________________
પ્રવચન ૭
ષટ્પદ નામ કથના
પ્રથમ પદ : આશંકા
(ગાથા ૪૩થી ૪૮)]
આ કાળમાં સર્વશ પરમાત્મા પ્રરૂપિત જે મોક્ષ માર્ગ લુપ્ત થયો છે તેને અગોપ્યરૂપમાં પ્રગટ કરનાર પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી વિરચિત “આત્મસિદ્ધિ-શાસ્ત્ર'નો આપણો સ્વાધ્યાય ચાલુ છે.
આ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવા, આત્માનો વિચાર થવા માટે જીવે આત્માર્થી થવું જોઈએ. અને આત્માર્થી થવા માટે મતાર્થીના લક્ષણો આપણા જીવનમાંથી દૂર થવા જોઈએ. આત્માર્થી જીવની દશા કેવી હોય એના ચૌદ ગુણો - લક્ષણો આપણે જોયાં. કઈ દશામાં આવીએ તો ધર્મ આપણા જીવનમાં પરિણિત થાય ? સત્યની ઉપલબ્ધિ કઈ દશામાં થાય ? દશા વિના આ દિવ્યતાની પ્રાપ્તિ ન થાય.
૧. આત્મજ્ઞાની મુનિને સાચા ગુરુ માને. ૨. કુળ-મત-સંપ્રદાય આદિના ગુરુની કલ્પનાને માને નહીં. ૩. પ્રત્યક્ષ સદ્દગુરુ યોગને પરમ ઉપકારી ગણે. ૪. ત્રણ યોગે કરીને આવા ગુરુના યોગમાં આજ્ઞાંકિત બને. ૫. ત્રણે કાળને વિષે એક જ અને અખંડિત એવા પરમાર્થ માર્ગની શ્રદ્ધા કરો. ૬. જે વ્યવહાર પરમાર્થને પ્રેરતો હોય તે વ્યવહારને સમ્મત કરે. ૭. અંતરમાં વિચાર કરીને સદ્ગુરુની શોધ કરે. ૮, આત્માર્થ સિવાય જેને બીજી કોઈ અભિલાષા નથી. મનોકામના નથી. ૯. સંસારની કોઈ ઇચ્છા કે તૃષ્ણા કે વાસનાનો કોઈ રોગ હવે મનમાં રહ્યો નથી. ૧૦. જેનાં જીવનમાં કષાયોનું ઉપશમન કહેતાં શમ છે.
GC શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 132 IF