________________
પણ ભગવાન અમને યોગ્ય લાગે એમ વર્તતાં તો આ અનાદિ ભવ રખડ્યા. શું કરવું ? ભગવાન ફરી એક સુંદર મજાનો અધિકાર આપે છે. કેમ કે સદ્દગુરુ માર્ગ બતાવે છે. કારણ આત્માર્થી જીવો માર્ગ ભુલ્યા છે. આ બધી વાત આત્માર્થી જીવોને લગતી છે. બીજા કોઈ જીવોને લગતી નથી. સંસારી જીવો કે ભવાભિનંદી જીવો માટે કોઈ વાત જ નથી. એનું અહીં કોઈ સ્થાન જ નથી. જેને સંસાર વહાલો છે એના માટે અહીં કોઈ વિચારણા જ નથી. મૂળ મારગ તો જિનેશ્વરનો એણે જ સાંભળવાનો છે કે જેને,
નોય પૂજાદિની જો કામના રે, નોય વ્હાલું અંતર ભવદુઃખ, મૂળ મારગ સાંભળો જિનનો રે.'
જેને ભવદુઃખ વહાલું હોય, એમાં મીઠાશ વેદાતી હોય એને જિનેશ્વરનો મૂળ મારગ કામનો જ નથી. જિનેશ્વરનો માર્ગ તો સંસારનું નિકંદન કાઢી નાખશે. તારા સંસારને ઊભો નહીં રહેવા દે. તારે એકોતેર પેઢી તારવી છે ને ? તો એકોતેરની વાત તો દૂર રહી પણ તારી જે ચાલુ પેઢી છે ને એ પણ. ઊભી નહીં રહે. કારણ કે સંસારના તાણાવાણાનો નાશ કરવો એજ કામ જિનેશ્વરના માર્ગનું છે. પણ આ મૂર્ખ જીવ એમ સમજે છે કે મારે સંસારે ઊભો રાખવો છે અને મોક્ષ પણ મેળવી લેવો છે. એટલે જ્ઞાની પુરુષ કહે છે કે, “સંસારમાં રહેવું અને મોક્ષ થવા કહેવું બંને અસુલભ છે.” ભાઈ આ બની શકે એવી વાત નથી. હવે તું મુંઝાયો હોય તો હજી અમે તને માર્ગ કહીએ છીએ. આત્માર્થી જીવ માટે માર્ગનો બીજો વિકલ્પ. આજે બીજા અધિકારમાં ‘સદ્દગુરુ માહાભ્ય’ ઉપર વિચારણા કરીએ. સદ્દગુરુના માધ્યમથી માર્ગને કેવી રીતે સમજવો ?
સેવે સદ્દગુરુચરણને, ત્યાગી દઈ નિજપક્ષ;
પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ. (૯) શિષ્યને મુંઝવણ છે કે પ્રભુ ! મને જે પ્રકારે યોગ્ય લાગે તે રીતે સમજવું અને પછી તે પ્રમાણે આચરવું એ બહુ કઠિન વાત છે. ભગવાન કહે છે તું અહીં અપેક્ષા સમજ. જગતમાંથી, કે સંસારમાંથી કે વાતડાહ્યા લોકોની વાતમાંથી જે યોગ્ય લાગે તે સમજવાની અહિં વાત નથી. ભૂલીશ મા! આ વાત તો આત્માર્થી જીવ માટે થાય છે. હવે તારે આત્માર્થ પ્રાપ્ત કરવો છે તો એમાં જે યોગ્ય લાગે તે સમજવાનું અને તે આચરવાનું. તો વાતનું અનુસંધાન હવે આત્માની અપેક્ષાએ છે. સંસારની અપેક્ષાએ નથી. આ જીવ જગતના અભિપ્રાયથી બોધ પામ્યો છે એટલે એ અજ્ઞાનમાં છે. “જ્ઞાનીના અભિપ્રાયથી જે જીવ બોધ પામે છે અને સમ્યકુદર્શન થાય છે.” અને સમ્યક્દર્શન જીવના પરિભ્રમણનો અંત લાવી શકે છે. માટે વાત કરી કે,
સેવે સદ્દગુરુચરણને, ત્યાગી દઈ નિજાક્ષ; પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ.
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 56 E=