________________
બધા પોતપોતાની ગાતા હોય. એટલે આ બધા ઉપાયની એકતા બતાવતા નથી. એ ઉપાય બધા પરસ્પર પૂરક પણ નથી. પરસ્પર વિરોધી છે. ભગવાન ! મારી માંગણી એટલી છે કે મને અવિરોધ ઉપાય બતાવો. આ બધામાં શું સાચું - શું ખોટું ? એવો સાચા અને ખોટાનો વિવેક મારાથી થઈ શકે એમ નથી. પ્રભુ ! મારી કોઈ ક્ષમતા નથી. મારી સમજણ, અને મારી મતિ, અતિ અતિ અલ્પ છે. કઈ જાતિમાં અને કયા વેશમાં મોક્ષ ? આવા કેટલાય ભેદરૂપ દોષ છે. આ દોષની અંદર મોક્ષમાર્ગનો સાચો નિશ્ચય મારાથી થઈ શકે એમ નથી. હવે આપે આ પાંચ પદનો નિશ્ચય કરાવ્યો છે તો મોક્ષપદનો નિશ્ચય કરાવો ને પ્રભુ ! આ કારણોથી મોક્ષનો ઉપાય નથી એમ મને જણાય છે. અને જો મોક્ષનો ઉપાય નથી તો આ જીવ આદિ તત્ત્વો જાણવાનો મને કોઈ ઉપકાર નહીં થાય. આપનો સંગ થયો, આપનો સમાગમ થયો. અનાદિકાળમાં ન બનવા જોગ જોગ થયો, પણ મને એનો લાભ તો ત્યારે જો મોક્ષમાર્ગ બતાવી દયો તો. તમે ‘આત્મા’ બતાવ્યો. ‘આત્મા નિત્ય છે” એ બતાવ્યો તમે એમ કહો કે આ તારો જ આત્મા તારા ‘કર્મનો કર્તા છે” અને તું જ તારા ‘કર્મનો ભોક્તા છો,” તું જ તારા કર્મના ફળ ભોગવી રહ્યો છો. તારો તો “મોક્ષ છે.” તું તો આવો મહાન આનંદસ્વરૂપ છો. તું જ સુખસ્વરૂપ છો. પણ તું જ ભ્રાંતિમાં પડ્યો છો. પણ આવું બધું કહેવાથી મને શું લાભ ? જો મારું પરિભ્રમણ ચાલુ જ રહેવાનું હોય, મારું કર્તા અને ભોક્તાપણું ચાલુ જ રહેવાનું હોય, અને કર્મરહિતપણું જો ક્યાંય ન હોય, અથવા કર્મરહિતપણું પ્રાપ્ત થઈ શકે એવી કોઈ અવસ્થા જ ન હોય, કે જે અવિરોધ છે, એવો કોઈ માર્ગ જો હોય તો, અને તમે મારા ઉપર આટલી કપા કરીને મને પાંચ પદ સમજાવ્યા છે. તો હે પ્રભુ ! આ મોક્ષનો ઉપાય જો હું સમજી જાઉં ને તો મારે તો અનંતભવનું સાટું એક ભવમાં વળી જાય. ભલે મારું અનાદિનું પરિભ્રમણ થયું, આ ફેરો થયો, ભલે અત્યાર સુધી હું અજ્ઞાનથી આથડ્યો, પણ હે પ્રભુ ! મોક્ષનો જો અવિરોધ ઉપાય આપ મને બતાવો તો મારા સદ્ભાગ્યનો ઉદય - ઉદય થઈ જાય. હે પ્રભુ ! હું કૃતકૃત્ય થઈ જાઉં. હે પ્રભુ ! મને આ મનુષ્ય જન્મ, પંચેન્દ્રિયપણું, સંજ્ઞીપણું, અને છ પર્યાપ્તિ યુક્ત આવા માનવદેહની પ્રાપ્તિ થઈ છે. જે મોક્ષમાં જવા માટેનું બારણું છે. જો આ વખતે મને ઉપાય મળી જાય તો મારા તો ધન ભાગ્ય ! ધન્ય ઘડી ! હે નાથ ! કૃપા કરો !
શિષ્યની ઉત્કંઠતા, શિષ્યની ઝરણા, શિષ્યની જિજ્ઞાસા, પરાકાષ્ટાએ પહોંચી છે. અને હવે સર એને સમાધાન આપે છે. ‘આત્મસિદ્ધિ’ એ આખો મોક્ષમાર્ગ છે. પરમકૃપાળુદેવ આ જગતના જીવોને, જન્મજરા-મરણથી મુક્ત થવાનો ઉપાય, એટલે માર્ગ, મોક્ષમાર્ગ બતાવે છે. છઠું પદ એ મોક્ષમાર્ગનું પદ છે.
પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત;
થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત. (૭) પાંચે ઉત્તરની તારા આત્માને વિષે પ્રતીતિ થઈ છે, તો મોક્ષના ઉપાયની પણ એ જ રીતે તને સહજમાં પ્રતીતિ થશે. અત્રે થશે’ અને ‘સહજ’ એ બે શબ્દ સદૂગુરુએ કહ્યાં છે તે જેને પાંચે પદની શંકા. નિવૃત્ત થઈ છે તેને મોક્ષઉપાય સમજાવો કંઈ કઠણ જ નથી એમ દર્શાવવા, તથા શિષ્યનું વિશેષ જિજ્ઞાસુપણું
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 237