________________
જઈશ તો તર્ક અને કુતર્કમાં અટવાઈ જઈશ. પણ તું અનુભવથી એનો નિર્ણય કર. શ્રદ્ધા ન કર. આ સમ્યગ્દર્શનનો આધા૨ યથાર્થ નિર્ધાર છે. જીવને એવો નિશ્વય થવો જોઈએ કે ક્યારેય ફરે નહીં. અને છેલ્લે સમાધાન કરતાં સદ્ગુરુ અને ચાવીસૂત્ર આપે છે.
ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ન નાશ; ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ.
(૭૦)
વળી કોઈપણ વસ્તુનો કોઈપણ કાળે કેવળ તો નાશ થાય જ નહિ; માત્ર અવસ્થાંતર થાય, માટે ચેતનનો પણ કેવળ નાશ થાય નહિ. અને અવસ્થાંતરરૂપ નાશ થતો હોય તો તે કેમાં ભળે, અથવા કેવા પ્રકારનું અવસ્થાંતર પામે તે તપાસ. અર્થાત્ ઘટાદિ પદાર્થ ફૂટી જાય છે, એટલે લોકો એમ કહે છે કે ઘડો નાશ પામ્યો છે, કંઈ માટીપણું નાશ પામ્યું નથી. તે છિન્નભિન્ન થઈ જઈ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભુકો થાય, તો પણ પરમાણુ સમૂહપે રહે, પણ કેવળ નાશ ન થાય; અને તેમાંનું એક પરમાણું પણ ઘટે નહીં, કેમ કે અનુભવથી જોતાં અવસ્થાંતર થઈ શકે, પણ પાર્થનો સમૂળગો નાશ થાય એમ ભાસી જ શકવા યોગ્ય નથી, એટલે જો તું ચેતનનો નાશ કહે, તો પણ કેવળ નાશ તો કહી શકાય જ નહીં; અવસ્થાંત૨રૂપ નાશ કહેવાય. જેમ ઘટ ફૂટી જઈ ક્રમે કરી પરમાણુ સમૂહરૂપે સ્થિતિમાં રહે, તેમ ચેતનનો અવસ્થાંતર રૂપ નાશ તારે કહેવો યોગ્ય હોય તો તે શી સ્થિતિમાં રહે, તેમ ચેતનનો અવસ્થાંતર રૂપ નાશ તારે કહેવો યોગ્ય હોય તો તે શી સ્થિતિમાં રહે ? અથવા ઘટના પરમાણુઓ જેમ પરમાણુ સમૂહમાં ભળ્યા તેમ ચેતન કઈ વસ્તુમાં ભળવા યોગ્ય છે તે તપાસ; અર્થાત્ એ પ્રકારે તે અનુભવ કરી જોઈશ તો કોઈમાં નહીં ભળી શકવા યોગ્ય, અથવા પરસ્વરૂપે અવસ્થાંતર નહીં પામવા યોગ્ય એવું ચેતન એટલે આત્મા તને ભાસ્યમાન થશે.’
ભગવાન કહે છે ક્યારેય પણ કોઈપણ વસ્તુનો કેવળ નાશ હોય નહિ, જેમ કે ઘડો હટી જાય તો એનું ઘડાપણું નાશ પામ્યું, એની માટી, એના ઠીકરાં, એ પરમાણુ એમને એમ રહ્યા અને માટી, માટીપણામાં ભળી ગઈ. ઘડાનો, ઘડાપન્નાનો પર્યાય નાશ થયો, પણ એનો માટીપન્નાનો પર્યાય ઊભો છે. આ ચેતનનો નાશ થાય તો શું થાય ? એ ઘડાની માટી તો માટીમાં મળી ગઈ. આ ચેતન શેમાં મળે ? વિચાર કર. કેમાં ભળે એ તપાસ. કેવળ નાશ થાય નહિ. એમ માટીના પરમાણુનો પણ કેવળ નાશ ન થાય. ફરીથી એમાંની એ માટીના સંયોગ ઉત્પન્ન થતાં ઘડો થાય. એમ આહારપરમાણુમાંથી શરીર થાય, વળી એ શરીર વીખરાય, એટલે આકાશ, વાયુ, જળ, પૃથ્વી એમાં એનાં પરમાણુ ભળી જાય. જ્યાંથી એ પરમાણુ આવ્યા હતા એમાં જ પાછા ભળી ગયા. ચેતન નાશ પામે તો એ શેમાં ભળે ? કેમ કે સમાન ગુણ જોઈએ. સમાન ધર્મ જોઈએ. તો જ એક વસ્તુ બીજામાં ભળી શકે. નહીં તો સમાનગુણ અને સમાનધર્મ ન હોય તો એક વસ્તુ બીજી વસ્તુમાં ભળી શકે નહિ. એકરૂપ થઈ શકે નહિ. હવે આ ચેતન શેમાં ભળે ? એનો નાશ કહેવો કેવી રીતે ? એટલે કહે છે કે અવસ્થાંતર થાય. પદાર્થનો સમૂળગો નાશ થાય નહીં. આજનું વિજ્ઞાન પાર્થ વિજ્ઞાનનાં આધાર ઉપર કહે છે, Energy never destroyed. એક એક પરમાણુ છે એ energy છે. ઊર્જા છે. અને ઊર્જાનો ક્યારેય કદી નાશ થાય નહિ. Energy is never destroyed. It can be
શ્રી આત્મસિગ્નિ-શાસ્ત્ર - 183