________________
નિરાવરણ જ્ઞાન, સામર્થયુક્ત જ્ઞાન થયા પછી એ ભગવાને જીવનું સ્વરૂપ કહ્યું છે કે આ જીવ અનાદિનો કર્મ સાથે જોડાયેલો છે. આનું સ્વરૂપ સંયોગી છે. ૫રમાર્થથી એનું સ્વરૂપ અસંગી છે. પણ અનંતકાળથી આજ સુધીની સ્થિતિ તો સંયોગી છે. જીવ કર્મ સાથે જોડાયેલો છે. જેવી રીતે ખાણમાંથી સુવર્ણ પ્રાપ્ત થાય ત્યારે એ સુવર્ણ, લોઢા સાથે, બીજી ધાતુ સાથે, માટી સાથે, એ હંમેશાં ભળેલું હોય છે. સીધું - ૧૦૦ ટચનું સોનું, શુદ્ધ લગડી ક્યાંયથી પ્રાપ્ત થતી નથી. અનેક પ્રકારની ધાતુ, અને મલિન પદાર્થોથી મિશ્રિત, પરંતુ એનું કપ, તાપ અને છેદ, એ પ્રકારનાં પ્રયોગ કરીને એને શુદ્ધ કરવામાં આવે છે. અગ્નિના પ્રયોગ કર્યા પછી શુદ્ધ સુવર્ણ પ્રાપ્ત થાય છે. રીફાઈનરીની અંદર શુદ્ધ થયા પછી એ સોનાને મેલ લાગે તો બહારનો લાગે. પણ મૂળભૂત સોનું તો એનું એ રહે જ.
એવી જ રીતે આ આત્મા અસંગી છે. પણ પરમાર્થથી. એટલે જ્યારે પોતાની શુદ્ધ ચેતનારૂપ અવસ્થાને, પોતાના નિજ સ્વરૂપને પ્રાપ્ત કરે ત્યારે – એ અસંગી કહેવાય. ત્યાં સુધી એ સંયોગી છે. જવનું સ્વરૂપ અનાદિકાળથી, કર્મ સાથે જોડાયેલો હોવાથી - સંયોગી છે. તો જડ કર્મ સાથે જોડાયેલો એવો ચેતન એનું સંયોગી સ્વરૂપ છે. પણ પરમાર્થથી, પોતાનું ભાન પ્રગટ્ય, પોતાનો સ્વભાવ પરિણમ્યેથી આ જીવ પૂર્ણ, શુદ્ધ પત્રે પ્રગટ થઈ શકે એવો અસંગી છે. માટે શિષ્ય કહે છે કે, જીવ અબદ્ધ છે, અસ્પષ્ટ છે - તો સદ્ગુરુ કહે છે કે તું તો અત્યારે છદ્મસ્થ અવસ્થામાં છો. અજ્ઞાન અવસ્થામાં છો. એટલે જ પામ્યો દુઃખ અનંત.’ અને અજ્ઞાન અવસ્થામાં જ જીવનું સ્વરૂપ સંયોગી છે. કર્મનો સંયોગ અને અનાદિથી છે. જીવમાં આવી અસંગીપણાની પર્યાય એક સમય માટે પણ આવી નથી. તું સંયોગી જ છો. વસ્તુસ્થિતિ જ આવી છે. ‘કોઈ ન કર્તા તેહનો, ભાખે જિન ભગવંત.’ એવું જિનેશ્વર ભગવંતે ભાખ્યું છે. કેટલીક વાતને Basically સ્વીકારીએ. એમાં પછી આપણું ડહાપણ ન લગાવીએ. આ જે જીવનું અસંગી સ્વરૂપ છે – એ જીવને કેવળજ્ઞાન પ્રગટે ત્યારે જ સમજાય, જ્યાં સુધી કેવળજ્ઞાન પ્રગટતું નથી ત્યાં સુધી ત્રણ કાળની વાત આપણાથી ક્યાંથી સમજાય ? ન સમજાય. તો આપણા જ્ઞાનની મર્યાદા જાણીને આપન્ને વસ્તુસ્થિતિને સમજવા પ્રયત્ન કરવો જોઈએ. એટલે અહીં કાઢ્યું છે કે ભાઈ ! આ કેવળ અસંગ નથી. કેવળ શબ્દ એટલા માટે મુક્યો છે કે, આત્માનું અસંગી સ્વરૂપ છે ખરું, પણ કેવળ નથી. અત્યારે નથી. ૫રમાર્થ પ્રાપ્ત થાય ત્યારની આ વાત છે. અને હવે –
કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગણ્ય, ઈશ્વર દોષ પ્રભાવ.
(૩૭)
જગતનો અથવા જીવોનાં કર્મનો ઈશ્વ૨ કર્તા કોઈ છે નહિ; શુદ્ધ આત્મસ્વભાવ જેનો થયો છે તે ઈશ્વર છે, અને તેને જો પ્રેરક એટલે કર્મકર્તા ગણીએ તો તેને દોષનો પ્રભાવ થયો ગણવો જોઈએ; માટે ઈશ્વરની પ્રે૨ણા જીવનાં કર્મ કરવામાં પણ કહેવાય નહીં.' શિષ્યે કહ્યું હતું કે ઈશ્વરની ઇચ્છા વિના પાંદડું હલતું નથી. અને જે કાંઈ પાપકર્મ થાય છે તે પણ એ જ કરાવે છે. એટલે જેમ કોઈ ખૂની એમ કહે કે હું કાંઈ ખૂન કરતો નથી. આ બધું ભગવાન મારી પાસે કરાવે છે. આવી વાત થઈ. No reasoning. No logic. ઈશ્વર તો શુદ્ધ સ્વભાવ છે. ઈશ્વર કોને કહેવાય ? ઈશ્વર કર્મ કરાવે ? આપણે પાપકર્મ અને
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 194