________________
‘જીવ કર્મનો કર્તા નથી, કર્મનો કર્તા કર્મ છે. અથવા અનાયાસે તે થયાં કરે છે. એમ નહીં, ને જીવ જ તેનો કર્તા છે એમ કહો તો પછી તે જીવનો ધર્મ જ છે, અર્થાત્ ધર્મ હોવાથી ક્યારેય નિવૃત્ત ન થાય.”
હવે શિષ્ય ત્રીજા પદની આશંકા મુકી છે. બહુ જ મહત્ત્વનું પદ છે ત્રીજું અને ચોથું. આ જીવના સંસાર પરિભ્રમણને માટે કોઈ જવાબદાર હોય તો તે આત્માની ત્રીજા પદની અવસ્થા અને ચોથા પદની અવસ્થા. બાકી “આત્મા છે', 'નિત્ય છે”, “મોક્ષ છે. એ વાત તો સિદ્ધાંતની દૃષ્ટિએ, નિશ્ચય નયની દૃષ્ટિએ સ્વયં સિદ્ધ છે. પણ એની રખડપટ્ટી શું કામ ? એને બંધ ક્યાંથી ? પરિભ્રમણ ક્યાંથી ? એમાં ત્રીજું પદ બહુ સમજવા જેવું છે. શિષ્ય કહે છે કે, ‘આ જીવ છે તે કર્મનો કર્તા નથી. તમે જે જીવના લક્ષણ બતાવ્યા તેનાથી આ જીવ કર્મનો કર્તા બની શકે નહીં. કર્મ જ કર્તા કર્મ.” આ કર્મ છે તે જ પોતે કર્મને કર્યા કરે છે. અથવા તો “સહજ સ્વભાવ.” એ પુદ્ગલનો સ્વભાવ જ એવો છે કે સ્વય, અનાયાસે, પોતાની રીતે, કોઈના પણ નિમિત્તની અપેક્ષા વિના કર્મ થયા કરે છે. સહજ સ્વભાવથી થયા કરે છે. અને પ્રભુ ! જો તમે એમ ન માનતા હો કે કર્મ જ કર્મ કર્યા કરે છે, અથવા સહજ સ્વભાવથી પણ કર્મ થતાં નથી અને જીવ જો કર્મનો કર્તા છે એવી તમારી પ્રરૂપણા હોય તો એનો મતલબ એ થયો કે કર્મ જીવનો ધર્મ છે. અને જો ધર્મ હોય તો પછી ક્યારેય જીવથી છૂટી શકે નહીં. તો પછી કર્મ તો રહે જ. કારણ કે એ તો જીવનો ધર્મ થઈ ગયો.”
આત્મા સદા અસંગને, કરે પ્રકૃતિ બંધ;
અથવા ઈશ્વએરણા, તેથી જીવ અબંધ. (૭૨) ‘અથવા એમ નહીં, તો આત્મા સદા અસંગ છે, અને સત્ત્વાદિ ગુણવાળી પ્રકૃતિ કર્મનો બંધ કરે છે; તેમ નહીં તો જીવને કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે, તેથી ઈશ્વરેચ્છા રૂપ હોવાથી જીવ તે કર્મથી ‘અબંધ છે.’
શિષ્ય કહે છે કે આત્માનું સ્વરૂપ જે તમે સમજાવ્યું - ‘આ તો અસંગ છે’ ‘કરે પ્રકૃતિ બંધ'. આ બંધ તો પ્રકૃતિ કરે છે. સત્ત્વ, તમસ, રજસ આ પ્રકૃતિ. આત્માના અનંતગુણ છે. એમાંના કેટલાંક ગુણ જ આ કર્મનો બંધ કર્યા કરતા હોય છે. એણે આ તર્ક લગાવ્યો છે. કે આત્માનો પ્રગટ જ્ઞાન ગુણ છે તે નહીં પણ બીજી જે પ્રકૃતિ છે ને તે જ કર્મનો બંધ કર્યા કરે છે. કેમ કે જીવમાં વિભાવથી અનેક પ્રકૃતિઓ છે. આપણે કહીએ કે સર્પની પ્રકૃતિ ક્રોધની છે. કોઈની પ્રકૃતિ લોભની છે. આ પ્રકૃતિ એ દ્રવ્ય કર્મનું સ્વરૂપ છે. આ પ્રકૃતિ એ કર્મ કર્યા કરે છે. અને કાં તો ઈશ્વર કર્મ કરાવ્યા કરે છે. ઈશ્વરની મરજી વિના પાંદડું હલતું નથી. માટે આ ઈશ્વર જો કર્મ કરાવે અને જીવકર્મ કર્યા કરે તો જીવને બંધ શું કામ પડે ? માટે જીવ અબંધ છે.
માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય; કર્મ તણું કર્તાપણું, કાં નહિ; કાં નહિ જાય. (૭૩)
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 186