________________
જોઈએ ને ? કોર્ટની વ્યવસ્થા થાય, પોલીસની વ્યવસ્થા થાય, ન્યાયાધીશની વ્યવસ્થા જોઈએ. ત્યારે ન્યાય મળે ને ? તો આ જગતના જીવોને કર્મનો ભોગવટો કરવા માટે આ વ્યવસ્થા કરનાર કોણ ? એને ભોગવવાનાં
સ્થાન કોણ બનાવે ? એને માટે કોઈ જગતનો કર્તા, નિયંતા તો જોઈએ. તો જગતના જીવોને એના શુભાશુભ કર્મનું ફળ પ્રાપ્ત થાય. જીવ દેવગતિમાં જાય, નારકીમાં જાય, તિર્યંચમાં જાય, સ્વર્ગના સુખ ભોગવે, સૂર્ય, ચંદ્ર, તારા, જ્યોતિષ, અનુત્તર વિમાન, દેવવિમાન, આ બધામાં જાય, એવા પ્રકારના સંયોગો ઊભા થાય કે જીવ દુઃખ ભોગવે, સુખ ભોગવે, પણ આ બનાવે કોણ ? આની રચના કોણ કરે ? એટલે કહ્યું કે જગતની રચના ઈશ્વર કરે છે. નહીં તો પછી “જગત નિયમ નહીં હોય. આ ઈશ્વર સિદ્ધ થાય એમ છે નહીં અને ઈશ્વરસિદ્ધ ન થાય તો; આ જગતની કોઈક વ્યવસ્થા, જગતનો કોઈ નિયમ, એનું સંચાલન, એનો કોઈ વહિવટ, આ સંભવિત નથી. તો પછી શુભાશુભ કર્મનો ભોગ્યસ્થાન ક્યાં છે – તે કહો.
એવાં સ્થાનકોની વ્યવસ્થા શી રીતે થાય ? કેવો સુક્ષ્મ અને સરસ પ્રશ્ન છે, કે હું જે કાંઈ કર્મ કરું તેનું ફળ મને કેવી રીતે મળે ? અને મને જ મળે, બીજાને ન મળે ? કોઈના કર્મનું ફળ મળે ન મળે. આ સૃષ્ટિનાં વિધાનમાં, આ કર્મના સિદ્ધાંતમાં, આ કુદરતના કાનુનમાં, અનંતકાળથી આ વહીવટી તંત્ર ચાલે છે. આમાં ક્યાંય કોઈને અન્યાય થયો હોય એવું જાણ્યું નથી. કોઈને ખોટી તકલીફ આવતી નથી. અને જે જીવને લાગ્યું કે મને ખોટું દુઃખ પડે છે. એ જ્ઞાની પાસે ગયો, ત્યારે જ્ઞાનીએ કહ્યું કે, ભાઈ ! આ જન્મમાં નહીં પણ આટલા જન્મપૂર્વે, તેં આ જીવ સાથે જે અશુભ ભાવ કર્યો હતો તે ભાવથી બંધાયેલાં, તેં ગ્રહણ કરેલાં, કાર્મણ વર્ગણાના પુગલો કર્મના બંધરૂપે પરિણમી, એની કાળ સ્થિતિ પરિપક્વ થતાં, વિપાક પણાને પામીને ઉદયમાં આવ્યા છે એનું ફળ તું અત્યારે ભોગવે છે. એક પણ કર્મ છટકી શકતું નથી. અને જીવ પણ એકે કર્મના પરિણામથી છટકી શકતો નથી. હવે સદ્ગુરુ સમાધાન આપે છે.
ભાવ કર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ;
જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જડ ધૂપ. (૮૨) ‘ભાવકર્મ જીવને પોતાની ભ્રાંતિ છે, માટે ચેતનરૂપ છે, અને તે ભ્રાંતિને અનુયાયી થઈ જીવવીર્ય ફરાયમાન થાય છે, તેથી જડ એવા દ્રવ્યકર્મની વર્ગણા તે ગ્રહણ કરે છે.”
હે શિષ્ય ! ભાવ કર્મ છે એનાથી દ્રવ્યકર્મ બંધાય છે. દ્રવ્યકર્મએ તો દશ્યપદાર્થનું, કર્મના પુદ્ગલનું રૂપી સ્વરૂપ છે. તો એ કર્મ બંધાતા પહેલાં એક ભાવ કર્મ નિર્માણ થાય છે. અને આ ભાવ કર્મ છે એ જીવનો સ્વભાવ છે. ભાવ કર્મ છે એ ભ્રાંતિના કારણે છે. અને ભ્રાંતિ છે એ જીવની પોતાની છે. બીજાની નથી. અજ્ઞાન પરિણામ જીવનું છે. મોહ પરિણામ જીવનું છે. એટલે પહેલાં ભાવ કર્મ બંધાયું. અને ભાવ કર્મના આધારે, આ કાર્મણ પુદ્ગલ પરમાણુઓ, દ્રવ્યકર્મના રૂપમાં બંધાયા અને આત્માની સાથે બદ્ધ અવસ્થાને પામ્યા. એક જ ક્ષેત્રે, આત્માના પ્રદેશ અને કર્મના અણુઓ એકપણાને પામ્યા. જેથી આત્માની શક્તિ ઉપર આવરણ આવી ગયું. વિભાવ પરિણામ એ જીવનું અજ્ઞાન છે. ભ્રાંતિ છે. ભાવકર્મનું નિમિત્ત પામીને દ્રવ્યકર્મ પરિણમે છે. આત્મા ભાવકર્મ કરે છે. ત્યારે ત્યાં રહેલા પુદ્ગલ પરમાણુઓ કર્મભાવને
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 206
=