________________
જ કે જે મેં અજ્ઞાન ભાવે બાંધ્યો છે અને જે મને ઉદયમાં આવ્યો છે. સંસારમાં પરિગ્રહ તો અમાપ છે. પણ મારો પરિગ્રહ તો એટલો જ કે જેની મેં માલિકીની ભાવના કરી છે. જેની સાથે હું તૃષ્ણાથી, વાસનાથી, ઈચ્છાથી, બંધાયેલો છું – ભલે પ્રાપ્ત નથી થયો. પણ ઇચ્છાથી બંધાયેલો છું - તો એટલો મારો પરિગ્રહ છે. આ જીવ જ્યાં મમત્વથી બંધાયો છે એટલો જ એનો સંસાર છે.
એટલે જ કબીર સાહેબે કહ્યું કે, “આપ મુઆ તો ડૂબ ગઈ દુનિયા.... ત્યારે દુનિયા - દુનિયાની રીતે પ્રવાહથી અખંડ છે. પણ તારી દુનિયા સમાપ્ત થઈ. તેં છોડી દીધું હોય તો વાત પુરી થઈ ગઈ. જગતમાં કેટલાય અભક્ષ્ય પદાર્થ આપણે છોડી દીધાં છે, માંસ, મદિરા, શિકાર, ચોરી, જુગટું, વેશ્યાગમન - વગેરે. તો એ પદાર્થો સંસારમાં છે. પણ આપણા સંસારમાંથી એ નિવૃત્ત થઈ ગયાં. એમ આ જીવે સંસારને પરિમિત કરતાં જાવાનો છે. તેં મમત્વથી વળગાડ્યો છે માટે તારો સંસાર છે. સંસાર જો મને ચોંટ્યો હોય તો, જુગટું, અભક્ષ્ય પદાર્થ મને પણ ચોટે. એ જડમાં જો એવી તાકાત હોય તો એ કોઈને ન છોડે. કર્મ જડ છે. કર્મરૂપી આ સંસાર છે. તો એણે મને પકડ્યો છે કે મેં એને પકડ્યો છે ? આ જ્ઞાનીઓ. કહે છે કે ભાઈ ! તેં એને પકડ્યો છે. મેં એને ગ્રહણ કર્યો છે. એણે તને નથી પકડ્યો. તેં કર્મ બાંધ્યા છે. અને એ કર્મના ઉદયમાં લાભ-અલાભ, શુભ-અશુભ, શાતા અને અશાતા, એ જ્યારે-જ્યારે થાય છે ત્યારે ત્યારે એની સાથે મમતા બુદ્ધિના કારણે બંધ થાય છે. જેમ કે મને એક મકાન મળે કે લોટરી લાગે તો છે તો પ્રારબ્ધનો જ ઉદય. પણ હું એમાં જોડાઈ ગયો તો મને હર્ષ થાય. અને પછી ખબર પડે કે લોટરીનો નંબર ખોટો હતો. નથી લાગી, તો શોક થાય, દુઃખ થાય, ખેદ થાય. કારણ કે પહેલાં એ ઉદયમાં જોડાઈ ગયો હતો. જે તારું હતું જ નહીં. ભાગ્યમાં નહોતું તો જતું રહ્યું. એનો પછી હર્ષ-શોક શો ? જો થોડીક વિચારણા વિવેકપૂર્વક કરવામાં આવે તો આ જીવ સમયે-સમયે કર્મ બાંધે છે. પરપદાર્થ, પરભાવમાં જીવ પોતાપણાનો, મમત્વ ભાવ કરે છે. પર સાથેનો સંબંધ, પરનો સંયોગ - એ સંયોગની અંદર મારાપણાનો ભાવ, મમતાની બુદ્ધિ, અને એને કારણે ઊભા થતાં રાગ-દ્વેષના પરિણામ આ જીવ પોતે કરે છે. વિભાવભાવ એ જીવનો ભાવ છે. જડનો ભાવ નથી. નિમિત્તના કારણે ક્રોધ થાય છે. પણ ક્રોધનો કરનાર તો હું જ છું ને ? ક્રોધ કરનાર ચેતન છે. વિભાવ પરિણામ એ ચેતન છે. પ્રેરણા આપનાર ચેતન છે. ચૈતન્યનો ધર્મ આ જડના ધર્મથી જુદો છે. માટે આ બધાં જે બંધ પડે છે તે પુગલનાં પરમાણુઓ કર્મના રૂપમાં પરિવર્તિત થાય છે. જીવના ભાવનાં નિમિત્ત વિના, પુગલ કર્મના રૂપમાં ફેરવાઈ ન જાય. દા. ત. માટી છે. એ માટી કરોડ વર્ષ પડી રહે તો પણ પોતાની મેળે એમાંથી ઘડો થાય નહીં. કુંભાર જ્યારે ઘડો બનાવવા પ્રયત્ન કરે ત્યારે ઘડો બને. પણ અનાયાસે, આપોઆપ, સ્વયંભૂ ઘડો ન થાય.
તત્વાર્થ સૂત્રમાં ઉમાસ્વાતિ મહારાજે આપણને આ તત્ત્વનું સરસ સ્વરૂપ સમજાવ્યું છે. આ પુદ્ગલની અંદરના પરિણામ બે પ્રકારનાં છે. એક વિશ્રા પરિણામ અને બીજું મિશ્રણા પરિણામ. વિશ્રસા પરિણામ એટલે સાહજિક, અનાયાસ, સ્વય, આપોઆપ થતાં પરિણામ. આ પુગલ પરમાણુનાં સંઘાત અને ભેદનાં કારણે થતાં પરિણામ. વિજળીના કડાકા, વાદળોનું બંધાવું, મેઘ ગર્જના થવી, ઈન્દ્રધનુષની રચના થવી. આ બધાં પુદ્ગલ પરમાણુના સાહજિક પરિણામ છે. વિશ્રા પરિણામ છે. પહાડ છે તે
HE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 198 E