________________
કુર્માપુત્ર-ગૃહસ્થ અવસ્થાની અંદર કેવળજ્ઞાન થયું છે. અને પોતાના મા-બાપની સેવા કરવા માટે થઈ, છ મહિના સંસારમાં રોકાયા છે. આપણા આગમની અંદર કથાઓ ભરી પડી છે. એક એક રહસ્યો છે. ક્યાંય એકાંત કીધો જ નથી. સ્યાદવાદ છે. જૈન દર્શનને સમજવું હશે તો વિશાળ બુધ્ધિ, મધ્યસ્થતા, સરળતા' ખૂબ સમજવું પડશે. પ્રત્યેક જીવની સ્થિતિ જુદી હોય છે. પ્રત્યેક પરિસ્થિતિ જુદી હોય છે. તત્ત્વમાં કોઈ ભેદ નથી. પણ તત્ત્વના પ્રાગટ્યની અંદર, અવસ્થાની અંદર, સ્થિતિની અંદર, સાધનાના પ્રકારની અંદર, વ્યક્તિ, વ્યક્તિએ, અલગ-અલગ પ્રકારનું સામર્થ્ય પ્રગટતું હોય છે. એવું આ જીવનું સામર્થ્ય છે. એવી આ કર્મોની વિચિત્રતા છે. એને સમજવી જોઈએ. ગુરુ છદ્મસ્થ અને શિષ્યને જો જ્ઞાન થાય તો એ શિષ્ય એનો વિનય કરે. વિનય કરે ભગવાન.’ કૃપાળુદેવે આ વાત મૂકી પણ આ વાતને તરત જ અધિકાર આપવો જોઈએ. કારણ કે ૨૫૦ વર્ષ થયા - આ વાન શાસ્ત્રમાંથી લુપ્ત થઈ ગઈ છે. અથવા એના અર્થઘટન બદલાઈ ગયા છે. કેટલાય લોકોને વિક્ષેપનું કારણ થશે. કે કેવળી વળી છવાસ્થને વંદન કરે ? એનો વિનય કરે ? એની વૈયાવચ્ચ કરે ? એટલે ભગવાને એનો ખુલાસો જાતે જ આપી દીધો.
?
એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય.
(૨૦)
‘એવો વિનયનો માર્ગ શ્રી જિને ઉપદેશ્યો છે. એ માર્ગનો મૂળ હેતુ એટલે તેથી આત્માને શો ઉપકાર થાય છે, તે કોઈક સુભાગ્ય એટલે સુલભબોધિ અથવા આરાધક જીવ હોય તે સમજે
શ્રીમદ રાજચંદ્રજી જેવા આ યોગેશ્વરે, આ જ્ઞાનેશ્વર, આ જ્ઞાનાવતારે અહીં ખુલાસો આપ્યો છે. ‘એવો માર્ગ વિનય તો.” સદ્ગુરુના બોધથી ભગવાન થયેલો શિષ્ય સદ્ગુરુની વૈયાવચ્ચ કરે. વિનય કરે. આવો વિનયનો માર્ગ “ભાખ્યો શ્રી વીતરાગ ’ આ પૂર્ણપુરુષે આ માર્ગ પ્રકાશ્યો છે. “આત્મસિદ્ધિ” વાંચતા કોઈ જગ્યાએ સંદેહ ન થાય. કોઈપણ જગ્યાએ જીવ રોકાઈ ન જાય કે આ શું કીધું ? એવો વિનયનો માર્ગ શ્રી જિને ઉપદેશ્યો છે. આ સુલભબોધિ કે આરાધક જીવ જ આ માર્ગ સમજે. આ કોઈ શાસ્ત્રપાઠીનું કામ નથી. એ વિટંબણાવાદમાં પડી જાશે. આનાથી આત્માને શું ઉપકાર થાય ? ગુરુના વિનયથી આત્માને શું ઉપકાર થાય ? આ તો કોઈ સુલભોધિ આત્મા કે આરાધક જીવ જ સમજી શકે. ગૌતમ ગણધર જેને દીક્ષા આપે તે કેવળજ્ઞાન પામે. આ લબ્ધિના નિધાન કેવા ! તેમના હાથે દીક્ષા લ્યોને તદ્ભવ કેવળજ્ઞાન અને મોક્ષ. વાત પુરી થઈ ગઈ. પણ ગૌતમને કેવળજ્ઞાન થતું ન હતું. તેઓ એક સાથે પ∞ શિષ્યોને દીક્ષા આપે. અને પાંચસોએ પાંચસો કેવળજ્ઞાન લઈને ભગવાનની પર્ષદમાં આવે. તીર્થંકરના સોવસરણની અંદર બાર પયંદા હોય. બાર પપંદામાં કેવળીઓની પર્ષદા જુદી હોય. જ્યાં કેવળજ્ઞાનીઓ બીરાજે. બાકીના બધા બીજે બીરાજે. અને ગૌતમ જેને દીક્ષા આપે તે કેવળીની પર્ષદામાં બીરાજે અને ગૌતમસ્વામી જોયા કરે. ભગવાન સ્મિત કરે.
કેવો અદ્ભુત આ માર્ગ ! અને છતાંય બધા જ ગૌતમનો એવો જ વિનય કરે. ગૌતમથી જેનાં બધાં જ ભવભ્રમણ છેદાઈ ગયું, અનંતકાળના બંધનો જેના તુટી ગયા, કોટિ કર્મો જેનાં નામશેષ થયાં,
સંતશ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર 84