________________
કહેવાય છે. પ્રકષ્ટ વચન અને પ્રવચન કહેવાય. ત્રણે કાળ જે સિદ્ધાંતની દૃષ્ટિએ યથાતથ્ય રહે અને પ્રવચન કહેવાય. જૈન દર્શનમાં તો નિગ્રંથના વચન તે પ્રવચન. આપણા વચનામૃતજીમાં પહેલું શીર્ષક છે, જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.” પછી નીચે લખ્યું છે, “નિગ્રંથ પ્રવચન’. તો ખીમજી દેવજીને એ મહાપ્રવચનનું સંશોધન કરવાનું જણાવ્યું. જ્યારે મુનિશ્રીએ પૂછ્યું, ત્યારે તેમણે પણ કહ્યું, “શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવાં જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદ – સમ્યક્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક છે.” “હે મુનિ ! જો સમકિત પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તો, આ દેહ છૂટી જાય તે પહેલાં જો જીવે પોતાના સ્વરૂપની યથાર્થ સમજણ કેળવવી છે, એનું ભાન મેળવવું છે, તો તમે આ છ પદને વિચારજો.”
મહાત્મા ગાંધીજીએ કૃપાળુદેવને આફ્રિકાથી પત્ર લખ્યો હતો. કૃપાળુદેવે તેમને ડરબન પત્ર લખ્યો હતો તેમાં પણ આ વાત મુકી છે. પત્રાંક-૫૭૦ માં. “આત્મા છે, નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોક્તા છે, એથી એને મોક્ષ છે, અને મોક્ષનો ઉપાય એ ધર્મ છે. – આ છ પદ આત્માના, જેને વિચાર કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યક્દર્શનની પ્રાપ્તિ ગણવી, એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે. જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે.” આ ગાંધીજીને લખ્યું છે ત્યારે ગાંધીજીની ઉંમર ૨૭ વર્ષની હતી. મુંબઈમાં સંપર્ક થયા પછી તેઓ આફ્રિકા ગયા. ત્યાં એમને ધર્મ પરિવર્તન કરવાનો ભાવ આવ્યો. ત્યારે કપાળદેવ એમને દિશા-દર્શન કરે છે. પોતે તો વ્યવહારમાં બેઠા છે. કર્મના વ્યવહાર પ્રપંચનો કારમો ઉદય આવ્યો છે, છતાં પણ આવા વિષમ ઉદયમાં પરમાર્થ માર્ગની પ્રભાવના સતત ચાલુ છે. એટલે પેઢી ઉપર બેઠાં, લાખોનાં વેપાર કરતાં હોવા છતાં, આવા પરમાર્થના વેપાર – અનંત જ્ઞાન નિધાનના વેપાર, આ પુરુષ પેઢી ઉપરથી કરે છે. લોકો કહે છે, કૃપાળુદેવ હીરા-માણેકનો વેપાર કરતા હતા. અરે ભાઈ ! પેઢી ઉપરથી આવા હજારેક પત્રો લખાયા છે. પેઢી ઉપર બેસીને એમણે આત્માનો વ્યાપાર કર્યો છે. પરમાર્થનો વેપાર કર્યો છે. અરે ! એની કોઈ કિંમત આંકી શકાય એમ નથી. ગાંધીજી જેવાને પણ સ્વધર્મમાં સ્થિર કરાવી દીધાં. ગાંધીજીને લખે છે, “આ છ પદ વિચાર કરીને જેને સિદ્ધ થાય - ‘ઉપજે તે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન.”
જીવને હજુ આત્મ વિચાર આવ્યો નથી. આપણને જે વિચારોની ભરમાળ છે તે માત્ર કલ્પના છે, મિથ્યા માન્યતાઓ છે, આપણી તૃષ્ણા અને વાસનાઓનું એ શાબ્દિક સ્વરૂપ છે. બીજું કાંઈ નથી. આપણને લાગે છે કે આપણે બહુ વિચાર કરીએ છીએ પણ એ ભ્રાંતિ સિવાય કાંઈ નથી. કારણ કે આપણા વિચારને એક પણ સત્ પદાર્થ સાથે સંબંધ નથી. આપણે અસત્ પદાર્થ, અસત્ સંબંધ, અસતુ સંયોગ અને અસત સ્થિતિ સંબંધી જ વિચારણા કરીએ છીએ. એટલે એ અસવિચાર એ વિકાર છે. કારણ કે એ મોહજન્ય છે. કારણ કે આપણને પદાર્થ પ્રત્યે કાં તો રુચિ છે કાં અરુચિ છે, કાં ગમો છે, કાં તો અણગમો છે, કાં તો ઇષ્ટપણાની કે અનિષ્ટપણાની ભાવના છે. એટલે આપણે ગમે તેટલો વિચાર કરીએ, પણ એના પાયામાં મોહ છે, અસત્ છે. એટલે એ વિચાર એ ભ્રાંતિ છે. જ્ઞાની પુરુષના બોધથી, આવા પ્રાપ્ત પુરુષોના વચનોની, આપ્ત પુરુષોનાં વચનોની પ્રતીતિથી જે જીવ વિચાર કરે છે, એ સૂત્ર પર વિચાર કરે છે ત્યારે જ ખરેખર જીવનમાં વિચાર ઉદ્દભવે છે. અને આ વિચારથી નિજજ્ઞાન પ્રગટ થાય છે
HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 137 EF