________________
પ્રવચન ૧
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ગ્રંથ ગૌરવ
પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રદેવ, ૧૦૦ વર્ષ પૂર્વે સંવત ૧૯૫૨ના પર્યુષણ નિમિત્તે, રાળજ, કાવિઠા, વડવા, ખંભાત આદિ ક્ષેત્રોમાં વિચરતા હતા.
તે સમયે પૂ. સોભાગ્યભાઈ, સાયલાના મહામુમુક્ષ, પરમકૃપાળુદેવના પરમસખા, તેમણે કૃપાળુદેવને એક પત્ર લખ્યો. પત્રમાં જણાવ્યું કે, પ્રભુ ! છ પદના પત્રની વાંચના તો ચાલે છે, પણ મારા જેવા અભણ અને વૃદ્ધથી આ પત્ર યાદ રહેતો નથી અને આપની જીભ ઉપર તો સાક્ષાત્ સરસ્વતી બીરાજમાન છે, તો અમને આ પત્ર કાવ્ય અથવા પદના રૂપમાં આપો કે જેથી કરીને અમે ખાટલામાં પડ્યા-પડ્યા પણ આત્માનું રટણ કરી શકીએ.”
પરમકૃપાળુદેવે સંવત ૧૯૫૦ની સાલમાં મુંબઈથી આ છ પદનો પત્ર” પૂ. મુનિશ્રીને લખેલો. કારણ કે મુનિશ્રીની માંગણી હતી કે, ‘દશ મહિના થયા તાવ રહે છે. હવે આ દેહ ટકી શકે એવું જણાતું નથી અને સમક્તિ પ્રાપ્ત કર્યા વગર જો દેહ છૂટી જશે તો હે પ્રભુ ! અનંતકાળમાં આવો જોગ થવો વિકટ છે. માટે અમને આત્માની ઓળખ થાય, પ્રતીતિ થાય, સમક્તિ પ્રાપ્તિ થાય, એવું કંઈક સાધન લઈને જઈએ એવી કૃપા કરો.”
મુંબઈથી પરમકૃપાળુદેવે ‘આ છ પદનો પત્ર’ મુનિશ્રીને લખ્યો અને એકાદ વર્ષ પછી એ છે પદના પત્રની એક નકલ સોભાગ્યભાઈ પાસે ગઈ. એના સંદર્ભની અંદર સોભાગ્યભાઈએ આ વાત મૂકી.
પરમકૃપાળુદેવ સંવત ૧૯૫૨માં ફરતાં-ફરતાં આણંદ આવે છે. આણંદમાં આસો સુદ એકમના દિવસે ‘મૂળ-મારગ સાંભળો જિનનો રે” એની રચના કરે છે. અદ્ભુત પદ છે. જિનેશ્વર પ્રણિત શાશ્વત માર્ગ શું છે ? સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન અને સમ્યકુચારિત્રનું સ્વરૂપ શું છે ? એ પદ ટુંકાણમાં – અગિયાર ગાથાઓમાં એમણે લખ્યું છે. મનમાં વિચારણા ચાલે છે. આણંદથી ફરતાં-ફરતાં પ્રભુ નડિયાદ પધાર્યા અને નડિયાદમાં આ સોભાગભાઈનો સાયલાથી લખેલ વિનંતી પત્ર એમને મળ્યો અને એ પત્ર વિચારણામાં છે. સાંજના સમયે ફરવા નીકળે છે. મહામુમુક્ષુ અંબાલાલભાઈ સાથે છે. સૂર્યાસ્તનો સમય છે. તળાવની કાંઠે ફરતાં-ફરતાં કુંભનાથ-મહાદેવના મંદિરે આવે છે. ત્યાંની એક નિર્જન ઓરડી ત્યાં બેસે છે, અને અંતઃકરણની અંદર એકદમ જ્ઞાન-સૂર્ય પ્રકાશીત થાય છે. અંબાલાલભાઈને ફાનસ લઈ આવવાનું ફરમાન કરે છે અને પરમકૃપાળુદેવના આજ્ઞાંકિત અનુચર અંબાલાલભાઈ તરતજ ફાનસ તૈયાર કરીને ઊભા રહ્યા અને એ રૂમની અંદરજ લાથી બે કલાકમાં, સંવત ૧૯૫૨, આસો વદ એકમના દિવસે પરમકૃપાળુદેવે એકી બેઠકે, આ “આત્મસિદ્ધિની ૧૪૨-ગાથા અને હેતુપૂર્તિની ૨ ગાથા સહિત ૧૪૪ ગાથાનું સર્જન કરી નાખ્યું.
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 23 GિE