________________
છું એ નશ્વરતા છે. એ તો વિનાશી સુખ છે. એ સંયોગો ટકે એમ નથી. આ તો થોડા સમયના બધા સંગાથ છે. ‘દુઃખ-સુખ વાદળાં, ચેતને શામળાં, કલ્પનારૂપ – ના કોઈ સાચું.’ આ બધી તો કલ્પના છે. પણ પોતાની અંદર રહેલા સ્વરૂપને ઓળખવાથી, પોતાનો મોહ ક્ષય થાય. આવો જીવ નિવાર્ણપદને પામે એટલે કહે છે
ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય;
ગુરુશિષ્ય સંવાદથી, ભાખું ષટ્રપદ આંહી. (૪૨) જેથી તે સુવિચાર દશા ઉત્પન્ન થાય, અને મોક્ષમાર્ગ સમજવામાં આવે તે છ પદ રૂપે ગુરુશિષ્યના સંવાદથી કરીને અહીં કહું છું.”
આ જીવમાં, આ સુવિચારણા જેનાથી ઉપજે, પ્રગટે અને જેના કારણે મોક્ષ માર્ગ સમજાય. આ જીવે મોક્ષમાર્ગ વાંચ્યો છે. ઘણીવાર, સાંભળ્યો છે અનંતવાર, પણ સમજ્યો નથી. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત.” સમજ્યો નથી. સમજે તો શમાઈ જાય. ‘સમજ્યા તે શમાઈ ગયા.” એમ આ જીવે અત્યાર સુધી સમજણ નથી કેળવી. સમજણનો અભાવ એ જ એની આ દુર્ગતિનું કારણ છે. એટલે કહે છે કે આ સુવિચારણા આવશે એટલે તને સમજાશે. કારણ કે તારી વિચાર કરવાની પદ્ધતિ અત્યાર સુધી હતી તે ખોટી હતી. કલ્પનાની હતી. સ્વચ્છંદની હતી. સ્વચ્છંદ અને કલ્પનામાં જીવ પોતાની માન્યતા પ્રમાણે ચાલતો હતો એટલે એને એકે તત્ત્વની ઉપલબ્ધિ થતી નહોતી. હવે તને મોક્ષ માર્ગ સમજાય એવી વાત, એવો મોક્ષનો માર્ગ અમે તને ગુરુ-શિષ્યના સંવાદરૂપે કહીએ છીએ. “ભાખું ષપદ આંહી.” કૃપાળુદેવે અહીં બેતાલીસ ગાથા પછી આત્મસિદ્ધિની શરૂઆત કરી છે. આત્માને પછી ઓળખાવે છે. પહેલાં બેતાલીસ ગાથા સુધી તો કહ્યું, કે જગતના લોકો જુદું-જુદું માને છે. એમાં મતાર્થી ઘણા છે. એમાં તું મતાર્થીના લક્ષણ છોડ. આત્માર્થી થા. આત્માર્થી થા તો આત્માની વાત કરીએ. એવી દશા આવે તો અમારો બોધ સહાય. અત્યાર સુધી કહેલી દશા આવે તો પછી તેતાલીસમી ગાથામાં કહેલો બોધ પરિણમશે. જો દશા ન આવે તો બધું નકામું છે.
ગુરુ-શિષ્યનો સંવાદ, ભારતવર્ષની અંદર તત્ત્વજ્ઞાનની શૈલીનું સ્વરૂપ અદ્ભુત છે. અહીં ઉપનિષદમાં તો કહે ગુરુ-શિષ્યનો સંવાદ, ક્યાંક નચિકેતા, અને યમરાજ, ક્યાંક શ્રોતકેતુને ઉદ્દાલક. ઋષિના ચરણમાં બેસીને જિજ્ઞાસુ શિષ્ય પ્રશ્ન પૂછે અને ગુરુ એને તત્ત્વજ્ઞાન સમજાવે. મહાભારતના યુદ્ધમાં, કુરુક્ષેત્રના મેદાનમાં, અર્જુન પ્રશ્ન પૂછે અને ભગવાન શ્રીકૃષ્ણ અને સમાધાન આપે. અનેક જગ્યાએ આ રીતે સંવાદની શૈલીનું સ્વરૂપ. સમવસરણની અંદર ગૌતમ ગણધર ૬૦,000 - પ્રશ્ન પૂછે અને ભગવાન મહાવીર એના સમાધાન આપે. ‘ગૌતમ-પૃચ્છા' નામનું પુસ્તક છે. કૃપાળુદેવ પોતે જ શિષ્યના રૂપની અંદર આત્માને સંબંધિત પ્રશ્નો ઉભા કરી અને સમાધાન આપે છે. આખી આત્મસિદ્ધિ ગુરુ શિષ્યના સંવાદથી ભાખી છે. તત્ત્વજ્ઞાનનું અદભૂત સ્વરૂપ એમાં છે. સંવાદ શૈલીથી જે સમજાય. આપણા પોતાના મનની મુંઝવણ, આપણો પોતાનો
-
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 130 [E]=