________________
જેની સ્થિરતા અને રમણતા છે. એવાં મહદ્પુરુષોએ આ છ પદને સમ્યગ્દર્શનનાં નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક તરીકે કહ્યાં છે. સમ્યગ્દર્શન ક્યાં રહેલું છે ? સમ્યગ્દર્શન કઈ વિચારણાથી થાય ? સમ્યગ્દર્શનનું સ્વરૂપ શું છે ? તો કહે આત્માને યથાતથ્ય જાણવો. આત્માને એના પૂરા સ્વરૂપમાં જાણવો. એક અંગથી જાણવો એમ નહીં. આત્મા ત્રણે કાળે જે જે પ્રકારે, જે જે સ્થિતિમાં, એની જે જે અવસ્થા સંભવિત છે એ છ એ અવસ્થાને જાણવી. માત્ર એક અવસ્થા પરમાર્થની છે એ જાણવાથી આત્મા પ્રાપ્ત ન થાય.
આત્માની મૂળ અવસ્થા કઇ છે ? આત્માની પરિભ્રમણની અવસ્થાનું કારણ શું છે ? અને એ પરિભ્રમણની અવસ્થામાંથી એ પોતાના શુદ્ધ સ્વરૂપને કેવી રીતે પ્રાપ્ત કરે ! અને એ શુદ્ધ પદને પ્રાપ્ત કરવા માટેની આત્માની આરાધક અવસ્થા કઈ છે ? આ બધા – આ છએ છ પદ સર્વાંગીકરૂપમાં જ્યારે જાણવામાં આવે ત્યારે આવા જીવને આત્માની સિદ્ધિ થાય છે. આત્મસિદ્ધિ પ્રાપ્ત થાય છે. કોઈ વિષયનું અધૂરું જ્ઞાન હોય તો એ વિષયની પ્રાપ્તિ ન થાય. ક્યાંક ને ક્યાંક અટકાઈ જાય. કારણ કે આપણે એને સર્વાંશે અને સર્વાંગે જાણતા નથી. અને એક અંશને કે એક અંગને જાણીને એ દિશામાં પ્રયત્ન કર્યો તો બાકીના અંગ છૂટી જાય છે, અને છૂટી જાય છે એટલે એ વસ્તુ પૂર્ણતાએ પ્રાપ્ત થતી નથી. એટલે કૃપાળુદેવે અહીં, આ ગાથામાં, આત્માના છ પદની સ્થાપના કરી. કે પહેલાં છ પદથી યુક્ત એવા આત્માને સમજવો જોઈશે. અને એ છ પદની અંદર પહેલી વાત –
૧. આત્મા છે :
જેમ જગતની અંદર અન્ય પદાર્થો છે, અને એ પાર્થો દૃશ્યમાન છે એટલે દેખાય છે પણ અરૂપી, અમૂર્ત અને અદૃશ્ય એવો આત્મા પણ છે. અને જે આત્મા છે તે આત્મા નિત્ય છે. ૨. આત્મા નિત્ય છે
ન
જગતના જે પદાર્થો છે તે તો આજે છે અને કાલ નથી. આપણે જે પદાર્થ છે એની માન્યતા કરીએ છીએ ને કાળની અપેક્ષાએ કોઈ સો વર્ષ - કોઈ બસો વર્ષ - કોઈ પાંચસો વર્ષ પણ અનાદિકાળ કોઈ વસ્તુ નથી. નહીં તો જગતની અંદર ખંડેરો ન હોય. બધી જ વસ્તુ સમયવર્તી છે. આત્મા ત્રિકાળવર્તી છે. આત્મા છે એટલું જ નહીં, પણ ત્રણે કાળમાં છે તે આત્મા નિત્ય છે. સ્વ પર પ્રકાશક ગુણ આત્માનો છે. સ્વ પર પ્રકાશક પોતાને જાણે છે અને જગત આખાને જાણે છે. તે આત્મા સમયવર્તી નથી ત્રિકાળવર્તી છે, એટલે નિત્ય છે. જે આત્મા છે તે પોતાના...
૩. કર્મનો કર્તા છે :
પ્રત્યેક આત્મા કર્મથી બંધાયો છે. તે કોઈ બીજાના કર્મથી નથી બંધાયો. કોઈ બીજાએ કર્મ કર્યા અને આ જીવ બંધાયો એવી વિશ્વમાં વ્યવસ્થા નથી. આત્મા જો બંધાયો છે, એની જો બદ્ધ અવસ્થા છે, એ મલિન છે. એની સંસારી અવસ્થા છે, એનું કારણ જો કર્મ છે તો એ કર્મનો કર્તા પોતે છે. આત્મા કર્મનો કર્તા નથી' એમ જે કોઈ કહે છે તે ઘોર અજ્ઞાન છે. આત્મા પોતાના કર્મનો કર્તા પોતે જ છે અને જે કર્મ એણે કર્યાં છે એનો એ પોતે જ ભોક્તા છે.
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 134
O