________________
ધર્મ કહ્યો છે. અને પરમકૃપાળુદેવે એને સુધર્મ શબ્દ મુક્યો છે. આત્મસિદ્ધિમાં ‘સુધર્મ' શબ્દ મુક્યો છે. સુધર્મ એટલે “પ્રેરે તે પરમાર્થને’ - જીવને પરમાર્થ તરફ લઈ જાય તે ધર્મ. એટલે આ જીવે કર્તાપણું કર્યું છે, ભોક્તાપણું કર્યું છે. પણ તેથી મુક્ત થવા સુધર્મ આચર્યો નથી. એટલે કે આરાધવાપણું કર્યું નથી. માટે આત્માનું આ છઠું પદ – આ મનુષ્ય ભવમાં આરાધવાનું છે. કે જો તું છઠું પદ આરાધીશ તો પાંચમાં પદને અવશ્ય પામીશ. માટે છ એ પદનો સમન્વિત વિચાર, છ એ પદનો સપ્રમાણ વિચાર, છ એ પદનો યથાસ્થિત વિચાર તે સમ્યક્દર્શન છે. સર્વાગે સમજણ. સંપૂર્ણ સમજણ. એક બીજાના અવિરુદ્ધભાવે સમજણ. આત્માના એક પદના આધારે, ત્રીજા-ચોથા પદનો નકાર નહીં કરવાનો.
અંધોઅંધપલાય - એની જેમ. આંધળાઓ હાથીને ઓળખવા બેઠા તો કોઈ કહે હાથી સૂપડા જેવો છે, અને કોઈ કહે થાંભલા જેવો છે. આ દષ્ટાંત શાસ્ત્રમાં ઠેર-ઠેર આવે છે. એમ જેના હાથમાં આત્માનું નિશ્ચયસ્વરૂપ આવ્યું તે કહે કે આત્મા આવો જ છે. આ જ ધર્મ, બીજું બધું અધર્મ. બધું જ મિથ્યાત્વ. આવી પ્રકારના મતાર્થની અંદર અંધ બનીને આત્માનું ત્રીજું પદ, કે ભાઈ ! આત્મા કર્તા છે.” તે પદ જાણતા જ નથી. ભાઈ ! કર્મનો કર્તા આત્મા સિવાય કોણ થાશે ? આત્મા ભોક્તા છે. એ કર્મનો ભોગવટો કોણ કરશે ? ગૌતમને પણ જ્યારે આત્મા વિશે શંકા હતી ત્યારે ભગવાન મહાવીરે એને કહ્યું કે, “હે ગૌતમ ! તમે જગતના જીવોને યજ્ઞ આદિ કરાવો છો, કર્મકાંડની ક્રિયા કરાવો છો, પૂર્ણ ક્રિયા કરાવો છો - એનો ભોક્તા કોણ ? એનું ફળ કોણ ભોગવશે ? આ જીવ અત્યારે મરી જાય તો ? જીવ છે, તે નિત્ય છે. આ સત્કાર્ય એટલા માટે જ થાય છે. તે સત્કાર્ય ફળદાયી છે. સફળ છે અને તેનું ફળ ભોગવનાર અમર છે. સારું કામ હશે કે ખરાબ કામ હશે. સુકૃત કે દુકૃત, એના ફળનો ભોગવટો એ જ જીવ કરશે જે ભાવથી એ કૃત્ય સાથે જોડાયો છે. બીજો કોઈ એના ફળનો ભોગવટો કરશે નહીં. કેવી ન્યાયસંપન્ન વાત ! આ સમ્યગ્ગદર્શન માટેના આ છ પદની, જો યથાર્થ સમજણ, ખૂબ શાંતિપૂર્વક, ગંભીરતાથી અને સપ્રમાણ, સગીપણે કે એની વિચારણા થાય નહીં તો સમ્યક્દર્શન પ્રગટ થાય નહીં, એમ અનંતા જ્ઞાનીઓએ કહ્યું છે. આત્માના કોઈ એક કે બે પદને જાણવાથી સમ્યક્દર્શન નથી. આત્માના છ એ પદનો સમન્વય કરીને, એના વિચાર કરીને, જ્યારે આ જાણવામાં આવે ત્યારે જ જીવને સમ્યક્દર્શન છે. સમ્યક્દર્શન થતાં જીવનમાં સમ્યકુધર્મ પ્રગટે છે. સમ્યક્દર્શનના અભાવમાં ધર્મ પણ સમ્યપણે પ્રગટ થતો નથી. અને જો ધર્મ સમ્યકપણે પ્રગટ થાય તો સમ્યકુલક્ષની પ્રાપ્તિ થાય. સમ્યકુલક્ષ – જીવને પોતાનું યથાતથ્ય સ્વરૂપ, જેવો આત્મા તીર્થંકર પરમાત્માએ, પરમ શુદ્ધ અવસ્થામાં કહ્યો છે, એવા પરમ શુદ્ધ ચૈતન્યની પ્રાપ્તિનો થાય.”
એટલે કૃપાળુદેવે અહીં ખીમજી દેવજી નામના મુમુક્ષુ હતા તેમને પણ એ વાત કરી કે, કેટલાક વખતથી એક મહાન ઇચ્છા અંતઃકરણની અંદર પ્રવર્તી રહી છે. આજે તમને જણાવું છું. તમે સમયે સમયે એનો વિચાર કરજો. નિરંતર એનું સંશોધન કરજો. કે આત્મા છે, તે આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્યા છે, આત્મા કર્મનો ભોક્તા છે, તેથી એ મુક્ત થઈ શકે છે અને મુક્ત થવાના ઉપાય પણ છે. - આ છએ મહાપ્રવચન - ષટપદ - એનું નિરંતર સંશોધન કરજો.’ પ્રવચન. તીર્થકરની દેશનાને, તેમની વાણીને પ્રવચન
T. શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 136 GિE