________________
હોવો જોઈએ કે કોઈપણ સાધન, આત્માને મુક્તિ સાથે જોડે એનું નામ યોગ. એવો કોઈપણ વ્યવહાર પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત” એમ જ્ઞાની પુરુષો કહે છે. માટે આપણે હાથમાં માળા લઈએ, સ્વાધ્યાયનું પુસ્તક લઈએ, કોઈ ભક્તિનું પદ, પરમાત્માનું ગાઈએ, અથવા કોઈપણ પ્રકારનાં વ્રત, નિયમ, સામાયિક, પ્રતિક્રમણ, તપ, આવાં કોઈ પણ યોગ કરીએ. આ બધાં જૈન યોગ છે. કાઉસગ્ગ, પ્રત્યાખ્યાન વગેરે. બધા જૈન યોગ છે. એ જેન યોગમાંનો કોઈપણ યોગ, આત્માને મુક્તિ તરફ લઈ જવાને માટે પર્યાપ્ત છે. કારણ કે અનુભવ પ્રાપ્ત એવા ગીતાર્થ આચાર્યોએ આપણને આવો યોગ ધર્મ, વ્યવહાર ધર્મ, આચાર ધર્મ આપ્યો છે. કે જે ક્રિયા કરવાથી તજન્ય, તથારૂપ ભાવ ઉત્પન્ન થાય. તથારૂપ ભાવ ઉત્પન્ન કરવાનું જીવનું લક્ષ હોવું જોઈએ, તો થાય. નમસ્કાર કરવાથી વિનયનો ભાવ આવે જ. પણ એમાં જો લક્ષ ન હોય તો નમસ્કાર યંત્રવત્ થાય અને વિનયનો ભાવ અદૃશ્ય થઈ જાય. બધી જ ક્રિયા ભાવથી જ થાય. અને ભાવને ઉત્પન્ન કરવા માટે પણ થાય.
જેમ વૈરાગ્યથી આત્મજ્ઞાન સફળ થાય, પણ આત્મજ્ઞાન ઉત્પન્ન કરવામાં વૈરાગ્ય પણ જોઈએ. એમ જ્ઞાન અને ક્રિયાનો સંબંધ એક સિક્કાની બે બાજુ છે. કોઈએ તોડવાનો પ્રયત્ન નહીં કરવાનો. એવું અજ્ઞાન કોઈ દિવસ નહીં કરવાનું. જ્ઞાન અને ક્રિયા બંને સાથે જ રહેલાં છે. અભિન્ન છે, અવિનાભાવી છે. એક ન હોય તો બીજું ન હોય. આવાં પ્રકારની વસ્તુ સ્વરૂપની સ્થિતિ છે. માટે જ્ઞાની પુરુષો કહે છે મોક્ષભાવ નિજવાસ. પરમકૃપાળુ દેવે ‘આત્મસિદ્ધિ'માં એક પણ પારિભાષિક શબ્દ વાપર્યો નથી. એટલે ‘આત્મસિદ્ધિ' વાંચતા કોઈ પણ ધર્મને કે કોઈ પણ મતને માનનારને એમ ન લાગે કે આ “આત્મા’ સિવાય બીજી કોઈ વાત કરે છે. આ સ્થિતિ છે તે સમ્યફચારિત્ર છે. નિજવાસ છે એ સમ્યક્રચારિત્ર છે. પણ પરમકૃપાળુદેવે શબ્દ મુક્યો નિજવાસ.” આ પરમકૃપાળુદેવની વિશેષતા છે. પૂ. લઘુરાજસ્વામીએ કહ્યું છે કે, એમાં તો આત્મા જ ગાયો છે. ગમે તે મતને માનનાર હશે એને “આત્મસિદ્ધિ પોતાની જ લાગવાની કારણ કે એમાં એમણે કોઈ મતની સ્થાપના કરી નથી. એટલે અહીં કહ્યું કે નિવાસ’ છે. તે આત્માની મુક્તિનો માર્ગ છે. આ ઉપાય અવિરોધ છે. શિષ્યને કહે છે કે અજ્ઞાન છે ને એ અંધકાર જેવું છે. અને અંધકારને હટાવવાનો અવિરોધ ઉપાય કયો? તો કે પ્રકાશ. અંધકારને લાકડી લઈને મારીએ, કે અંધકારની ચર્ચા કરીએ તો અંધકાર જાય નહીં. તો જો કેટલાય સમયનું અંધારું દૂર કરવું હોય તો, જૂના બંધ મકાન કે ભોંયરામાંથી અંધકારને દૂર કરવો હોય તો અવિરોધ ઉપાય એક જ છે. પ્રકાશ. બેટરી, લાઈટ, કોઈ ડાયનેમો, કોઈ જનરેટર. જેનાથી દૂર થાય એનાથી, પણ પ્રકાશ જોઈશે. ઈલોરા અજંટાની ગુફા જોવા જઈએ તો અંદર ગાઢ અંધકાર હોય. તો એક જણ કલાઈ ચડાવેલા જસતના પતરાં લઈને સૂર્યની દિશામાં ઊભો રહે. સૂર્યનાં કિરણો એના ઉપર પડે એનું પ્રતિબિંબ આખી ગુફામાં પડે અને ગુફા પ્રકાશિત થઈ જાય. એટલે જે અદૂભૂત ચિત્રો છે એ ચિત્રો આપણે જોઈ શકીએ. સૂર્યની Lightથી. પણ અંધકારને દૂર કરવા માટે પ્રકાશ એ અવિરોધ ઉપાય છે.
| ‘અજ્ઞાન અંધકાર સમ, નાશે જ્ઞાન પ્રકાશ.” કર્મભાવ છે એ અજ્ઞાન છે અને નિજવાસ છે એ જ્ઞાન છે. આ નિજવાસ, સ્વરૂપની સ્થિતિ, સ્વરૂપની રમણતા એ અવિરોધ ઉપાય છે. અજ્ઞાનને ટાળવું હોય
HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 241 E