________________
‘માટે જીવ કોઈ રીતે કર્મનો કર્તા થઈ શકતો નથી, અને મોક્ષનો ઉપાય કરવાનો કોઈ હેતુ. જણાતો નથી; કાં જીવને કર્મનું કર્તાપણું નથી, અને જો કર્તાપણું હોય તો કોઈ રીતે તે તેનો સ્વભાવ મટવા યોગ્ય નથી.”
શિષ્યના મગજમાં એક વાત બરાબર બેસી ગઈ છે, જે સગુરુએ મોક્ષના ઉપાયની વાત કરી છે તે. તેને થાય છે કે મોક્ષના ઉપાય વગર બધું નકામું છે. સાહેબ ! તમે જે વાત કરો છો, મોક્ષના ઉપાયની, આનો કોઈ અર્થ, આનો કોઈ હેતુ નથી. આ ધર્મ, આ મોક્ષ, એના ઉપાય. એક વાર જો આ વાત માની લઈએ પછી તો ખલાસ. એટલે શિષ્યને હજી સુધી માનવું નથી. આ જે કાંઈ સુખ-દુઃખ છે તે કર્મને કારણે છે એમાં આત્મા કાંઈ કરતો નથી. ‘આત્મા છે' એવું નક્કી થઈ જાય તો પછી મોક્ષની બાબતમાં તમે અમને ઘણું કહેવાનાં છો. ‘માટે મોક્ષના ઉપાયનો કોઈ ન હેતુ જણાય.” તમારો ઉપાય તો એ કરવો એમ છે ને, પણ આત્મા બંધ નથી કરતો પછી મોક્ષ કોનો કરવો ? જો આત્મા બંધ કરે છે, એમ હું માનું, એવી મારી શ્રદ્ધા થાય તો મોક્ષના ઉપાય મારે કરવા પડે ને ? એટલે એણે કારણ આપ્યા, કે આ તો કર્મ, કર્મની રીતે કર્મ કર્યા કરે છે, અથવા પ્રકૃતિ કર્મનો બંધ કરે, અને કાં તો ભગવાન કર્મો કરાવે. જીવ ક્યાં કર્મ કરવાનો હતો ? જીવ તો સદા અસંગ છે. કાં તો ઈશ્વર પ્રેરણા કર્યા કરે. અને ઈશ્વર પ્રેરણા કરે તો એ કર્મ કાંઈ જીવને ભોગવવું પડે ? જીવ તો અસંગ છે. માટે મોક્ષ ઉપાયનો કોઈ ન હેતુ જણાય.” “કર્મ તણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય.” શિષ્ય તો સ્પષ્ટ પ્રશ્ન ગુરુ સમક્ષ મૂક્યો છે કે કર્મનું કર્તાપણું કાં તો છે જ નહિ આત્મામાં, અને આત્મામાં જો કર્તાપણું હોય તો જાય નહિ. આ શિષ્યનો પ્રશ્ન છે. એની પ્રાર્થના નથી. “હે પ્રભુ ! આ મારું કર્મનું કર્તાપણું કેમ જાતું નથી ? કેમ જાતું નથી ?’ એમ આ પ્રાર્થના નથી. આ તો પ્રશ્ન કરે છે. અને કહે છે કે, “હે સદ્દગુરુદેવ ! આ જીવને કર્મનું કર્તાપણું નથી – “કાં નહીં. કાં તો છે જ નહિ. અને જો તમે કહેતા હો કે કર્મનું કર્તાપણું છે તો કોઈ દિવસ જાય નહિ? આ તો પડકારરૂપ વાત છે. શિષ્ય કહે છે કે, “કર્તાપણું છે જ નહીં. અને હોય તો ત્રણ કાળમાં કોઈ દિ જાય નહિ.” એણે તો સિદ્ધાંત મુક્યો છે. કેમ કે જીવની અંદર જો કર્તાપણું હોય તો એનો સ્વભાવ છે. અને સ્વભાવ કોઈ દિવસ જાય નહીં. જીવનો સ્વભાવ ત્રણકાળમાં કોઈ દિવસ ટળે નહીં. તમે જે આત્માનું સ્વરૂપ કીધું તે, નિત્ય કીધું, હવે આત્માની શક્તિ, આત્માના ગુણો તમે કહ્યું દરેક અવસ્થામાં સર્વ કાળે છે. તો હવે જો એનું કર્તાપણું હોય તો એ કર્તાપણું નિત્ય કે અનિત્ય ? આ શિષ્ય બે પદ બરાબર સમજ્યો છે. અને આ બે પદને જ પોતાના ત્રીજા પદની શંકાનો આધાર બનાવે છે. કે કાં તો કર્મનું કર્તાપણું નથી એમ કહો. અને હોય તો કોઈ દિવસ જાય નહિ.
‘આત્મસિદ્ધિના પ્રશ્નોથી જૈન સિદ્ધાંતના જે ભેદ છે, એનું જે રહસ્ય છે એ બહુ સરસ રીતે ખુલ્લું થાય છે. સામાન્ય રીતે જીવને કર્મના કર્તાપણાની અંદર એટલી બધી ભ્રાંતિ છે, એટલી બધી ગેરસમજણ છે, અણસમજણ છે, અને ક્યાંક તો તદ્દન સમજણનો અભાવ છે, અને ક્યાંક તો વિપરીત સમજણ છે. આ જીવ કર્મનો કર્તા કેવી રીતે ? ‘આત્મસિદ્ધિ’માં તો કૃપાળુદેવે પદ કીધું છે કે જીવ કર્મનો કર્યા છે. આ કર્તાપણું કેવી રીતે ? શિષ્ય વિકલ્પો આપ્યા છે.
HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 187 E