________________
નિત્યતા ત્યાંય.” એ સાબિત કરે છે કે જીવ નામનો પદાર્થ છે તે નિત્ય છે. આ શરીર અનિત્ય છે. શરીરમાં ક્રોધ નથી. આ જન્મમાં કોઈને દુઃખ નથી દીધુ, મરતાને મર નથી કહ્યું તે છતાં આ ઉપાધિ આવી તો ક્યાંથી આવી ? પૂર્વજન્મનાં પાપકર્મને લીધે આવી. કોઈ પૂર્વજન્મના કર્મનો એવો ઉદય છે જે મને પરિતાપ અને સંતાપ આપે છે. કેટલાકમાં પ્રકૃતિજન્ય જે દોષ છે તે દોષ ઉપર કૃપાળુદેવ આપણને લક્ષ કરાવે છે. કેટલાકની જન્મજાત પ્રકૃતિ જ લોભની હોય. એવો લોભિયો હોય કે સાત પેઢી ખાય તોયે ખુટે નહીં, અને પોતે સાત પેઢી સુધી જીવવાનો નથી એવી ખાત્રી છે - અને દિકરાઓ એનું ભાગ્ય લઈને આવ્યા છે તો યે એક રૂપિયો હાથમાંથી છૂટે નહિ - જગતના કોઈ જીવનું ભાગ્ય આપણા ઉપર આધારિત નથી. એના કર્મ ઉપર આધારિત છે. આવી જગતમાં કોઈ વ્યવસ્થા નથી કે તું કોઈ જીવની વ્યવસ્થા કર તો જ થાય. અજ્ઞાન તો આપણામાં ભારોભાર ભર્યું છે. એટલે ધર્મ પરિણિત થતો નથી. છોકરાં સારું તો રાખવું જોઈને ?” કેમ ? એ એનું ભાગ્ય લખાવીને નથી આવ્યા ? આપણે જ ફક્ત લખાવીને આવ્યા છીએ ? ભગવાને છઠ્ઠીના લેખ શું ફક્ત તારાં જ લખ્યાં છે ? છોકરાઓનાં લેખ લખવા વિધાતા નહોતી શું ?
પરિગ્રહ - સંગ્રહની વૃત્તિ તો કેટલાકમાં જન્મજાત હોય છે. સાપ અને ઉંદરની જેમ પોતાના સંગ્રહ અને પરિગ્રહની ઉપર પડ્યો જ હોય. અને જરૂર ન હોય તો યે સંગ્રહ કર્યા જ કરે. આ બધાં પ્રકતિજન્ય જે દોષ છે તે જ બતાવે છે કે જીવ ગમે તે અવસ્થામાં હોય, ગમે તે પર્યાયમાં હોય, ગમે તે દેહમાં હોય એનો સંસ્કાર એની સાથે જ હોય છે. એ પ્રકૃતિજન્ય દોષનો યથાર્થ વિચાર કરવામાં આવે તો એમાં, દોષ ઉપર ચિંતન કરતાં, જીવની નિત્યતા સમજાય તો પણ આપણું કામ થઈ જાય. દોષ હોય પણ તે દોષથી મને આજે ભાન થાય કે જીવ નિત્ય છે, તો એ ધર્મનો સંસ્કાર ભેગો જ આવશે. જો લોભનો અને કામનો સંસ્કાર સાથે લઈ આવ્યા છીએ, તો ધર્મનો સંસ્કાર પણ સાથે જ આવશે. કૃપાળુદેવે લખ્યું છે કે, “સંયમી મા-બાપના દિકરાઓ કામી અને વિકારી હોય. જો મા-બાપનું સર્જન હોય તો મા-બાપના જ બધા ગુણ એમાં ઉતરવા જોઈએ એવું નથી. એક જ માના બે દિકરામાં એક મૂઢ હોય - અને બીજો સુપ્રિમકોર્ટના ન્યાયાધિશ હોય. એક પહેલવાન જેવો તંદુરસ્ત હોય અને બીજો રોગીયલ હોય. પ્રત્યેક વ્યક્તિનું અસ્તિત્વ જુદું છે. એના કર્મ જુદાં છે, એની પ્રકૃતિ જુદી છે. કારણ કે એ સંતાન એ તો સંયોગ છે. એનું ચેતન તત્ત્વ કે એના સંસ્કાર એનાથી નથી ઘડાતા. અહીં હવે ગતિ વિશેષપણે કષાયોને કહે છે, સામાન્ય રીતે ક્રોધ - નારકીને વિષે વિશેષ હોય, માન કષાય મનુષ્યગતિમાં વધારે હોય, માયા કષાય તિર્યંચ યોનિમાં વધારે હોય અને લોભ કષાય દેવગતિમાં વધારે હોય. આ જન્મજાત હોય છે. આ ચંડકૌશિક પહેલાં તાપસ હતો, તેના પહેલાં મુનિ હતો. આ એનો ક્રોધ કષાયનો સંસ્કાર બતાવે છે કે જીવ નિત્ય છે. પુનર્જન્મનું
જ્યારે જ્ઞાન થાય, જાતિસ્મરણ જ્ઞાન થાય, ત્યારે આ વસ્તુ આપોઆપ ખુલી થાય કે પોતાના દોષના સંસ્કાર સાથોસાથ ચાલ્યા આવે છે. એટલે આ બધી પ્રકૃતિ છે. સર્પ અને નોળિયો, એને જન્મજાત વેર – આ ભવે તો કાંઈ કોઈનું બગાડ્યું નથી. છતાં એની વેરવૃત્તિ એનો દ્વેષ જન્મજાત. ઉંદર અને બિલાડી, વાઘ અને બકરી, સર્પ અને ગરૂડ. જોયો નથી કે ઉપાડ્યો નથી. આ જન્મજાત છે. આ બધી પ્રકૃતિમાંથી સમજવાનું શું છે ? જ્ઞાની કહે છે કે જીવની નિત્યતા સમજવાની છે.
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 180 ]િ=