________________
જ્ઞાનીઓના ગ્રંથ વાંચીને એકવીસમી સદીનો વૈજ્ઞાનિક કહે છે કે, હજી અમે છબછબિયામાંથી બહાર આવ્યા નથી. અગાધ વિશ્વ છે, અગાધ સ્વરૂપ છે. આ કંઈ પકડાતું જ નથી. પણ આ વૈજ્ઞાનિકો તો એક પુદ્ગલને પકડીને બેઠાં છે તો પકડાય ક્યાંથી ? અને આ પુદ્ગલમાં જાણવાનો ગુણ નથી અને બદલાવાનો ગુણ છે. એટલે તમે જે પકડો છો તે બદલાઈ જાય છે. બદલાતા જગતને ઓળખવાનો પ્રયત્ન કરનાર વૈજ્ઞાનિક જ્યાં સુધી શાશ્વત અને નિત્ય તત્ત્વને પકડશે નહીં – કે જેના આધાર ઉપર આ બધી રમત ચાલે છે, ત્યાં સુધી તત્ત્વનું ઓળખાવ્ર નહીં થાય. અદ્ભુત વાત છે ! જૈનધર્મ - વિતરાગ વિજ્ઞાન જેવું વિજ્ઞાન જગતમાં નથી. જો સાચું ગ્રહણ કરવું હોય તો શાંતિથી સદ્ગુરુના શરણે રહે. અને આવું અદ્ભુત વિતરાગ વિજ્ઞાન આપણને આપણી ભાષામાં મળ્યું છે, એનો અભ્યાસ કરીએ. સદ્ગુરુનાં બોધનું વાંચન કરું અને વિચારણા કરું. માત્ર વાંચન અને શ્રવણ નહીં વિચારતા. શાંત ભાવથી કરૂં, વિવેક સાથે કર્યું. ઉપયોગની જાગૃતિપૂર્વક કર્યું. હું પણ વૈજ્ઞાનિક થઈ જઈશ. કારણ કે આ વિતરાગનું વિજ્ઞાન જે વાંચે છે એ વૈજ્ઞાનિક જ થાય છે. એની (વિતરાગની) દશાને પામે છે. એટલે અહીં કહે છે કે, આમ ઉત્પત્તિ અને લયના કોઈ પણ કારણો અને સંયોગોથી ૫૨ એવું એ જીવનું અસ્તિત્વ સ્વયંભૂ અને સ્વાભાવિક હોવાથી તે અવિનાશી છે. માટે તે નિત્ય છે. શાશ્વત છે.
કોઈ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય.
(૬ ૬ )
જેની ઉત્પત્તિ કોઈ પણ સંયોગોથી થાય નહીં, તેનો નાશ પણ કોઈને વિષે થાય નહીં, માટે આત્મા ત્રિકાળ નિત્ય છે.
જો સંયોગથી ઉત્પત્તિ ન થાય તો, બીજો સિદ્ધાંત – કે એનો નાશ થાય નહીં કારણ કે નાશ થાય તો એ ભળે શેમાં ? નાશ ક્યારે થાય ? વસ્તુનું અસ્તિત્વ ત્યારે જ મટે જ્યારે એ કોઈમાં વિલિન થાય તો. હવે ચેતન કાંઈ જડમાં વિલિન થાય નહીં. એ જો જડમાં વિલિન થાય તો જડના પર્યાય પાછા સચેતન થાય. પણ પહેલાં જ કહ્યું કે જડને કોઈ દિવસ સચેતન પર્યાય હોય નહીં. ગમે તે અવસ્થામાં પણ જડ તો અચેતન-અચેતન અને અચેતન જ રહે.
આ T.V. આ રોબોટ - એ જે કામ કરે છે તે જાણકારી સાથે કામ નથી કરતા. યંત્રની સાથે કામ કરે છે. આપણે પદાર્થ વિજ્ઞાનથી એવા અંજાઈ ગયા છીએ કે આપણને એમ થાય છે કે આ બધું Automatic ચાલે છે. એ Automation માં પણ આવી એની રચના કરી - કે પદાર્થમાં - પરમાણુમાં શું તાકાત છે ! એ પ્રમાણે ગોઠવીને મુકાવનાર એ વૈજ્ઞાનિક ન હોય તો પદાર્થ એની મેળે કામ કરે છે ? એ પરમાણું એની મેળે ઘર સાફ કરી નાખે છે ? Nothing is automatic - જગતની રચનાની અપેક્ષાએ - અહીં હવે કહે છે કે,
નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય.’ જીવ તો નિત્ય છે. કારણ કે આ જીવનો નાશ થઈ શકે એવો કોઈ સંજોગ જોવામાં આવતો નથી. જેમ ઉત્પત્તિનો સંયોગ જોવામાં આવતો નથી એમ આના
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 178