________________
પ્રાપ્ત થાય છે. અને ચેતન અને જડ, એક ક્ષેત્રે, અવગાઢતા પામે છે. જૈનદર્શને કર્મબંધની સ્થિતિ અત્યંતપણે સ્પષ્ટ કરી છે. ‘રાગ-દ્વેષ સહિત ૫૨માં પિરણમવું એ ભાવકર્મ છે.’ અને આ તારી કલ્પના છે. કોઈ ૫૨ (અન્ય) તારું નથી અને તું કોઈનો નથી. આ વાસ્તવિકતા છે.
હું પર તો નહીં, પર ન મારા, જ્ઞાન કેવળ એક હું, જે એમ ધ્યાવે, ધ્યાન કાળ, જીવ તે શાતા બને.'
આ સમ્યક્ત્વની ભાવના રોજ ભાવ પ્રતિક્રમણમાં લેવાની. એક પણ પરમાણુ મારું નથી. જગતની અંદર પુદ્ગલ પરમાણુ અજીવ તત્ત્વ છે, જડ છે, ચેતન પરમશુદ્ધ છે. જ્ઞાનદર્શન એના ગુણ છે. રંગ, રસ, રૂપ, વર્ણ જડના ગુણ છે. આ બન્નેના ગુણને ક્યાંય સામ્યતા નથી. એકરૂપતા ક્યારેય બની શકે એમ નથી. એકરૂપતા નથી થતી એટલે બંધનો સંબંધ આવ્યો છે અને બંધ છે એ અવરોધ છે. અંતરાય છે. જીવના પોતાના ગુણોના પ્રકાશમાં બંધ એ અંતરાય છે. જીવના ગુણો અવરાઈ જાય છે. આત્માને પોતાના નિજાનંદનો, સત્સુખનો વિયોગ થઈ જાય છે. એટલે પોતાના જે સુખ અને આનંદ છે એનો ભોગવટો કરી શકતો નથી. અને અજ્ઞાનભાવે, ૫૨૫દાર્થ સાથે, ભ્રાંતિના કારણે, રાગદ્વેષના કારણે, મોહભાવના કારણે, એકરૂપતા કરી બેસે છે અને પછી એ કર્મ પુદ્ગલ એની માયા રચે છે, એવા સંજોગો આપે છે, એવી રચના આપે છે અને આ જીવ એમાંને એમાં દુઃખી થતો-થતો એનો અનંત સંસાર વધાર્યાં કરે છે. કારણ કે જેવા પ્રતિકૂળ સંજોગો આવે એટલે એના પ્રત્યે પાછો દ્વેષ કરે. અનુકૂળ સંજોગો આવે તો રાગ કરે. આ રાગ-દ્વેષનું ચક્કર ક્યારેય બંધ થતું નથી.
જ્ઞાની કહે છે કે એક સમય તો એવો રાખ કે કર્મનો ઉદય ગમે તેવો આવે, સમભાવે બેસી જા, કે જેથી હવે નવાં કર્મ બંધાવાની પ્રક્રિયા તૂટે તો આ ચક્ર બંધ થઈ જાય ! જે ચક્કર ચાલે છે એની ગતિને રોકી કે, જીવ જો સામાયિક કે પ્રતિક્રમણમાં, સર્વ સાવધ વેપારનો ત્યાગ કરીને બેસી જાય તો, આજે અનંતકાલનું ચક્ર ચાલે છે તે રોકાઈ જાય. થંભી જાય. એમાં જો ભાવની ઉત્કૃષ્ટતા આવી તો ચક્કર ઊંધું ચાલે. એટલે કે છૂટવાના તરફ જાય. ઓલો બંધાવા તરફ જતો હતો. હવે છૂટવા તરફ જાય. એટલે અહીં કહે છે ભાવકર્મ એ તો જીવનો વ્યાપાર છે. જડનો નહીં અને જીવ વીર્યની સ્ફૂરણા ગ્રહણ કરે જડધૂપ.’ જીવ ભાવ ખોટાં કરે છે. આ એનો વેપાર છે. હંમેશાં ક્ષણ-પ્રતિક્ષણ ભાવ કરવાં એ જ એનો વેપાર છે. એ ખોટાં ભાવ કરે છે. એનાથી એની અંદર રહેલી અનંત શક્તિ, આત્માનું વીર્ય, એની ચાલક શક્તિ, જે પ્રત્યેક જીવમાં ક્રિયા શક્તિ છે, એને સ્વયં પોતાની અંદર એક Automation છે, ગતિશીલતાની શક્તિ છે, પ્રત્યેક પદાર્થ અક્રિયા સંપન્ન છે એવી શક્તિ સ્કુરાયમાન થાય છે અને આ ખોટા વિભાવભાવનું નિમિત્ત લઈને આ શક્તિ, આ વીર્ય, પરપદાર્થ પ્રત્યે જઈને પુદ્ગલ વર્ગણાઓને ગ્રહણ કરે છે. એ ગ્રહણ કરેલી કર્મવર્ગા, પોતાની રીતે પરિમિત થઈને કર્મનાં રૂપમાં ફેરવાઈ જાય છે. એટલે કર્મ પોતાના સ્વભાવથી થશે. પણ એને ચોંટાડનાર કોણ ? એ કર્મ કાં જડને ન લાગ્યા ? સિદ્ધ પરમાત્માને ન લાગ્યા ? અહીં જીવનું ભાવકર્મ એ નિમિત્ત છે.
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર 207