________________
પ્રવચન ૧૦
ત્રીજું પદ ઃ આશંકા-સમાધાન
u (ગાથા ૭૧થી ૭૮) .
સદ્દગુરુએ શિષ્યની જિજ્ઞાસાને અનુરૂપ છ પદની સ્થાપના કરી. અને શિષ્યની શંકા સાથે તેનું સમાધાન બતાવ્યું. શિષ્યને આત્મા સમજાઈ ગયો, એની નિત્યતામાં શિષ્ય અટવાઈ ગયો. સદ્દગુરુએ એનું સમાધાન આપ્યું કે ભાઈ ! આ દેહ તો રૂપી, જડ, દશ્ય, પરમાણુનો સંયોગ છે. એવો દેહ તે ચેતનની ઉત્પત્તિ કે લયને સમજી ન શકે. ચેતનના ઉત્પત્તિ અને લયનો અનુભવ કરનાર છે કોણ ? આવો અનુભવ કરનાર તે પદાર્થથી ભિન્ન ન હોય તો તેને ક્યારેય અનુભવ થાય નહીં. જે જે સંયોગો દેખાય છે તે તે આપણે અનુભવી શકીએ છીએ. એવો કોઈ સંયોગ દૃષ્ટિગોચર થતો નથી કે જે સંયોગથી ચેતનની ઉત્પત્તિ સંભવિત થાય. સંયોગોથી જેની ઉત્પત્તિ ન હોય એનો વિનાશ પણ કોઈ કાળમાં હોય નહીં. ક્રોધાદિક પ્રકૃતિ જે જીવમાં જોવા મળે છે તે પૂર્વ સંસ્કારિત છે. આ ભવમાં અભ્યાસ ન હોવા છતાં તે પ્રકૃતિ દૃષ્ટિગોચર થાય છે. અનુભવ થાય છે. તો જરૂર આ પૂનર્જન્મ જીવની નિત્યતાને સિદ્ધ કરે છે. સમયે સમયે ગુણોના પરિણમનને કારણે દ્રવ્યની અવસ્થા બદલાય છે. પણ બધી જ બદલાતી અવસ્થાઓમાં, બધી જ બદલાતી પર્યાયોમાં આ દ્રવ્ય એવો જે આત્મા છે તે નિત્ય જ છે. કારણ કે અનુભવ કરનાર તે સતત છે. બધી જ અવસ્થાનો અનુભવ કરનાર તે એક અને અખંડરૂપે છે. વસ્તુ જો ક્ષણિક હોય એમ તારું માનવું હોય તો, એ ક્ષણિક અનુભવ કરનાર કહેવા પાછો ક્યાંથી આવ્યો ? અનુભવ કરનાર એક અને કહેનાર બીજો એવું પણ બની શકે નહીં. અને એનો એ હોય અને ક્ષણિક હોય તો પણ બની શકે નહીં. અને તને જો લાગે કે ક્ષણિક છે તો છેલ્લો પ્રશ્ન તું વિચારજે કે આ આત્મા જો ક્ષણિક હોય, નાશવંત હોય, નિત્ય ન હોય તો એ નાશ પામીને તેમાં ભળે એ કહેજે.
આ-આત્મસિદ્ધિનો શિષ્ય, એને સદ્દગુરુએ “આત્મા છે અને તે નિત્ય છે” એ બે પદની સ્થાપના કરી સમાધાન આપ્યું એટલે શિષ્ય એ માન્ય કરી લીધું. અને પછી આગળની આશંકા પૂછી –
કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ. (૭૧)
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 185 GિE