________________
પુણ્યકર્મ બંને કરીએ છીએ. પુણ્યકર્મ ઈશ્વર કરાવે છે એમ કહીએ તો તો સારું. હે ભાઈ ! ઈશ્વરની કૃપાથી આ ધર્મ થાય છે. ભગવાને મને સુજાણ્યું એટલે મેં દાન દીધું. કોઈને મદદ કરી. પણ શું કોઈને લૂંટી લઈએ તોપણ ભગવાને સુજાડ્યું એમ કહેવાય ? આપણે તો ભગવાનને દોષ દેવાનું શરૂ કર્યું. ભગવાન ! સંપૂર્ણ જ્ઞાન પ્રગટે તે ભગવાન ! આત્માનું ઐશ્વર્ય જેને પ્રાપ્ત થયું છે તે ઈશ્વર ! અને આવો ઉંચર જગતના જ્વોને શુભ-અશુભ કર્મનો કરાવનાર કહેવાય ? કર્મની પ્રેરણા કરવાવાળો ઈશ્વર થાય ? તો તો ભગવાન ઉપર કેટલો બધો દોષ આવે ? જો આપણા આ બધા અવળચંડાઈના દોષ ભગવાનના કા૨ણે છે એમ કહેવામાં આવે તો ભગવાન હીનમાં હીન થાય. તો તો ભગવાન વિશ્વનું ઉત્કૃષ્ટ તત્ત્વ છે તે નિકૃષ્ટ ગણાય. માટે ઈશ્વર કર્મ કરાવે છે એ વાત બરાબર નથી. ઈશ્વર જો કર્મનો કરાવનાર, કે વળગાડનાર હોય તો જીવ નામનો વચ્ચે કોઈ પદાર્થ ન રહ્યો. કર્મ છે અને વળગાડનાર ઈશ્વર છે. તો પછી મેં કાંઈ કર્યું નથી. કેમ કે પ્રેરણાદિ ધર્મે કરી, તેનું અસ્તિત્વ સમજાતું હતું તે પ્રેરણાદિ ઈશ્વરકૃત કર્યા અને ઈશ્વરના ગુણ ઠર્યાં. તો જીવને તો કાંઈ કરવાનું છે જ નહીં. કારણ કે શંકા એમ છે કે ઈશ્વરની પ્રેરણાથી જ આ બધાં કર્મ થાય છે,
કૃપાળુદેવ કહે છે કે, ભાઈ ! આવી ભૂલ કર મા. ઈશ્વરને આમાં ક્યાંય વચ્ચે જોડ નહીં. ઈશ્વર તો શુદ્ધ સ્વભાવ છે. ઈશ્વર જો આવું કરે તો સામાન્ય મનુષ્ય ધર્મ કરીને ઈશ્વર થાય કે શેતાન થાય ? એ ભગવાન થાય. તો ભગવાન થઈને પછી એ જગતના જીવોને પાપકર્મ કરાવે ? પોતે તો પહેલાં કર્મ કરતો જ હતો. તે કર્મ કરવાનાં બંધ કર્યાં ત્યારે તો ભગવાન થયો. તો પાછો ભગવાન થઈને બીજા જીવ પાસે કર્મ કરાવે ? ભગવાનનું આ કામ નથી. ભગવાન એ તો શુદ્ધ સ્વભાવવાળો છે. પરમેશ્વર છે એ તો શુદ્ધ ચેતના છે. એ શુદ્ધ ચેતનાની કોઈ દિવસ જડ સાથેની આવી પિરણતી હોય નહીં. અને જો ભગવાન એવું કરે તો બધા જ જીવ એમ કરવા લાગે. તો પછી ભગવાનનું વિશેષપણું ક્યાં રહ્યું ? સામાન્ય મનુષ્ય પણ જો શુભ ભાવમાં હોય તો પુણ્ય કર્મ કરે – અવળાં કામ ન કરે. તો પછી સામાન્ય મનુષ્ય ભગવાન કરતાં ઊંચો ઠરે. કારણ કે ભગવાન સદાચાર અને દૂરાચાર બંનેને પ્રેરણા કરાવનાર ઠર્યો. તો પછી સજ્જન-સંત ચડે કે ભગવાન ? તો સજ્જ ચડી જાય - કારણ કે તે ફક્ત સદાચારમાં જ વર્તે છે. તો પછી તેં આ ઈશ્વરને ક્યાં મુકી દીધો ? માટે સદ્ગુરુ આ કલ્પના મુકવા કહે છે કે, ‘કર્યાં ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ.” જીવ જ્યારે શુભ-અશુભ ભાવોથી પર ઊઠે છે અને એની શુદ્ધ ચેતના જ્યારે પ્રગટ થાય છે. ત્યારે તે ઈશ્વર કહેવાય છે. જગત આખાની અંદર જેને પૂર્ણજ્ઞાન અને સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટ્યું છે તે ઇશ્વર છે. જો ભગવાનને કર્મનો પ્રેરક ગણવામાં આવે, કર્મનો કરાવનાર ગણવામાં આવે તો ભગવાનમાં દોષ ઉત્પન્ન થાય. તો ભગવાન સર્વગુણ સંપન્ન કહેવાય નહીં. તો ભગવાન સર્વશ કહેવાય નહીં. તો ભગવાન નિરંજન કહેવાય નહીં. ભાઈ ! તું ભગવાન આ કર્મ કરાવે છે એવું માન નહીં.
પછી શિષ્યે પૂછ્યું છે કે, “જો આત્માને કર્મનો કર્તા માનીએ તો એ એનો ધર્મ થઈ જાય છે. તેનો ઉચ્છેદ થાય નહીં. આત્માનો ધર્મ હોય તે જાય નહીં. તેના સ્વભાવનો નાશ થાય નહીં.” કૃપાળુદેવે આનું વિવેચન આપ્યું છે. સર્વ પ્રમાણાંશના સ્વીકાર્યા વિના એમ ઠરે – એટલે કે જીવને કર્મનું કર્તાપણું
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર છે 195