં કોઈ ઇચ્છા કે તૃષ્ણા રહી નથી, એવા પુરુષને સર્વસંગ પરિત્યાગ ઉદયમાં ન આવ્યો, આ ક્ષેત્રમાં આ કાળમાં. કાંઈક પાંચ સમવાયકારણમાં નિયતિ એક કારણ છે. એ નિયતિને આપણે સમજી નહીં શકીએ કારણ કે એ અત્યંત તીવ્રજ્ઞાનદશા થાય ત્યારનો વિષય છે. અત્યારનો નથી. એટલે આપણા તર્કના આધારે આપણને એનો ઉકેલ મળી શકશે નહીં. ભગવાન મહાવીરની પહેલી દેશના નિષ્ફળ ગઈ. દેશનામાં ખામી નહોતી કે મહાવીરના સર્વજ્ઞપણામાં પણ કંઈ ઉણપ નહોતી. ઋજુવાલિકા નદીના કિનારે કેવળજ્ઞાન પણ પ્રાપ્ત થઈ ચુક્યું હતું. છતાં પહેલી દેશના નિષ્ફળ ગઈ. રાતોરાત વિહાર કરીને ભગવાન મહાવીર અપાપા નગરીમાં પહોંચ્યા. અને ત્યં જઈ તેમણે ગણધર ગૌતમની ઉપલબ્ધિ થઈ. ભગવાનને દસમના દિવસે કેવળજ્ઞાન થયું અને અગિયારસના દિવસે તીર્થની સ્થાપના કરી. નિયતિ. જૈન દર્શને જે પાંચ સિદ્ધાંત કીધા છે એમાં એક નિયતિ.
કૃપાળુદેવે એક જગાએ હાથનોંધમાં લખ્યું છે, અહો ! નિયતિ. મહાવીરે દીક્ષા પણ એકલા લીધી અને મોક્ષે પણ એકલા ગયા.’ બીજા તીર્થંકરો કેટલા જીવો સાથે મોક્ષે ગયા છે. એ મોક્ષે જાય ત્યારે કેટલાય જીવો સાથે જાય એનું વર્ણન કલ્પસૂત્રમાં આવે છે. પૂર્ણ પુરુષની કોઈ ઉણપ નથી. એ તો એવો જ તીર્થંકર છે જેવા આદિનાથ છે. આદિનાથ અને વર્ધમાનમાં ક્યાંય ભેદ દૃષ્ટિ આવવી ન જોઈએ. પણ નિયતિને સમજવાનો આપણે થોડો પુરુષાર્થ કરીએ છીએ. આવી નિયતિ મોક્ષગામી જીવને જોઈશે જ. માટે એણે સદ્ગુરુની શોધ કરવી. એની ઝંખના કરવી. જ્યાં ત્યાંથી મને સદ્ગુરુ પ્રાપ્ત થાય એવી ઝંખના. ઝુરણા કરવી. અને કૃપાળુદેવે એક પત્રમાં આશ્વાસન આપ્યું છે, આવી ઝંખના, આવી કામના અને આવી લય લાગશે એમાં ને એમાં એને સદ્ગુરુ મળી જાશે.’ એનો યોગ થવો તો ઉત્તમકાળમાં પણ દુર્લભ જ છે. પણ આ કાળમાં પણ જીવ જો તથારૂપ યોગ્યતા પ્રાપ્ત કરે તો સદ્ગુરુનો યોગ તો મળી રહેશે.
ખંભાતના મુમુક્ષુઓને લખ્યું, યોગ્યતા પ્રાપ્ત કરશો તો, વધારશો તો, સદ્ગુરુના યોગે ધર્મ તો મળી ૨હેશે.’ એની ચિંતા કરશો નહીં કે અવળો પુરુષાર્થ કરતા નહીં કે પહેલાં સદ્ગુરુ મળે પછી ધર્મ કરું. આવી વાત નહીં કરતાં, કારણ કે યોગ્યતા વગર તું સદ્ગુરુને ઓળખી નહીં શકે. સદ્ગુરુને કોણ ઓળખે ? વૈરાગી. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ.’ ઘટમાં વૈરાગ્ય નથી તો ગુરુ નહીં ઓળખાય. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે.’ સંસારનો અભિલાષી કે ભવાભિનંદી જીવ સદ્ગુરુનો શોધ કરે તો એને નહીં મળે. અરે ! જેને તીવ્ર ઝંખના લાગી છે એને ગુરુ મળે. ટંકારાથી નીકળેલો મૂળશંકર ગુરુ, ગુરુ શોધતો શોધતો જાય અને પંદર પંદર વર્ષની સાધના પછી એને મથુરાના કિનારે ગિ૨જાનંદ સરસ્વતીનો યોગ થાય. અને બેરિસ્ટર એવો બંગાળનો નરેન્દ્ર અમાપ બુદ્ધિચાતુર્યવાળો એ નરેન્દ્ર વિવેકાનંદ થાય પણ ત્યારે જ જ્યારે સત્ય શું છે એની પ્રાપ્તિ કરવા માટે ગુરુની લય લાગે. મારે કોઈ સદ્ગુરુને શોધવા છે એવી લય લાગે ત્યારે એને રામકૃષ્ણ ૫૨મહંસ જેવો કોઈ વિ૨લ પુરુષ પ્રાપ્ત થાય. આ યોગ્યતા, આ ઝંખના, આ અદ્ભુત ઝુરણા ! આ ઝુરણા
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 67