________________
પ્રવચન ૧૧
ચોથું પદ : આશંકા-સમાધાન
(ગાથા ૭૯થી ૮૬)n
અનંતી કૃપા જ્ઞાની પુરુષોની છે. અમાપ કરુણાથી આ સપુરુષોએ, સંસાર પરિભ્રમણથી મુક્તિના માર્ગની પોતે સાધના કરી. અને જગતના જીવોને એ માર્ગ સુલભ કરાવ્યો. પોતે તો ભવસાગરથી તર્યા, અને જગતના જીવોને ભવસાગરથી તરવા માટે સુગમપણાએ માર્ગનું નિરૂપણ કર્યું. મોક્ષને પામવો એ એક વાત છે અને જગતના જીવોને મોક્ષ પમાડવો એ જુદી વાત છે. મોક્ષ સમજાઈ જાય. પણ એ મોક્ષ કેવી રીતે પામવો, જગતના જીવો મોક્ષ કેમ પામે ? એ મહત્ત્વ મોક્ષમાર્ગનું છે. પરમકૃપાળુદેવનો અનન્ય ઉપકાર, આ કાળમાં, આ જીવો પ્રત્યે હોય તો એમણે લુપ્ત થયેલા મોક્ષ માર્ગને પ્રગટ, ખુલ્લંખુલ્લા આપણી સામે પ્રરૂપિત કર્યો છે. “આત્મસિદ્ધિ શાસ્ત્ર’ એ મોક્ષમાર્ગનું શાસ્ત્ર છે. અહીંયા મહત્ત્વ માર્ગનું છે. ઉપાયનું છે. જીવ છે; મોક્ષ છે, પણ એ મોક્ષ થાય કેવી રીતે ? અને મોક્ષ થાય તો એમાં પણ સમજવાનું છે કે બંધ કેવી રીતે છે ? બંધ સમજાય તો એ બંધને ટાળવાનો ઉપાય સમજાય. કર્મનો બંધ સમજવામાં જ્યાં મૂળભૂત ભૂલ હોય - જીવ બંધાયો છે કે નહીં એ જ જ્યાં શંકા છે - ત્યાં મોક્ષ માર્ગની શ્રદ્ધા જીવન વિશે થવી બહુ દુષ્કર છે. ધર્મ પ્રયત્ન પણ શંકા-સંદેહ સહિત થાય. જીવ અને અજીવ દ્રવ્ય – એમાંથી અજીવમાં પણ પુદ્ગલ દ્રવ્ય સાથે જીવને જે બંધ પડ્યો છે. એનું સ્વરૂપ સમજવું જોઈએ. પુગલ વર્ગણા અનંત છે. એમાં એક વિશેષ પ્રકારની વર્ગણા છે જેને કાર્મણવર્ગણા કહે છે. જેમ આહારવર્ગણા જગતના જીવોને ઔદારિક શરીર આપે છે દેહ. ભાષા વર્ગણા જીવને પોતાના વિચારોને વ્યક્ત કરવા માટે અક્ષરાત્મક સ્વરૂપ છે. એમ કાર્મણવર્ગણા નામનો પુદ્ગલનો એક વિભાગ છે કે જે વિભાગની અંદર એવી શક્તિ છે કે જીવના ભાવનું નિમિત્ત પામીને, જીવનો શુભ અધ્યવસાય, કે અશુભ અધ્યવસાય, એનું નિમિત્ત પામીને એ ભાવના કારણે એ કાર્મણ વર્ગણના પરમાણુઓ જીવના પ્રદેશ પ્રત્યે આકર્ષાય છે. અને જેવા જીવના ભાવ, એ ભાવની અંદર જેવી જીવની ઉત્કટતા-તીવ્રતા-શાંતિપણું-મંદતા-જેવું જીવનું તારતમ્યપણું છે, આસક્તિનું, મોહનું, તે પ્રમાણે જ તેને બંધ પડે છે. એ જ પ્રમાણે એની સ્થિતિ અને કાળની રચના થઈ જાય છે. જો જીવ આ કર્મ ન કરે તો થતાં નથી.
પરંતુ સર્વજ્ઞ કહે છે કે અનાદિ કાળથી આ જીવ કર્મના સંયોગથી જોડાયેલો છે. શિષ્યનો પ્રશ્ન છે કે, કર્મ હું કરતો નથી.” આ જ વાત પર બધાં દર્શન અને મતો ગુંચવાઈ ગયા છે. જીવ પોતાના દોષ
ના શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 200 EF