________________
હોય તો તે જાય નહીં, એવી ભ્રાંતિ ઘણાને છે – પણ વિચારવાની હોય તે કોઈ એક પ્રમાણાંશ સ્વીકારીને બીજા પ્રમાણાંશનો નાશ ન કરે.” આ તો એકાંતિક દૃષ્ટિ છે. કોઈ એક વાત પકડી લીધી, કે જીવ જે કરે તે હંમેશને માટે કરે – તો કહે છે કે વિચારવાન જીવનું આ લક્ષણ નથી. ‘તે જીવને કર્મનું કર્તાપણું ન હોય” અથવા ‘હોય તો તે પ્રતીત થવા યોગ્ય નથી.” એ આદિ પ્રશ્ન કર્યાના ઉત્તરમાં જીવનું કમેનું કતૃત્વ જણાવ્યું છે. કર્મનું કતૃત્વ હોય તો તે ટળે જ નહીં, એમ કાંઈ સિદ્ધાંત સમજવો યોગ્ય નથી. આ જીવને જે કર્મનું કર્તાપણું કહ્યું છે, સહકારી ભાવે, એ કર્મ જીવે અજ્ઞાન ભાવથી કર્યા છે, અને અજ્ઞાન ભાવથી કર્મ ગ્રહણ કર્યા છે એટલે હવે એક સિદ્ધાંત આવ્યો.
ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ;
વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ. (૭૮) ‘આત્મા જો પોતાના શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવમાં વર્તે તો તે પોતાના તે જ સ્વભાવનો કર્યા છે, અર્થાત્ તે જ સ્વરૂપમાં પરિણમિત છે, અને તે શુદ્ધ ચૈતન્યાદિ સ્વભાવના ભાનમાં વર્તતો ન હોય ત્યારે કર્મભાવનો કર્તા છે.”
જૈન દર્શનમાં જીવની બે અવસ્થા છે, એક અજ્ઞાન અવસ્થા અને એક સજ્ઞાન અવસ્થા. અજ્ઞાન અવસ્થા છે ત્યાં સુધી આ જીવની અંદર અનેક પ્રકારની મિથ્યા કલ્પનાઓ, મિથ્યા ભ્રાંતિઓ છે. એમાં સૌથી વિશેષ એનામાં અહંપણું અને મમત્વપણું છે. એ અહંપણું તે - દેહમાં એને આત્મબુદ્ધિ છે, અને મમત્વપણું એટલે આ દેહના સંબંધમાં જે જે પદાર્થો છે - પુત્ર, મિત્ર, કલત્ર, ભાત્ર, સ્વજન, સંબંધી, કુટુંબ, પરિવાર, આ બધાં જ તથા સંગ્રહ અને પરિગ્રહ, આ બધા પ્રત્યે મમત્વબુદ્ધિ વર્તે છે કે આ બધાં મારાં છે. આ મારાં હોવાની માન્યતાના કારણે એનામાં રતિ, અરતિ, રુચી, અરુચી, ગમો-અણગમો, ઈષ્ટપણું-અનિષ્ટપણું, લાભ-અલાભ, જય-પરાજ્ય, માન-અપમાન, હાસ્ય-શોક, ભય-જુગુપ્સા, આ બધા ભાવોની પરંપરા ઉત્પન્ન થાય છે. કારણ કે પદાર્થ પ્રત્યે જોવાની દૃષ્ટિ મમત્વથી યુક્ત છે. આ મારાં છે અને જેમાં એણે મારાપણું કર્યું કે મારાપણાના બધા જ અવગુણ એનામાં આવી ગયા. એ અવગુણને લીધે પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ થાય, આસક્તિ થાય, તીવ્રતા થાય, એટલું બધું રાગનું બંધન થાય અને રાગના બંધનનાં કારણે દ્વેષની પ્રક્રિયાઓ થાય. જીવમાં આર્તધ્યાન થાય, રૌદ્રધ્યાન થાય. આ બધાનું કારણ એક જ છે કે એને પોતાના સ્વરૂપ વિશે અજ્ઞાન અવસ્થા છે. એટલે કપાળદેવે કહ્યું કે, “અનાદિ સ્વખદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાનીપુરુષોએ દેશના પ્રકાશી છે.” હવે આ ભાવ હોવાનાં કારણે એ જે જે પદાર્થના સંયોગમાં આવ્યો - (સંયોગી તો છે જ, એ સંયોગમાં આવે ત્યારે એની સાથે એકરૂપતા કરે છે, તાદસ્યતા કરે છે, તદુમય થઈ જાય છે. જે સ્થિતિ કે સંયોગ ઉત્પન્ન થાય એમાં એકરૂપ થઈ જાય છે.
શરીરમાં રોગ આવ્યો કે એમ થાય કે, “હાય ! હાય ! હું મરી ગયો.” આ શું થયું? વૃત્તિનું એકાકારપણું થઈ ગયું. દેહમાં જે રોગ થયો એની સાથે ચિત્તની જે વૃત્તિ ચેતન છે - એનું એકાકારપણું
HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 196 EE