________________
વિનાશનો કોઈ સંયોગ જોવામાં આવતો નથી. એ પણ પર્યાય બદલાયા કરે છે. એની પણ અવસ્થા બદલાયા કરે છે. પરંતુ તેનો નાશ સર્વથા જોઈ શકાતો નથી.
‘એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય.” એક સમય જેનું વિદ્યમાન પણું છે તે હંમેશને માટે વિદ્યમાન છે.
ના સતે વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત” ગીતાની અંદર યોગદર્શનમાં પણ એ વાત મુકી છે કે, “જે “સત્’ છે એનું અસ્તિત્વ છે અને જેનું અસ્તિત્વ છે એ સદાય “સત્’ છે.’ હવે એનું ઉદાહરણ આપે છે.
ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય,
પૂર્વ જન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. (૬ ૭) ‘ક્રોધ આદિ પ્રકૃતિઓનું વિશેષપણું, સર્પ વગેરે પ્રાણીમાં જન્મથી જ જોવામાં આવે છે, વર્તમાન દેહે તો તે અભ્યાસ કર્યો નથી; જન્મની સાથે જ તે છે; એટલેએ પૂર્વ જન્મનો જ સંસ્કાર છે, જે પૂર્વ જન્મ જીવની નિત્યતા સિદ્ધ કરે છે.”
જ્ઞાનીઓની શૈલી એવી હોય કે કોઈ સિદ્ધાંત સમજાવે અને સિદ્ધાંત પછી દૃષ્ટાંત આપે. સિદ્ધાંત સહજતાથી સમજી શકાય એવી પરિસ્થિતિ દૃષ્ટાંતમાં હોય. એટલે જો દગંતની યથાયોગ્ય આપણે વિચારણા કરીએ તો સિદ્ધાંત આપણને પરિમિત થાય. અહીં કહે છે, સર્પાદિક - એટલે સર્પ આદિ બીજા પશુઓ, બીજા પક્ષીઓ, બીજા પ્રાણીઓ - જે જગતમાં છે એની અંદર ‘ક્રોધાદિ તરતમ્યતા’ – ક્રોધ અને આદિ – ક્રોધ-માન-માયા-લોભ - આવા સ્વભાવનું તારતમ્યપણું. વિશેષતાએ હોય છે, અને ક્યાંક ઓછું છે – આવું જે દેખાય છે તે કોને કારણે હશે ? આ જન્મમાં તો એનો કોઈ અભ્યાસ નથી, કોઈ કેળવણી નથી, કોઈ તાલિમ નથી. અને છતાં જન્મજાત ક્રોધ કેવો છે ? સર્પ ફૂંફાડા મારતો જન્મે છે. વાઘ જન્મજાત કુર. એ કુરતા કોણે કરી ? જન્મજાત સાપમાં ક્રોધ કેમ ? વાઘમાં કુરતા કેમ ? કીડી વગેરે નાના જંતુઓમાં જન્મજાત લોભ કેમ ? નાગની અંદર જન્મજાત લોભ હોય છે. રાફડા ઉપર ફણીધરની જેમ બેસી જાય છે. આ બધાં જન્મજાત કષાયો, જન્મજાત સંસ્કારો, કે હજુ તો જ્યાં જન્મ થાય છે ત્યાં તીવ્રતા, તારતમ્યતા, એની High degree, high intensity, આ કેવી રીતે થાય છે ?
ભગવાન કહે છે કે પૂર્વ જન્મ સંસ્કાર તે.” એ ક્રોધ છે તે સર્પના શરીરનો સ્વભાવ નથી. જો સર્પના શરીરનો સ્વભાવ ક્રોધ હોય તો કાંચળીમાં ક્રોધ હોય. સાંપની કાંચળી કે વાઘના ચામડામાં ક્રોધ હોવો જોઈએ. પણ ના, એમ નથી. અહીં તો કહે છે કે શાંત થવું હોય અને સમાધિ પ્રાપ્ત કરવી હોય તો વ્યાઘ્રચર્મ ઉપર બેસ. એક દર્શનનો - સન્યાસની અંદર આ એક યોગ છે. ગીતામાં કહે છે, આસન કયું ? તો કહે – વ્યાઘ્રચર્મ. જે વાઘ જન્મજાત દુર છે. ભૂખ્યો હોય કે ન હોય પણ ક્રૂરતા એટલી બધી છે કે હિંસકવૃત્તિ એની જન્મજાત છે. સર્પની કાંચળીમાં ક્રોધ નથી. વ્યાઘ્રચર્મમાં ક્રોધ નથી. તો આ ક્રોધ જીવની અંદર ક્યાંથી આવ્યો ? અહીં જ્ઞાનીપુરુષ કહે છે કે ભાઈ ! “પૂર્વજન્મ સંસ્કાર તે.” પૂર્વજન્મના આ સંસ્કાર છે. “જીવ
નE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 179 GિE