________________
છે.” આ છ પદનું નિરૃપણ શ્રી જિને કર્યું છે. જીવ આત્માર્થી છે. સદૂગરનો બોધ થયો છે. આ છ પદ છે તે જ સદ્દગુરુનો બોધ છે.
‘આવે જ્યાં એવી દશા, સદ્ગુરુ બોધ સુહાય;
એ બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય.” હવે સદ્દગુરુનો બોધ મળ્યો છે તો સુવિચારણામાં ઊતરી જા. વિચાર કર. અતિશય કરીને વિચાર કર, એટલે કે મુશ્કેલી હોય કે સંસારની બીજી કોઈ ઉપાધિ હોય તો પણ, એ ઉપાધિને બાજુ પર રાખીને પણ તું આ વિચારણા કર. સતુપુરુષના બોધનો, શ્રી જિનેશ્વરે કહેલાં આત્માના સ્વરૂપનો, અનંતા જ્ઞાનીઓ, જેઓ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એમણે અનુભવના આધારે જે કહ્યું છે એનો તે વિચાર કર. કેમ કે પ્રમાણે કરીને તેનું પ્રસિદ્ધિપણું છે. અમે એને પ્રમાણભૂત ગણીએ છીએ. અમે એને ચકાસી લીધા છે. તું ચિંતા કર મા. માત્ર આ છ પદનું સ્વરૂપ ભગવાને કહ્યું છે એટલે નહીં પણ આત્માના આ છ પદ ‘સપ્રમાણ’ છે. પ્રમાણ સહિત છે. કોઈ પણ વાત પ્રમાણથી સિદ્ધ થાય. જ્ઞાનીઓ કહે છે અને એને પ્રમાણથી સિદ્ધ કર્યા છે. It has been proved. સાબિત થઈ ચુકેલા છે. માટે તું એની વિચારણા કર.
આ છ સ્થાન અમે સંક્ષેપમાં કહીએ છીએ. આત્મા છે, તે નિત્ય છે, કર્મનો કર્તા છે, ભોક્તા છે, મોક્ષ પદ છે, તેનો ઉપાય છે. તે ઉપાય તે સુધર્મ. આ વાત સંક્ષેપમાં મૂકી છે. આ એક શબ્દમાં કૃપાળુદેવનું આપણને ઓળખાણ મળે છે. યુગ એવો યોગી. આ છ પદ સંક્ષેપ કહ્યાં છે કારણ કાળ. સંક્ષેપનો કાળ છે. અત્યારે ૮૦ લાખ પૂર્વના કે નેમિનાથ ભગવાન જેવા ૫૦ હજાર વર્ષના કે પાર્શ્વનાથજીની જેમ ૧OOO વર્ષના આયુષ્યનો કાળ નથી. આ કાળની અંદર આયુષ્ય અનિયત છે. જેમ જેમ કાળ દુઃષમતાને પામે છે તેમ-તેમ જીવનું આયુષ્ય એકદમ અનિશ્ચિત થતું જાય છે. આ કાળમાં અકાળ અવસાન કે એકાએક અવસાનના જ સમાચાર મળે છે. આ કાળની અંદર હવે કોઈ ગણતરીના હિસાબે ચાલી ન શકે. “દોરી તુટી આયુષ્યની ત્યાં સાંધનારું કોણ છે ?” અરે ભલા માણસ ! આયુષ્યના દળિયા ખલાસ થઈ જાય પછી એ જીવ જ્યાં હોય, જે અવસ્થામાં હોય ત્યાં દેહ છોડે છે. જીવ નીકળી જાય પછી દેહની એક પણ ક્રિયા ન થાય. લીધેલો શ્વાસ બહાર ન નીકળે. પીધેલું પાણી ગળે ન ઊતરે. બન્નેની કેટલી ભિન્નતા છે છતાં જીવને ખ્યાલ નથી આવતો કે દેહને આત્માની આ અવસ્થા સંયોગી છે.
આ આયુકર્મપૂરું થાય એટલે બધાં સંબંધો પૂરાં થાય. માટે જ્ઞાની કહે છે કે અમે સંક્ષેપમાં એટલા માટે કહીએ છીએ કે આ કાળના જીવોને ટાઈમ ઓછો છે. ‘એટલે આ પર્યુષણમાં નહીં, આવતા પર્યુષણમાં ધર્મ કરશું, આ વર્ષે ધંધો સારો છે, કમાઈ લઈએ, હજુ છોકરાં-છોકરી ઠેકાણે પાડવા છે. આ બધું જીવનું ડહાપણ ભાઈ ! તું મૂકી દે, કાલ કોઈને માટે થોભવાનો નથી. આ આદર્યા અધૂરા રહેશે અને તું ચાલ્યો જાઈશ તો ધર્મ ક્યારે કરીશ ? માટે જેટલા સમય પુરતી મૈં તત્ત્વની વિચારણા કરી તે જ સાચું છે. આ કાળની અંદર જો કોઈ સાધન આપણી પાસે હોય તો તે વિચારણાનું સાધન છે. કાળ અનુસાર સાધનો પણ બદલાય છે. જેમ-જેમ મનુષ્યના આયુષ્યનો કાળ અલ્પ આવે છે તેમ-તેમ મનુષ્યની વિચારશક્તિ, બુદ્ધિબળની તીવ્રતા વધે છે. આજે તો ત્રણ વર્ષના છોકરાને એટલી બધી સભાનતા અને સજાગતા છે કે
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 140 T=