________________
કેટલી સરસ શૈલી છે ! આગળ કહ્યું કે તને જ્યાં જ્યાં જે જે યોગ્ય લાગે તે સમજવું અને આચરવું. હવે અહીં કહે છે કે, “ત્યાગી દઈ નિજ પક્ષ.” તારો પક્ષ તો તારે છોડી જ દેવાનો છે. કેમ કે અત્યાર સુધી તને જે યોગ્ય લાગે તેણે તો તને પરિભ્રમણ કરાવ્યું છે. એનાથી તો તું સંસારમાં રઝળ્યો છો અને રખડ્યો છો. ચૌદરાજલોક, ચારગતિ, ચૌર્યાશીલાખ યોનિમાં અહીંથી ત્યાં ને ત્યાંથી અહીં તારા પક્ષના કારણે આથડ્યો છો, કુટાતો, પીટાતો ગતિ અને આ અગતિમાં ઠોકરો ખાધી છે અને દરદર પીટાયો છો. આ નિજપક્ષ ન છોડવાના કારણે, અનંત કષ્ટ અને અનંત દુઃખો સહન કર્યા છે. માટે તારો પક્ષ, તે જે સુખ પ્રાપ્તિનો માર્ગ માન્યો છે એને બાજુ પર મુકી દે. પહેલું કામ એ કરવાનું છે. પહેલાં તું સદ્દગુરુનો બોધ સાંભળ. સદ્દગુરુની સેવા કર. અને એમાંથી તને યોગ્ય લાગે તે સમજ. અહીં સંસારીની વાત નથી. ‘ત્યાગી દઈ નિજ પક્ષ.” પહેલા વહેલાં, જીવને અનાદિકાળનું જે અજ્ઞાન છે, જે ભ્રાંતિ છે, જે મિથ્યાત્વ છે તે જ મોટો પ્રતિબંધ છે. જૂઠી માન્યતા, જૂઠો અભિપ્રાય અને એમાં જ મમત્વ. જીવ કહે છે હું મુક્તિનો માર્ગ જાણું છું.' અરે તું મુક્તિનો માર્ગ જાણતો હોય તો આટલા કાળથી શા માટે રખડ્યો ? જ્ઞાનને, સને પામવાનું પહેલું પગથિયું છે – હે પ્રભુ ! હું કંઈ જાણતો નથી. મને કોઈ સમજ નથી. એટલે નિજપક્ષ - મારો પક્ષ” છે એ પહેલાં છોડી દેવાનો છે. મારી પાસે કોઈ પક્ષ નથી. હે પ્રભુ ! અનંતના પરિભ્રમણમાં મેં ક્યારેય મોક્ષને પામવાની વિચારણા કરી નથી. એટલે મારી પાસે પરિભ્રમણનું દર્શન છે. મુક્તિનું દર્શન નથી. સંસારમાં રઝળવાનું અને રખડવાનું જ્ઞાન જ મારી પાસે છે. પણ મુક્તિનું જ્ઞાન નથી. જ્ઞાની પુરુષ કહે છે કે, “સેવે સદ્દગુરુ ચરણને.” તું સદ્દગુરુના ચરણ સેવ. કારણ કે જે વાત તારે પામવાની છે તે ચર્મચક્ષુનો વિષય નથી. તારું જ્ઞાન, તારો બધો જ અભિપ્રાય, તારી બધી જ માન્યતા એને જ આધારિત છે કે જે તેં જગતમાંથી ચર્મચક્ષુથી જોયું છે અને જાણ્યું છે. તું દુનિયા ફર્યો હોય કે, બહુ છાપાં વાંચતો હોય તો દુનિયાદારીનું તારું જ્ઞાન થોડું વધારે હોય. અને જે ગામડામાં રહેતો હોય કે કાંઈ બહુ વાંચ્યું ન હોય તો એનું દુનિયાદારીનું જ્ઞાન થોડું ઓછું. પણ જ્ઞાની કહે છે કે આ વિષય ચર્મચક્ષુ કે કર્મેન્દ્રિયનો નથી.
‘બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત;
સેવે સદ્ગુરુકે ચરણ, સો પાવે સાક્ષાત.” આ વાત ‘બિના નયન’ની છે. ઈન્દ્રિયનો વિષય નથી. પણ ‘બિના નયન પાવે નહીં – આંખ વગર તને મળશે પણ નહીં.
ચરમ નયણ કરી મારગ જોવતાં રે, ભૂલ્યો સયલ સંસાર, જેણે નયણે કરી મારગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર. પંથડો નિહાળું રે
આનંદઘનજીએ કહ્યું છે, હે ભાઈ ! તું આંખે છાજલી કરીને ચરમ નયણે મારગ જોવાનો પ્રયત્ન કરીશ તો પણ ક્યાંય માર્ગ મળશે નહીં. અને છતાંય માર્ગ જોવા માટે જોઈએ તો નયન જ. ચર્મચક્ષુથી માર્ગને શોધવા જતાં તું આખો સંસાર ભૂલી ગયો. ચમા લગાવ્યા, બાયનોક્યુલર લીધું. દુરબીનનો ઉપયોગ કર્યો પણ માર્ગ દેખાયો નહીં. અરે અંતરીક્ષમાં ગયો કે સિદ્ધ-શિલાનો માર્ગ ક્યાં છે ? તે જોવા
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 57 TE