________________
જીવ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે તો પણ જડ નથી. કુટસ્થ નથી. વેદાંતની કલ્પનાથી અહીં ભિન્નતા પડે છે. જીવમાં કાળ દ્રવ્ય પ્રમાણે સમયે સમયે એની પરિણતિ છે. અને દ્રવ્ય પર્યાય વિનાનું હોય નહીં. તો સિદ્ધપદમાં એ જીવની પર્યાય કઈ ? સ્વભાવની પરિણતિ અને તે જે શુદ્ધ દ્રવ્યની શુદ્ધ પર્યાય છે, એટલે જ જીવ અનંત અવ્યાબાધ સુખનો સ્વામી છે. તો એ સ્થિતિમાં પણ એનું કર્તાપણું ચાલુ જ છે. પણ સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે. અનુપચરિત - અનુભવમાં આવવા યોગ્ય - એવો વિશેષ સંબંધ શક્તિ-વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે.” અનુભવમાં આવે એવા સંબંધથી. એવા વ્યવહારથી આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. આ રાગ-દ્વેષ – આ બધાં કષાય ભાવ એ બધા દ્રવ્યકર્મ છે. ‘ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે.” આત્મા ત્રિવિધ કર્યા છે. અને એ કર્તાપણું કોણે વિવેચ્યું છે ? શ્રી જિને. અને આવું ત્રિવિધ કર્તાપણું આપણને અન્ય મતની અંદર, અન્ય ગ્રંથની અંદર, કે અન્ય સંપ્રદાયમાંથી જાણવા-સાંભળવા મળતું નથી. અને આ કૃપાળુદેવ કહે છે કે આ કર્તાપણું કર્મનું એ બંધની વ્યવસ્થા છે. તો બંધ-મોક્ષની વ્યવસ્થા જે દર્શનમાં પૂર્ણપણે કહેવામાં આવી હોય તે દર્શન જીવને મુક્તપણાનું કારણ છે. અને આવી વ્યવસ્થાને યથાર્થપણે કહેનાર જો કોઈ હોય તો તે શ્રી તીર્થકર છે. તે તીર્થકરના આશયને, આ ક્ષેત્રે, આ કાળે, જો કોઈ કહી શકે એમ હોય તો તે અમે છીએ.” માટે આ કાળમાં પરમાર્થ માર્ગની આવી અદ્દભૂત રહસ્યભૂત વાતો બહુ જ સરળ શૈલીમાં પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ કહી છે. કારણ કે
ઓગણીસસેં ને સુડતાળીસે, સમક્તિ શુદ્ધ પ્રકાણ્યું રે;
શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય.” આ ભગવાનના જીવનમાં અભુત ઘટના ઘટી ગઈ છે. એને જે જ્ઞાન થયું તે એટલું ઉત્કૃષ્ટ પ્રકારનું જ્ઞાન થયું, માત્ર જાતિસ્મરણ નહીં, ભૂતભવ અનુભવગમ્ય થાય એવું જાતિસ્મરણ જ્ઞાન થયું છે. એમનો ભૂતભવ - એટલે ભગવાન મહાવીરના પોતે શિષ્ય હતા. ગૌતમ આદિ મુનિઓની સાથે, ઈડરના પહાડ વગેરે સ્થળે વિચરતા હતા. અઢી હજાર વર્ષનો ફાસલો તુટી ગયો. અને વચ્ચેના ગાળામાં અનંત દેહ ધારણ કર્યા હશે કે જે કંઈ જન્મો ધારણ કર્યા હશે તે બધું જ નીકળી ગયું. સીધું રાજચંદ્ર અને તેના પહેલાં મહાવીર, એટલે એમણે લખ્યું એક પત્રમાં(૩૧૩) ‘સમયે સમયે અનંતગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે. જે દશા ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. અને કળી શકે તેવાનો પ્રસંગ નથી.” “સહજ સ્મરણમાં પૂર્ણ વીતરાગ જેવો બોધ તે અમને સહેજે સાંભરી આવે છે. પૂર્ણ વિતરાગનો બોધ. મહાવીરનો બોધ યથાતથ્ય. અને મહાવીરે તથા અનંતાજ્ઞાની પુરુષોએ, જીવની, આ છ પદની અવસ્થા આ સમ્યક્દર્શનનું તાત્ત્વિક સ્વરૂપ, અને એ તાત્વિક સ્વરૂપનું એક પદ, ‘આ જીવ કર્મનો કર્તા છે.” ત્રણે પ્રકારે કર્યા છે. પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજસ્વરૂપનો કર્યા છે, અનુપચરિત વ્યવહારથી દ્રવ્ય કર્મનો કર્તા છે, ઉપચારથી ઘર-નગર આદિનો કર્યા છે. આવું શ્રી જિનેશ્વરે કહ્યું છે. આજે જીવ કર્મનો કર્તા પણ માનવા તૈયાર નથી. પોતાના રાગ-દ્વેષનો કર્તા પણ માનવા તૈયાર નથી. તો ઘર અને નગર આદિનો કર્તા - એ વાત ક્યાંથી માનશે ? અને જે જિનેશ્વરે કહ્યું છે તે આ ભગવાન સમજાવે છે. કે કર્મ શું ? તો - આત્માના સ્વભાવને જે આવરણ કરે તે કર્મ. કારણ કે આ તો જૈન પરિભાષા છે. સમજવી પડશે.
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 189
=