________________
કાયાના યોગ છે. યોગ છે એટલે એની ક્રિયા છે. ક્રિયા છે એટલે એની ચપળતા છે. એની સ્થિરતા તૂટી ગઈ. એની અંદર આત્મા જોડાઈ ગયો. એ જોડાવાના કા૨ણે એની સ્થિરતા બાહ્યલક્ષી, પરલક્ષી થઈ. અને અહીં જ ભૂલ થઈ ગઈ. જીવે કર્મ બાંધવાની શરૂઆત કરી દીધી. પછી તો કષાયોનું જેટલું ઉત્કટપણું, કષાયોની જેટલી તીવ્રતા, ભાવનું જેટલું માહાપણું તેટલા પ્રમાણમાં કર્યું ઉત્કૃષ્ટ બંધાય, નહીં તો કર્મ મંદ બંધાય, શિથિલ બંધાય. પણ આ કર્મના પરમાણુના બંધની વ્યવસ્થા છે. ઈશ્વર નામનું કોઈ તત્ત્વ જગતમાં જીવનાં કર્મબંધમાં નિમિત્ત થતું નથી. માટે ત્યાં ઈશ્વરને દોષ દેવો નહીં. કારણ કે ઈશ્વર એ શુદ્ધ સ્વભાવ છે. જૈન દર્શનમાં દેવની કલ્પના વિતરાગ શબ્દથી સ્પષ્ટ કરી છે. ઇચ્છા વિનાનો દેવ, જેને લેશ પણ રાગ નથી. દ્વેષ નથી. એટલે એને કોઈ જીવનું કંઈ કરવાપણું છે જ નહીં એ પોતે શુદ્ધ સ્વરૂપ પામ્યા પછી કોઈ જીવને શા માટે બાંધે ? હવે શિષ્ય આ સમાધાન સ્વીકારીને આગળ પ્રશ્ન કરે છે.
જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય;
શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય. (૭૯)
જીવને કર્મનો કર્તા કહીએ તો પણ તે કર્મનો ભોક્તા જીવ નહીં ઠરે, કેમ કે જડ એવાં કર્મ શું સમજે કે તે ફળ દેવામાં પરિણામી થાય ' અર્થાત્ ફળદાતા થાય.'
શિષ્ય હવે ગુરુની વાત બરાબર પકડીને જ શંકા કરે છે કે ભગવાન ! જો જીવ કર્મનો કર્તા છે એમ માનીએ તો પણ આ કર્મ તો જડ છે. આપે જ કહ્યું કે, ‘જડ સ્વભાવ નહીં પ્રેરણા, જુઓ વિચારી ધર્મ.” તો પછી એ જડ કર્મમાં પ્રેરણાનો સ્વભાવ નથી તો એ ફ્ળ કેવી રીતે આપે " કર્મને શું ખબર પડે કે આને શુભ ફળ આપવું ? આને અશુભ ફળ આપવું ? આને સુખી કરવો કે આને દુઃખી કરવો ? આને ઈષ્ટનો વિયોગ કરાવવો કે અનિષ્ટનો સંયોગ કરાવવો ? આ કર્મને શું ખબર પડે ? કર્મ તો જડ છે. એ આપણને શું ફળ આપે ? શિષ્યની દલિલ સમજવા જેવી છે. કે જીવને કર્મનો કર્તા માનીએ તો પણ ભોક્તા કેવી રીતે માનવો ? જીવ જે શાતા-અશાતા, સુખ-દુઃખ વેઠે છે તે શું કર્મ એને આપે છે ? એટલે જડ કર્મ, જેમાં કોઈ કાળે જાણવાનો સ્વભાવ નથી તે ફળનો આપનાર કેવી રીતે બને ? અને વર્ન ફળ ભોગવવું તો પડે છે. હવે આ ચોથું પદ – જીવ કર્મનો ભોક્તા છે,' એમ આપે કહ્યું તો એ જીવ કર્મનો ભોક્તા કેવી રીતે બને ? કોઈ ફ્ળ આપે તો એ જીવ કર્મનો ભોક્તા થાય કે એમને એમ થાય ? મને કોઈ મિાન ભાણામાં આપે તો હું એ ખાઈ શકું. કોઈ ન આપે તો ! તો આત્મા એક જ ચેતન છે. બાકી ? આખી સૃષ્ટિ જડ છે. તો આત્માને કર્મના ફળનો આપનાર કોણ ? ફળ આપવા માટે તો પ્રેરણા કે સ્ફુરણા જોઈએ. અથવા આપનાર તો કોઈક જોઈએ ને કે જે નક્કી કરે કે આને શુભ આપવું ? આને અશુભ આપવું ? જેમ ડૉક્ટર દર્દીને દવા આપે કે કઈ દવા હિતકારી છે. કઈ હિતકારી નથી ? તો કોઈક આપનાર તો જોઈએ. ભોક્તા જો આત્મા હોય તો ફળનો દાતા કોણ ? શું સમજે જડ કર્મ કે, ફ્ળ પરિણામી હોય ?” શિષ્યને આ ત્રીજા પદની શ્રદ્ધા બરાબર થઈ ગઈ છે. કે કર્મ તો જડ છે. પણ આ ફળ પરિણામી ક્યાંથી થાય ? ફળમાં શાતા અશાતા, અનુકૂળતા-પ્રતિકૂળતા, આ કોણ નક્કી કરે ? અને પછી તર્ક આગળ વધારીને કહે છે,
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - 202