SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર, એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. ૧૧ સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ;; સમજ્યા વણ ઉપકાર શો ? સમજ્યું જિનસ્વરૂપ. ૧૨ આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સદ્ગુરુયોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. ૧૩ અથવા સદ્ગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે હૈં નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ૧૪ રીકે જીવ સ્વચ્છંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ૧૫ પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાર્ય બમણો થાય. ૧૬ સ્વચ્છંદ મત આગ્રહ ત, વર્તે સરુ લક્ષ સમક્તિ તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ૧૭ માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. ૧૮ જે સદ્ગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. ૧૯ એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વિતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. ૨૦ અસદ્ગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ; મહાર્મોહનીય કર્મથી, બુડે ભવજળ માંહી. ૨૧ હોય મુમુક્ષુ વ તે, સમજે એહ વિચાર હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધા૨, ૨૨ [8]
SR No.034356
Book TitleAatmsidhi Shastra
Original Sutra AuthorN/A
AuthorVasantbhai Khokhani
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2017
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy