________________
વિશ્રસા પરિણામ છે. પણ પહાડ ઉપર જે મંદિર બંધાયું છે તે મિસ્રસા પરિણામ છે. જીવ અને પદાર્થના સંયોગથી જે થાય તે મિસસા. ભાખરાનાંગલનો ડેમ છે તે મિસસા પરિણામ છે. કારણ કે પોતાની મેળે ન થાય. તો ડેમ છે એ મિસસા પરિણામ છે. પુદ્ગલ અને જીવ ભેગાં થાય ત્યારે જ એ બની શકે. માટીના ઢગલાં ચારે બાજુ હોય. પણ ઍફીલ ટાવર બાંધવો હોય તો ? મકાન બાંધવું હોય તો ? રસ્તો બાંધવો હોય તો ? હિમાલય એ વિસ્રસા પરિણામથી થશે. એકસો પચાસ માળનું એમ્પાયર બિલ્ડીંગ એ વિસસા નહીં પણ મિસસા પરિણામથી થશે. નદી અને સમુદ્ર પોતે વહે. પણ કુવો ગાળવો હોય તો ? આ પદાર્થના સ્વરૂપને સમજવું જોઈએ. આ કર્મ છે. તે પુદ્ગલ વર્ગણાઓમાંથી જ બન્યું છે. પણ જેમ લોટ પડ્યો હોય તો રોટલી પોતાની મેળે ન થાય, સાથે બીજા બધાં કારણો જોઈએ છે. એમ આ જગતના પુદ્ગલ પરમાણુઓ છે તે પોતે બંધાય છે, પણ એ બંધાવાની અંદર જો ચેતન કરતું નથી તો, નથી થતાં તો કર્મ.’ પુદ્ગલમાંથી કર્મ નામની જે અવસ્થા થાય છે, પુદ્ગલનું કર્મમાં જે રૂપાંતર થાય છે, એવું પર્યાયાત્મક સ્વરૂપ, એ ચેતનના કારણે થાય છે. એટલે આખું જગત છે તે જીવના વિભાવ(ભાવ)નું પરિણામ નું પરિણામ છે. આ કોઈ વસ્તુ પોતાની મેળે સ્વયંભૂ થાતી નથી. થઈ પણ નથી. જે કંઈ વસ્તુ થઈ છે, એ થવાનું કારણ, એ જ કે એની સાથે પુગલ ૫૨માણુમાં, આ જીવનો ભાવ ભળ્યો. એટલે મને પ્રારબ્ધની અંદર આ પ્રકારના સંયોગો, રચના જે કાંઈ મળી, કાંઈ સંગ્રહ-પરિગ્રહ મળ્યો, એનું એક જ કારણ જીવના પોતાના ભાવ. શુભ-અશુભ ભાવનું પિરણામ. કર્મ જીવ પોતે જ બાંધે છે. શુભ ભાવથી શુભ બાંધે છે. અશુભ ભાવથી અશુભ બાંધે છે. કર્મ કોઈ પણ હોય શુભ કે અશુભ, પણ કર્મ એ જીવનો બંધ જ છે. એમાં બીજો કોઈ વિકલ્પ છે નહિ. આવું કર્મનું સ્વરૂપ છે. જ્ઞાની કહે છે કે જીવ જો કર્મ ન બાંધે તો, પોતાનો જે ક્રિયા ભાવ છે, અર્થક્રિયાસંપન્નતા, એ ભાવ પોતાના સ્વભાવનું નિર્માણ કરી શકે. આજે જીવ જગતની રચના કરે છે. પણ પોતાના સ્વભાવની રચના કરતો નથી. એટલે છેલ્લી ગાથામાં કહ્યું,
ચેતન જો નિજ ભાનમાં, કઆપ સ્વભાવ,
વર્તે નહીં નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ.’
કર્મના પ્રભાવથી, જગતના જીવો, અજ્ઞાન ભાવે, મોહ પરિણામથી પોતાનું પ્રવર્તન કરી રહ્યાં છે. પણ પોતે જો પોતાના નિજભાનમાં આવી જાય – તો કર્મનું કર્તાપણું રહે નહીં. ‘શુદ્ધ આત્મા અક્રિય છે, કારણ કે તેને યોગ ક્રિયા નથી. પણ ચૈતન્ય આદિ સ્વભાવરૂપ સહજક્રિયા હોવાથી તે સક્રિય છે.’ ત્યાં પણ આત્માનું પરિણમવું છે. પણ તે એકાત્મ પણે જ છે. નિજ સ્વભાવમાં પરિણામ રૂપ હોવાથી એની સક્રિયતા એ નિજસ્વભાવનું કર્તાપણું છે. આ સિદ્ધ અવસ્થામાં, તે પરમ આનંદ, અવ્યાબાધ સુખ, અને અનંત આનંદનો તે કર્તા-ભોક્તા છે. જીવનું કર્તાપણું જ્ઞાન સહિત હોય તો એ અનંત સુખ અને અનંત આનંદનો કર્તા છે. જીવનું કર્તાપણું જો અજ્ઞાન સહિત હોય તો અનંત દુઃખનો એ કર્તા છે. આ જીવનાં કર્તાપણાની વિગત ભગવાને સમજાવી.
સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.
✩
૧ શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૰ 199