________________
પણ પ્રકારે કર્મનો આકાર છે ! સંસારમાં આવા પ્રકારનું સંજોગોનું ચિત્ર-વિચિત્રપણું છે. પરમકૃપાળુદેવે ૨૫૪ના આંકના પ્રારંભમાં કહ્યું છે, ‘કર્મ અનંત પ્રકારનાં છે અને તે અનંતપ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે. તેથી જીવનમાં પણ અનેક દોષ ભાસે છે. જીવની અંદર અનેક દોષ છે. એનું કારણ કર્મ અનંત પ્રકારનાં છે. કર્મથી મુક્ત થવા માટે, આ દોષથી મુક્ત થવા માટે, ભગવાને આપણને રોજનો એક ઉપક્રમ આપ્યો, વિચારવાનો
હે પ્રભુ! હે પ્રભુ! શું કહું ? દીનાનાથ, દયાળ !
હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. હે પ્રભુ ! તારા બોધને પામ્યા પછી તારા માર્ગની ઓળખાણ થયા પછી, તારા સ્વરૂપની ઓળખાણ થયા પછી, આ વિતરાગ દેવ ! આ નિગ્રંથગુરૂ અને એનો માર્ગ જે ધર્મ છે, એ ધર્મનું મને ઓળખાણ થયા પછી હવે મને લાગે છે કે હું અનંત દોષનું ભાજન છું. ભાજન એટલે સાધન – જેમાં બધાંજ દોષ શમાઈ શકે એવો હું છું. જગતમાં કોઈ દોષને રહેવા માટે ક્યાંય સ્થાન ન મળતું હોય તો એ દોષ મારામાં રહી શકે એવો હું છું. કેવો ?
અધમાધમ, અધિકો પતિત, સકલ જગતમાં હુંય;
એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું ય ?’ એટલા-એટલા દોષનું વર્ણન કરીને છેલ્લે કહે છે કે, હે ગુરદેવ ! કેટલા દોષ વર્ણવવા ? નિશ્ચય કરી લે કે “અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હું ય–' કઈ અપેક્ષાએ ? દેહની અપેક્ષાએ. કર્મની અપેક્ષાએ. બાકી તો શુદ્ધ ચૈતન્ય હું. પણ જ્યાં સુધી આ અજ્ઞાન છે, જ્યાં સુધી આ વિભાવ છે, જ્યાં સુધી આ મોહ પરિણામ છે, જ્યાં સુધી આ સગુરુનો બોધ પરિણમ્યો નથી, ત્યાં સુધી હું જગતમાં અધમાધમ છું. કારણ કે જીવનમાં ક્યારે ક્યો દોષ પ્રવેશી જશે એ ખબર નથી. કારણ કે આત્મસ્વરૂપની જાગૃતિ નથી, ભાન નથી.
માનતુંગરિજીએ અરિહંત ભગવાનની સ્તવના કરતાં-કરતાં કહ્યું છે કે, “હે ભગવાન ! તને અમે સ્વપ્નમાં પણ દોષ સાથે જોયા નથી. “દોષો અહીં-તહીં ફરે દોષો તારી આજુબાજુ ફર્યા કરે છે. પણ તારામાં પ્રવેશ પામતા નથી. જેમ સિદ્ધની આજુબાજુ પણ કાર્મણ-વર્ગણા તો હોય જ ને ? અરે ! તું નિર્દોષ જ છો. પણ સ્વપ્નમાં પણ તારામાં દોષ સંભવી શકે એવી તારી સ્થિતિ નથી. જ્ઞાની પુરુષોએ પરમાત્માના આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું ઓળખાવ્યું છે ? આ જીવને નિશ્ચય થવો જોઈએ, કે જ્યાં સુધી હું ભ્રાંતિમાં છું ત્યાં સુધી હું દોષનું ભાજન છું. ગમે ત્યારે, ગમે તે દોષ મારા જીવનમાં પ્રવેશી શકે છે અને આવો દોષ ક્યારે પ્રગટ થશે એ પણ આપણે કહી ન શકીએ. જો જાગૃતિ ન હોય અને પૂર્વનું કોઈ કર્મ ઉદયમાં આવે અને તદ્રુપ ભાવથી જોડાઈ ગયાં હોઈએ તો આ જીવ દોષની પરંપરામાં પાછો લાગી પડે. કેટલો સંયમ આચારનાર એવા મહાન-મહાન આચાર્યોએ, આવા તપસ્વી મુનિવરો, સાધકો, જ્યાં-જ્યાં ઉપયોગ ચૂકી ગયા ત્યાં દોષની અંદર જોડાઈ ગયા. દોષ જુદા જુદા રૂપની અંદર આવે છે. કેવું એનું સૂક્ષ્મ સ્વરૂપ હોય છે. સ્થૂલીભદ્ર આચાર્ય કોશાના વેશ્યાગૃહની અંદર ચાર્તુમાસ કરીને પાછા આવ્યાં. અણીશુદ્ધ રહીને આવ્યાં.
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 211 TE