________________
ફળદાતા ઈશ્વર ગયે, ભોક્તાપણું સધાય;
એમ કહ્યું ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. (૮૦) ‘ફળદાતા ઈશ્વર ગણીએ તો ભોક્તાપણું સાધી શકીએ, અર્થાત્ જીવને ઈશ્વર કર્મ ભોગવાવે તેથી જીવ કર્મનો ભોક્તા સિદ્ધ થાય. પણ પરને ફળ દેવા આદિ પ્રવૃત્તિવાળો ઈશ્વર ગણીએ તો તેને ઈશ્વરપણું જ રહેતું નથી, એમ પણ પાછો વિરોધ આવે છે.”
શિષ્ય કહે છે કે ફળદાતા જો ઈશ્વર ગણો તો ભોક્તાપણું સધાય. તો તમે જે કહો છો કે આત્મા ભોક્તા છે તો બરોબર મેળ બેસી જાય. કોઈક ચિત્રગુપ્ત જેવો કર્મના હિસાબનો ચોપડો રાખનાર ઈશ્વર હોવો જોઈએ જે નક્કી કરે કે કોને પુણ્ય આપવું કે પાપ આપવું ? શાતા કે અશાતા આપવી ? કોને પુરસ્કાર આપવો કે સજા આપવી ? જો આવો કોઈ જગતનો કાજી, ન્યાયાધીશ કોઈ હિસાબનીશ એવો ઈશ્વર ગણીએ, તો ભગવાન ! કર્મનું ભોક્તાપણું છે એ વાત બરાબર બેસે. ફળદાતા ઈશ્વરગણ્ય ભોક્તાપણું સધાય; આ જીવને કર્મના ફળનો દાતા જો ઈશ્વર ગણો તો વાત હળવી થાય. કેમ કે કર્મ તો જડ છે. તે ‘ફળ પરિણામી’ કેવી રીતે થાય ? ફળદાતા જો ઈશ્વર ગણો તો, ‘ઈશ્વરના દરબારમાં બધો જાય છે.” ‘ભગવાન કે ઘર દેર હૈ, અંધેર નહીં હૈ.” આ બધી વાત બરાબર બેસે. અહીં અન્ય દર્શનની વાત ગુંથી લીધી છે. કોઈ દર્શનનું નામ લીધા વિના, ટીકા કે ટીપ્પણી કર્યા વિના, નિષેધાત્મક થયા વિના, કોઈપણ ખંડનાત્મક શબ્દો મુક્યા વિના કૃપાળુદેવ શિષ્યને મોઢે આ વાત મુકાવીને એનું સમાધાન કેવું સરસ ગોઠવી દે છે. કે તમે ફળના દાતા તરીકે ઈશ્વર છે એમ કહી દો તો જીવ કર્મનો ભોક્તા છે એ વાત બરાબર બેસે. ‘એમ કહે ઈશ્વરતણું ઈશ્વરપણું જ જાય.” ભગવાન ! પણ જો ફળદાતા ઈશ્વર કહીએ તો આપે તો કહ્યું હતું કે, “ઈશ્વર શુદ્ધ સ્વભાવ.” ઈશ્વર એટલે પરમ શુદ્ધ ચૈતન્ય અવસ્થાને પામેલું જીવનું સંપૂર્ણ સ્વરૂપ. જેને પૂર્ણ જ્ઞાન પ્રગટે છે તે ભગવાન ! અને જેને સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટે છે તે ઈશ્વર. તો ફળદાતા ઈશ્વરને ગણશે તો એમાં પણ દોષ આવી જશે. આમ શિષ્ય કર્મની પણ બાદબાકી કરી અને ઈશ્વરની પણ બાદબાકી કરી. અહીં કૃપાળુદેવ એમ કહે છે કે, જો કર્મના ફળને ઈશ્વર આપે છે એમ ગણીએ તો ત્યાં ઈશ્વરનું, ઈશ્વરપણું જ રહેતું નથી. આ તો આપણે જે કલ્પના કરીએ છીએ તે કલ્પનાના મૂળ જ હલાવી નાખે છે. ઈશ્વરપદ જ જોખમમાં મૂકી દીધું કે, “ઈશ્વરતણું ઈશ્વરપણું જ જાય.”
એટલે કહે છે કે, “પરને ફળ દેવા આદિ પ્રપંચમાં પ્રવર્તતા ઈશ્વરને દેહાદિ અનેક પ્રકારનો સંગ થવો સંભવે છે, અને તેથી યથાર્થ શુદ્ધતાનો ભંગ થાય છે.” આ ઈશ્વર જો આખો દિવસ અનંત જીવના કર્મનો હિસાબ કરવા બેસે તો એને અનેક જીવોનો સંગ થાય. આ વ્યવહારની પ્રપંચ છે. એટલે એની શુદ્ધતાનો ભંગ થઈ જાય છે. કારણ કે ઈશ્વરને સંકલ્પ, વિકલ્પ કરવાં પડે કે કોને શું ફળ દેવું ? કોનાં કેટલાં કર્મ બાકી રહ્યાં ? કઈ પ્રકૃતિના બાકી રહ્યાં ? કેટલાં કાળનાં બાકી રહ્યાં ? તો ઈશ્વરને તો આપણે નિર્વિકલ્પ કીધો છે. આ નિર્વિકલ્પ જો આવાં વિકલ્પ કરે તો એની શુદ્ધતાનો ભંગ થાય છે. “મુક્ત જીવ નિષ્ક્રિય છે. એટલે પરભાવ આદિનો કર્તા નથી, જો પરભાવ આદિનો કર્તા થાય તો તો સંસારની પ્રાપ્તિ થાય છે. ઈશ્વર પણ જો પરને ફળ દેવા આદિ ક્રિયામાં પ્રવર્તે તો તેને પણ પરભાવાદિના કર્તાપણાનો પ્રસંગ
T| શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 203 EF