________________
સંશય, આપણા મનની ગુંચ ક્યારેક આપણે પૂછી ન શકીએ. કારણ કે કેમ પૂછાય એ જ ખબર નથી. શું પૂછવું એ જ ખબર નથી. પણ અહીં તો ગુરુ પોતે જ શિષ્યની મૂંઝવણનો ઉકેલ આપે છે. અને કહે છે, આવ ! અમે તને આત્મસિદ્ધિનો માર્ગ, મોક્ષનો માર્ગ ગુરુ-
શિષ્યના સંવાદથી આપીએ છીએ. તારી ભૂમિકાથી અમારે તને સમજાવવો છે.જુઓ આ સંવાદની શૈલી. શિષ્યની ભૂમિકાથી ગુરુ એને સમજાવે. એ આ ભારતવર્ષના અધ્યાત્મ દર્શનની અદ્દભુત ચમત્કૃતિ છે. દુનિયામાં આવી ચમત્કૃતિ ક્યાંય જોવા નહીં મળે. ક્યાંક તો ઉપદેશક જ બોલ્યા કરતા હશે અને શુષ્કજ્ઞાનની વાતો થતી હશે. અહીં તો શિષ્ય અજ્ઞાન અવસ્થામાં પ્રશ્ન પૂછતા જાય અને ગુરુ એને બ્રહ્મવિદ્યાનું જ્ઞાન આપતા જાય, આત્માનું જ્ઞાન આપે અને આત્મા પમાડી દે. આત્મા હાથમાં આપે અને શિષ્ય કહે કે હા પ્રભુ ! તમે મને આત્મા આપ્યો ! એવો અદ્ભુત આત્મસિદ્ધિનો સંવાદ હવે આપણે વિચારીશું.
સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 131
=