________________
૪. કર્મનો ભોક્તા છે:
જે કર્મ જીવે કર્યાં છે તે બીજું કોઈ ભોગવે નહીં. પોતે જ પોતાના કર્મનો ભોક્તા છે. બીજાના કરેલાં કર્મ પોતે ભોગવી રહ્યો છે એવો ભાવ મનમાં આવે તો એ પણ ખોટું છે. આત્મા પોતે જ પોતાના કરેલાં કર્મનો તે ભોક્તા છે. વિશ્વની વ્યવસ્થામાં પ્રત્યેક આત્મા સ્વતંત્ર છે. આ સ્વતંત્રતા એટલી બધી ચોક્કસ પ્રમાણમાં છે કે એના બંધના કારણો પણ પોતાનાં જ છે. અને એનાં મુક્તિનાં કારણો પણ પોતાનાં છે. સુખ-દુઃખનો એ ભોક્તા છે. આકુળતા-અનાકુળતાનો ભોક્તા છે. તે પોતે જ, પોતે ઉત્પન્ન કરેલી એવી કર્મસ્થિતિનો ભોક્તા છે. પણ એની એક ચમત્કૃતિ છે. તે એ કે એથી એનો... ૫. મોક્ષ છે :
એટલે કે કર્મના કર્તાપણામાંથી અને કર્મના ભોક્તાપણામાંથી આ આત્મા છૂટી શકે છે. આ છૂટી શકવાનું અધ્યાત્મ-વિજ્ઞાન આના ઉપર Base થયું છે. જ્ઞાનીઓએ, તીર્થકરોએ, સર્વજ્ઞોએ આ તત્ત્વ શોધી કાઢ્યું. મોક્ષ તત્ત્વ. બાકી તો બધું જ દુનિયામાં અનાદિકાળથી હતું. ‘બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે કહેવામાં આવી છે તે દર્શન જીવને સમીપ મુક્તિનું કારણ છે. અને આવી બંધ-મોક્ષની યથાર્થ વ્યવસ્થાને કહેવાને યોગ્ય જો કોઈ હોય તો તે શ્રી તીર્થકર છે. અને એવા તીર્થકરનો અંતર આશય આ ક્ષેત્રે, આ કાળે, જો કોઈ કહી શકે એમ હોય તો તે અમે છીએ. એવું અમે દઢપણે માનીએ છીએ.” કૃપાળુદેવે બીજે પણ આ વાત સરસ રીતે લખી છે. બધાં જ દર્શનનો નિષ્પક્ષપાતપણે મેં વિચાર કર્યો. વેદાંત, સાંખ્ય આદિ બધા દર્શનનો. પણ બંધ અને મોક્ષની વ્યવસ્થાનો જ્યાં વિચાર કર્યો ત્યાં એ દર્શન અટકી ગયાં છે.” બંધન શાથી ? અને મોક્ષ શાથી ? બસ ! આ પાંચમું પદ, આત્મા કર્મના કર્તાપણામાંથી અને ભોક્તાપણાથી મુક્ત થઈ શકે છે. અનાદિથી આત્મા કર્મનો કર્તા અને ભોક્તા છે. અને તેથી અનાદિથી અનંત પુદ્ગલ પરાવર્તનનો સંસાર આ આત્મા ભોગવી રહ્યો છે. છતાં પણ એનાથી એ મુક્ત થઈ શકે છે. અને એ મુક્ત થઈ શકે છે એ માત્ર તત્ત્વજ્ઞાન નથી. એની સાથે વ્યવહાર જોડાયેલો છે. માટે એ... ૬. મોક્ષનો ઉપાય છે :
મોક્ષનો માર્ગ છે, અને એ માર્ગ છે એ સુધર્મ છે. મોક્ષનો માર્ગ છે, અને માર્ગ હોય તો એ માર્ગમાં ચાલવું પડે. માર્ગને આરાધવો પડે. એને વ્યવહાર કહેવાય છે. જૈન દર્શનમાં આ વ્યવહારને પહેલાં બરાબર સમજી લેવો પડે. લક્ષની પ્રાપ્તિ જે કરાવે છે, જે ઉપાય કરતાં જીવને ઉપેય તરફ દોરી જાય, આવા આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે તે ધર્મ છે. તે સાચું તત્ત્વજ્ઞાન છે. ધર્મનાં બે પાસા છે. એક એનું દાર્શનિક પાસું અને બીજું એનું વ્યવહારિક પાસું. એ દાર્શનિક પાસું છે એ નિશ્ચયનું પાસું છે. અને વ્યવહારિક પાસું છે એ એની સાધનાનું - આરાધનાનું પાસું છે. અને બંને પાસાથી જ ધર્મ કહેવાય. ધર્મ ક્યાંય એકાંગી નથી. આપણે તો આપણા મતના અભિમાનના કારણે ધર્મને એકાંગી બનાવી નાખ્યો. ધર્મ એટલે કાંઈ જાણવું તે નહીં, ધર્મ એટલે આરાધવું. ધર્મનું સાચું સ્વરૂપ વ્યવહારથી છે. પણ યોગ્ય દર્શન. દર્શન પૂર્ણ અને તે દર્શન તરફ - તે પરમાર્થ તરફ પ્રેરે તે વ્યવહાર. આ બંનેનો સમન્વય એને જ્ઞાનીઓએ
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 135
=