________________
આત્માર્થી કોણ ? જ્યાં જે વાત, જે પ્રમાણમાં, જે ભૂમિકાએ, જે ક્રમમાં, યથા પદવી, યથા ક્રમ, યથા શ્રેણી, પોતે જ્યાં ઊભો છે ત્યાં યથા પ્રકારે સમજે, કે હું ક્યાં અટકું છું ? મારી મુશ્કેલી ક્યાં છે ? મારી નિર્બળતા ક્યાં છે ? what is my weakness ? ત્યાં એ weakness ને, એ નિર્બળતાને દૂર કરવા માટે ‘તહાં સમજવું તેહ.” પોતાની નબળાઈને સમજવી. અને ત્યાં ત્યાં તે તે આચરે.” એ નબળાઈને દૂર કરવા માટે જ્ઞાનીઓએ જે ઉપાયો કહ્યાં છે તે તે આચરે. ‘શ્રી જીને સહસ્ત્રગમે ક્રિયાઓ અને સહસ્ત્રગમે ઉપદેશ કીધાં છે. એમાંથી મારે ક્યો લેવો ? તો કે જે ક્રિયા અને ઉપદેશ તને આત્માની ઉજ્વળતા તરફ લઈ જાય, ચિત્તની નિર્મળતા તરફ લઈ જાય, વૃત્તિઓના નિવર્તન તરફ લઈ જાય, એ તારા માટે હિતકારી છે. માટે મુમુક્ષુ જીવ, આત્માર્થી જીવનું લક્ષણ જ એ છે કે જ્યાં જે યોગ્ય છે તે સમજવું અને ત્યાં તે આચરવું. કૃપાળુદેવે કહ્યું છે કે સમજવાનો અર્થ જ એ છે કે ત્યાં તે તે પ્રકારે આચરે.
જે જે ઠેકાણે જે જે યોગ્ય છે એટલે જ્યાં ત્યાગ વૈરાગ્યાદિ યોગ્ય હોય ત્યાં ત્યાગ વૈરાગ્ય આદિ સમજે, જ્યાં આત્મજ્ઞાન યોગ્ય હોય ત્યાં આત્મજ્ઞાન સમજે, એમ જે જ્યાં જોઈએ તે ત્યાં સમજવું અને ત્યાં ત્યાં તે તે પ્રમાણે પ્રવર્તવું. એ આત્માર્થી જીવનું લક્ષણ છે. અર્થાત્ મતાર્થી હોય કે માનાર્થી હોય તે યોગ્ય માર્ગને ગ્રહણ ન કરે. અથવા ક્રિયામાં જ જેને દુરાગ્રહ થયો છે, અથવા શુષ્કજ્ઞાનના જ અભિમાનમાં જેણે જ્ઞાનીપણું માની લીધું છે, તે ત્યાગવૈરાગ્યાદિ સાધનને અથવા આત્મજ્ઞાનને ગ્રહણ ન કરી શકે.'
અત્રે ‘સમજવું’ અને ‘આચરવું” એ બે સામાન્ય પદે છે. પણ વિભાગ પદે કહેવાનો આશય એવો પણ છે કે જે જે જ્યાં સમજવું ઘટે તે તે ત્યાં સમજવાની કામના જેને છે અને જે જે જ્યાં આચરવું ઘટે તે તે ત્યાં આચરવાની કામના જેને છે તે પણ આત્માર્થી કહેવાય.’
વીતરાગ માર્ગનું, જૈન દર્શનનું એક અદ્ભુત સ્વરૂપ તે આ અનેકાંત માર્ગ છે. અનેકાંતવાદ એટલે કોઈ પણ વાત એકાંતે ન પકડાય. એનો એક જ દૃષ્ટિકોણ ન હોય. એક જ નથી એનું મૂલ્યાંકન ન હોય. એક વાતના અનેક પડખાં છે, અનેક સ્વરૂપ છે. અનેક પાસાં છે. અનેક દૃષ્ટિકોણ છે. આ બધાં દૃષ્ટિકોણોથી સમજવું પડે. કેમકે જીવની અવસ્થા જુદી જુદી છે. જગતની અંદર અનંત અજ્ઞાની છે. એમાંથી કોઈ બે અજ્ઞાની લ્યો તો તેઓ પણ કોઈ રીતે અને કોઈ વાતે સમાન નથી. કેટલા માણસો રોજ જન્મે છે અને મરે છે. કોઈ બે ચહેરા પણ એકસરખાં હોતા નથી, શરીરની કોઈ સંરચના પણ એકસરખી હોતી નથી. બે વ્યક્તિની અંગુઠાની છાપ પણ એક હોતી નથી. સહી હજી કોઈ ડુપ્લિકેટ કરી શકે, છાપ ડુપ્લિકેટ થઈ શકે નહીં. એક ઝાડના બે પાંદડા પણ એક સરખાં નથી. એક વ્યક્તિની બે આંખ પણ એક સરખી નથી. એની વિશેષતાઓ જો વિચારીએ તો બંનેના કર્મ પણ સરખાં નથી. બંનેનો પુરુષાર્થ પણ સરખો નથી. એની ભવસ્થિતિ એની કાળલબ્ધિ, એની સમજણ, એની વિચારશક્તિ કંઈ પણ એકસરખું નથી. નથી એમનો ક્ષયોપશમ સરખો. જગતમાં અજ્ઞાની અનંત, અને બે અજ્ઞાની સમાન નથી. પણ જગતમાં જેટલાં જ્ઞાની પુરુષ થયાં છે, અનંતા સિદ્ધ થયા છે તે સર્વ સમાન છે.
સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 54 EF