________________
કરવાનું ચાલુ થઈ જાય. જેને લીધે જીવનું અટકવું થઈ જાય. જીવ રોકાઈ જાય. એટલે સંયમથી જાવ પડી જાય. પૂજા, સત્કાર, પ્રસિદ્ધિ, યશ કામના, નામના, બહુમાન, લોકપ્રસિદ્ધિ, આની અંદર પડેલો જીવ આત્માની મુક્તિનો માર્ગ ભુલી જાય છે અને બહુધાામોટા ભાગે) આ જ અનુભવમાં આવે છે. જગતના જીવોને પ્રશંસા અને સત્કાર બહુ મીઠા લાગે છે. આ બંને દુર્ગુણ છે.
દા. ત. આપણે ચા-કૉફી જેવા પીણા છોડ્યાં હોય તો તે છોડ્યા એના કરતા વધારે માહાત્મ્ય કેટલાં વર્ષથી છોડ્યાં એનું છે, જેણે ચા છોડાવી છે એ વ્યક્તિને, તને વ્યસનની ગુલામીમાંથી છોડાવવો છે. પણ ત્યાં છોડવાનું માન વેદાય છે. તું આ કોઈપણ પદાર્થનો માનસિક રીતે ગુલામ ન થા. આ બંધાણ - આ વ્યસન એ ખતરનાક છે. એટલે જ્ઞાની પુરુષોએ ઉપકાર કરીને કહ્યું હોય, જેથી સાધના કરવામાં કોઈ બાધા ન આવે. ચા આત્મજ્ઞાનમાં આડી નથી આવતી. એનું બંધાણ સાધનામાં નડે છે. ચાની તાકાત વધારે છે કે આત્માની તાકાત વધારે છે ? પણ આ બધું કહેવાની પાછળ જે હેતું છે તે હેતુ સમજતો નથી. અને આવાં ત્યાગ-વિરાગમાં પૂજા, સત્કાર, માન, યશ, પ્રશંસા અને વાહ-વાહમાં અટકી ગયો. ભગવાન કહે છે જો આ સ્થિતિ થઈ ગઈ તો તું તારું ભાન ભૂલી જઈશ. તો ભૂલે નિજમાન.' તને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે એ રહી જાશે. અને તું ત્યાગ-વિરાગમાં અટકી જઈશ. માટે અટકવાની પણ ના પાડી છે. અને હવે આનો બીજો અર્થ સમજીએ. આ અનેકાંત છે. અટકે ત્યાગ-વિરાગમાં તો ભૂલે નિજમાન.” ત્યાગ-વિરાગ કરતાં તું અટકી જઈશ તો પણ તારું ભાન ભૂલી જઈશ અને ત્યાગ-વિરાગ કર્યાં પછી અટકી જઈશ તો પણ તારું ભાન ભૂલી જઈશ. ત્યાગ-વિરાગ કરતાં પાયામાં અટકી જઈશ તો પણ લક્ષ ચુકી જઈશ. “અટકે શબ્દ બંને અવસ્થામાં લાગુ પડે. આપન્નાથી કંઈ ન થાય, એમ કહીને ત્યાગ-વિરાગ કરતાં અટકી જાય તો આત્માની મુક્તિનો માર્ગ મળશે નહીં. અને ત્યાગ-વિશગ કર્યા પછી પણ ત્યાં અટકવાનું નથી પણ આત્માની મુક્તિમાં આગળ વધવાનું છે.
હવે અહીં આ સમજાવ્યું કે આ ક્રિયાજડ ફક્ત ક્રિયા કરે છે અને અંતર્ભેદ કરતો નથી. આ શુષ્કજ્ઞાની કોઈ પણ પ્રકારના કર્મથી છુટવાના ઉપાય કે સાધના કરતો નથી. એટલે બંને આમાં જ મોક્ષનો માર્ગ માની બેસી ગયા છે. માટે ભગવાને કહ્યું કે આ ત્યાગ અને વિરાગ એ ધર્મનું સ્વરૂપ છે. ધર્મનું સ્વરૂપ સંયમ છે. એ સંયમ - એ વૈરાગ્ય આદિ આરાધવાના છે. કારણ કે તે આત્મજ્ઞાન થવાનાં કારણ છે. એ સાધન નહીં હોય તો તને જ્ઞાન પણ નહીં થાય. અને ત્યાગ-વૈરાગ્ય આદિ સાધનમાં તારે અટકી જવાનું પણ નથી. આ બધું જાણ્યા પછી મુમુક્ષુ મુંઝાઈ ગયો કે ક્રિયા કરવી કે નહીં ? ત્યાગ-વૈરાગ્ય કરવા કે નહીં ? કૃપાળુદેવને તો આપણને આત્મસિદ્ધિનો માર્ગ કહેવો છે એટલે એમણે કહ્યું કે, જો ભાઈ ! આ અનેકાંત માર્ગ છે. સ્યાદ્વાદ શૈલી છે. દરેક વસ્તુને, પદાર્થોને જ્ઞાનીઓ સંભવિત અનેક દૃષ્ટિકોણોથી સમજાવે છે. એમાં હે જીવ ! તારે શું કરવાનું છે તે સમજી લે.’
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ;
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. (૮)
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યાં ત્યાં તે તે સમજે અને ત્યાં ત્યાં તે તે આચરે એ આત્માર્થી પુરુષના લક્ષણો છે.
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર -53