________________
દેખતો જ નથી. એ તો કહે છે કે, હું તો શુદ્ધ, બુદ્ધ, ચૈતન્ય ઘન છું. આનંદનું ધામ. હું તો કર્મ કરતો જ નથી.' આ જીવનું ડહાપણ જ એને નડે છે. મેં કાંઈ દોષ કર્યા જ નથી. દોષ મારો સ્વભાવ જ નથી. પછી થાય ક્યાંથી ? જુઓ ! આ ભ્રાંતિ ! તો પછી આ બે દ્રવ્યનો સંયોગ થયો તો જડ દ્રવ્યમાં તો પ્રેરણા શક્તિ નથી તો પછી તને સામેથી આવીને કેવી રીતે ચોટે ? જડનો તો એ સ્વભાવ જ નથી. વળગણાનો સ્વભાવ જીવનો છે. શિષ્ય કહે છે જીવ તો અસંગ છે – અબદ્ધ છે. કર્મ સહેજે થતા હશે અથવા ઈશ્વર કરાવતો હશે, અથવા કર્મ જ કર્મને ખેંચતા હશે. સદ્ગુરુ કહે છે, ભાઈ ! તું વસ્તુનું સ્વરૂપ સમજ. આ કર્મ જડ છે. આ પુદ્ગલ પરમાણુઓ છે. અને તેને એની જે વળગણા દેહરૂપે, સંબંધરૂપે, પરિગ્રહ રૂપે લાગી છે. એનું કોઈ કારણ તો હશે ને ? કારણ વિના કાર્યની નિષ્પત્તિ થાય નહીં. તો કાર્ય શું થયું ? જીવના સ્વરૂપને આવરે એવી સ્થિતિથી આ જીવ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વગેરે કર્મથી બંધાયો છે.
પરમકૃપાળુદેવે કહ્યું છે, તેને કોઈપણ પ્રકારે બંધદશા વર્તે છે એ વાતનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય.’ હાથનોંધ-૧(૨) આ આત્મા છે. તેને કોઈપણ કારણથી બંધ દશા વર્તે છે. પહેલાં આનો નિશ્ચય કરો. સદ્ગુરુ સમાધાન આપે છે, હે ભાઈ ! ચેતન ન કરે તો કર્મ થાય નહિ. જડનો સ્વભાવ પ્રેરણાનો નથી. વસ્તુનું સ્વરૂપ સમજીને ચાલ. કે જડમાં પ્રે૨ણાનો સ્વભાવ નથી. જીવમાં બે ભાવ છે. એક સ્વભાવ અને એક વિભાવ. જડમાં પ્રેરણા કે સ્ફુરણા નથી. જીવ જ્ઞાનવંત છે. પણ એમાં બે સ્થિતિ છે. જ્ઞાન અને અજ્ઞાન. મિથ્યાત્વ સહિતના જ્ઞાનને જ અશાન કહ્યું છે. ‘અજ્ઞાન' નામની કોઈ જુદી ચીજ નથી. કોઈ જુદો પદાર્થ નથી. અજ્ઞાન નામનો કોઈ ગુણ સ્વતંત્ર ગુણ નથી. જ્ઞાનની જ પર્યાય છે. એટલે શાસ્ત્રકારોએ તો કહ્યું, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, જ્યાં આ પરોક્ષ જ્ઞાન છે ત્યાં કુમતિ, કુશ્રુત અને અવધિ હોય. અજ્ઞાન જીવને વર્તે છે. કર્મને અજ્ઞાન નથી વર્તતું. જીવના અજ્ઞાનભાવને કારણે એનું વિભાવ પરિણામ, મોહ પરિણામ. એને કા૨ણે એને ૫૨૫દાર્થ પ્રત્યે આસક્તિ બુદ્ધિ, મોહબુદ્ધિ, પોતાના દેહ પ્રત્યેનો અહંભાવ અને દેહ સંબંધિત સંસાર પ્રત્યેનો મમત્વ ભાવ - આ જીવના બંધનું કારણ છે. આને કારણે એ પુદ્ગલ પરમાણુઓ, કાર્યન્ન વર્ગણાના ખેંચાઈને જીવ પાસે આવે છે. અને એ પરમાણુઓ, કાર્યણ-અણુઓ કર્મના રૂપની અંદર પરિવર્તિત થાય છે. એમાં જીવ કાંઈ નથી કરતો. પણ એનું નિમિત્ત કારણ આ જીવ છે. આ જીવ ન કરે તો કર્મ થઈ શકે નહીં. આ સિદ્ધાંતને સમજવી જોઈએ. કર્મનો કર્તા જીવ છે, પણ જીવ કરે તો જ કર્મ થાય. જીવ કર્મ કરવા ન ધારે તો કર્યું સંભવિત નથી. અહીં સિદ્ધ પરમાત્માનું દૃષ્ટાંત લઈએ કે સિદ્ધશિલા પર કામઁણ વર્ગજ્ઞા હોવા છતાં તેઓ કર્મ કરતા નથી તો એમને બંધ પડતો નથી. કારણ કે કર્મ ક્યારે થાય છે ? જ્યારે જીવ વિભાવ ભાવમાં હોય ત્યારે.
ચેતન જો નિજભાનમાં, કર્તા આપ સ્વભાવ;
વર્તે નહીં નિજમાનમાં, કર્તા કર્મ પ્રભાવ."
બસ આ અવસ્થા જ સમજવાની છે. પોતાના ભાનમાં નથી. પોતાના સ્વભાવમાં નથી. પોતાના સ્વરૂપમાં નથી. અને જ્યારે આ સ્વભાવની સ્થિરતા ચલિત થઈ જાય છે ત્યારે આ જીવ સ્થિરતાં ચલિત થતાં અસ્થિર થાય છે. આત્માની કંઈ પણ ચપળ પરિસ્થિતિ થવી તેને શ્રી જિન કર્મ કહે છે.’ મન, વચન,
= શ્રી આ સિદ્ધિ-શાસ્ત્ર - 201