________________
પ્રવચન ૩
શ્રી સદ્ગુરુ માહાન્યા
a (ગાથા ૯થી ૧૬)n
જ્ઞાની પુરુષોની અનંતી કૃપા અને અમાપ ઉપકાર આપણા ઉપર છે. જેમણે આ સંસાર સાગર પાર કરવાની વિદ્યા જાણી અને જગતના જીવોને એ માર્ગ બતાવ્યો. અનંત સંસાર પરિભ્રમણ કરતાં જીવને એના સ્વરૂપનું ભાન કરાવ્યું. કે જે સ્વરૂપનાં ભાન વિના આ જીવ અનાદિકાળથી જન્મ-મરણના ફેરાં કરે અને અનેક પ્રકારની પોતાની મિથ્યા માન્યતાથી પ્રયોગો કર્યા કરે પણ એને દુ:ખથી મુક્તિ મળે નહીં. એ એને સ્વરૂપનું સાચું ભાન કરાવી, મોક્ષનો માર્ગ બતાવનારા જ્ઞાની પુરુષોની કરુણા અનંતી છે. એના ઉપકાર અમાપ છે.
પરમકૃપાળુદેવે આવા લુપ્ત થયેલા મોક્ષમાર્ગને ઉદ્યોત કરવા માટે આત્મસિદ્ધિ શાસ્ત્ર પ્રકાશ્ય. આ કાળમાં જ્યારે વીતરાગનું શાસન છિન્નવિચ્છિન્નતાને પામ્યું ત્યારે સર્વજ્ઞનો માર્ગ, વીતરાગનો માર્ગ, તીર્થકરોનો શાશ્વત અને સનાતન માર્ગ, અખંડ એવો માર્ગ પરમકૃપાળુદેવે ખુલ્લો કર્યો.
આઠમી ગાથામાં મુમુક્ષુઓને જણાવ્યું કે જ્યાં જે યોગ્ય હોય તે સમજે, અને જે સમજે તે આચરવાની ઇચ્છા રાખે, કામના રાખે તે સાચો મુમુક્ષુ છે. તત્ત્વ અને વ્યવહાર હંમેશાં સાથે જોડાયેલા છે. દર્શન અને આચાર જુદાં નથી. ધર્મનો અર્થ જ એ કે શુદ્ધ તત્ત્વ અને શુદ્ધ વ્યવહાર એક જ સિક્કાની બે બાજુ. સિક્કાની બે બાજુ બરાબર હોય તો જ એ સિક્કો ચલણી સિક્કો બની શકે. તેમ જ ધર્મમાં શુદ્ધ તત્ત્વ અને શુદ્ધ વ્યવહાર એક જ સિક્કાની બે બાજુ છે. મંત્ર અને વિધિ આ બધાં સાથે જ રહેલાં છે. મંત્રને વિધિથી જુદો ન કરી શકાય. એમ વિચારને આચારથી જુદો ન કરી શકાય. એમ આ દર્શનને વ્યવહારથી જુદું ન પાડી શકાય. એટલે અહીં કહ્યું કે જે સમજીએ તે આચરવાનું, અને તે જ મુમુક્ષુ જીવનું કર્તવ્ય છે. મુમુક્ષુ હવે કહે છે, હે ભગવાન ! જ્યાં સનો લોપ થયો છે. સત્સંગનો લોપ થયો છે અને સપુરુષની પણ પ્રાપ્તિ દુર્લભ એવા આ કાળમાં તમે જવાબદારી તો અમારા ઉપર મુકી દીધી કે,
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું કેહ; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.” (૮)
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 55
=