________________
૧. કર્મ જ કર્મનો કર્તા હોય. એટલે કર્મ સ્વયંભૂ કર્મ થકી થયા જ કરે. એક કર્મમાંથી બીજું કર્મ,
બીજામાંથી ત્રીજું કર્મ, એમ કર્મમાંથી કર્મ થયા જ કરે. એ ચાલ્યા જ કરે. આ પુદ્ગલની એક સ્વાભાવિક પરિણતિ છે. એમાં આત્માને કોઈ સંબંધ નથી. કર્મ ઉત્પન્ન થવાનો જીવનો સહજ સ્વભાવ હોય. એટલે દુનિયામાં અનાયાસે કર્મો થયા જ કરે. અનાયાસ - એટલે આપોઆપ કર્મનું ઉપજવું થાય. કર્મ સ્વયં એક પદાર્થ ભાવ હોય અને તે રૂપે પરિણમ્યા કરે છે. અથવા જો જીવનો ધર્મ હોય તો જીવ પોતાના ધર્મના સ્વભાવે કર્મ ઉત્પન્ન કર્યા કરે છે. જો આ
સ્થિતિ હોય તો કર્મનું કોઈ દિવસ ટળવાપણું હોય નહિ. ૪. શિષ્ય કહે છે કે મારી એવી કલ્પના છે કે આત્મા તો અસંગ છે અને સદા અસંગ હોવાને કારણે
એને એક પણ પરમાણુંનો સંગ નથી. આવા આત્માને કાં તો ઈશ્વર કર્મ કરાવે છે. આ ઈશ્વરની પ્રેરણાથી કર્મો થયાં કરે છે. અને જીવ અસંગી હોવાના કારણે એનો બંધ જીવને પડતો નથી.
જગતનો કર્તા અને જગતનો નિયંતા એવો ઈશ્વર એ જ જીવ પાસે કર્મ કરાવ્યાં કરે છે. અને જીવ તો અબંધ છે. કાં તો કોઈ પ્રકૃતિ છે અને એ પ્રકૃતિથી આ જીવને કર્મનો બંધ થયા કરે છે. શિષ્ય આ શંકાઓ કરી છે. તેમાં છયે છ દર્શન આવી ગયા. વેદાંત, સાંખ્ય, યોગદર્શન આવી ગયું. ન્યાયદર્શન આવી ગયું. વૈશેષિક આવ્યું, ઈશ્વર આવી ગયો. કોઈ કહે છે ઈશ્વર કર્મ કરાવે છે. કોઈએ શોધી કાઢ્યું કે કર્મ સ્વયં થયા કરે છે. પુદગલનો સ્વભાવ છે પરિવર્તનનો. એટલે એ થયાં જ કરે છે. અને જીવને પહેલાં કર્મનો યોગ હતો એટલે કર્મ-કર્મને ઉત્પન્ન કર્યા કરે છે. જીવની અંદર પહેલેથી વિભાવની પ્રકૃતિ છે માટે એ પ્રકૃતિથી કર્મ બંધાય છે. જીવ તો અબંધ છે, અબદ્ધ છે, અસ્કૃષ્ટ છે. શુષ્કજ્ઞાનીઓએ એટલે શોધી કાઢ્યું કે “બંધ-મોક્ષ છે કલ્પના.” જીવને એમાં શું ? જીવમાં ઓછું કોઈ દ્રવ્ય આવી જાય ? અને જીવ તો શેમાંય ભળતો નથી. કોઈ દ્રવ્ય એમાં ભળતું નથી. વગેરે વગેરે - બધી અધુરી સમજણ. કારણ કે એને જીવ અને કર્મનો બંધ કેવી રીતે છે ? એ સમજાતું નથી. એટલે એને એમ છે કે જીવ અને કર્મ સેળભેળ થઈ ગયાં છે, એકમેકરૂપ થઈ ગયા છે, એકરૂપ થઈ ગયા છે. તદાકાર થઈ ગયા છે. પણ આવું નથી ભાઈ ! આખું જૈન દર્શન એ અધિષ્ઠાન ઉપર ઊભું છે કે આ વિશ્વની વ્યવસ્થા સ્વયં છે. એની મેળે આખું વિશ્વ સ્વયં સંચાલિત છે. એનું કોઈ નિયંત્રણ કરનાર, નિયામક, કે ઈશ્વર કોઈ છે જ નહીં. એટલે પહેલાં તો ઈશ્વરનો છેદ ઉડાડ્યો. કૃપાળુદેવે છે પદનાં પત્રમાં આ કર્મના કર્તાપણાનું ત્રીજું પદ બહુ સુક્ષ્મ રીતે સમજાવ્યું.
‘આતમાં કર્તા છે. સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે. કંઈને કંઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયા સંપન્ન છે માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ (ત્રણ પ્રકારે) શ્રી જિને વિવેચ્યું છે. પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે - પરમાર્થથી - પોતાના સ્વભાવના પરિણમનના કારણે, કારણ કે જીવ જડ નથી. જીવની પર્યાય કોઈ કાળે જડ થાય નહીં.
HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 188 EF