________________
કારણ કે અનંત જીવો આ રીતે મોક્ષને પામ્યા છે. સુધર્માસ્વામીએ જંબુસ્વામીને કહ્યું કે, “જ્ઞાનીની આજ્ઞાએ વર્તતાં અનંતા જીવો મોક્ષે ગયા છે એમ આખા જગતનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર સ્વામી અમને કહેતા હતા.” (પ-૧૯)
એ જ વાત કપાળુદેવે અહીં કરી કે આ જીવ સ્વચ્છંદને રોકે તો અવશ્ય – પછી મોક્ષે જવું એના વશની વાત નથી. પછી ન ઇચ્છે તો પણ એને મોક્ષે જવું પડે. એ અવશ્ય. અને અવશ્યનો બીજો અર્થ ચોક્કસ. without fail એમાં question does not arise. અવશ્ય. જો સ્વચ્છંદ રોકી દઈશ તો ચોક્કસ મોક્ષે જાઈશ અને બીજું સ્વચ્છંદ રોકી દઈશ તો પછી તું અવશ છો. તું બીજે ક્યાંય જઈ જ નહીં શકે. ચોકક્સ મોક્ષે જ જઈશ. અવશપણે મોક્ષ પ્રાપ્ત થાય તે અવશ્ય. આત્મસિદ્ધિમાં શબ્દોની તો ચમત્કૃતિ ભરી છે. આ ભગવાનનું ભાષાનું ઐશ્વર્ય કોઈ અદ્ભુત છે ! આપણને એમ થાય કે દેશનાની વાણી કેવી હશે ? કૃપાળુદેવ લખે છે કે, “આ અમે જે લખીએ છીએ તે જિનાગમ જ છે.” દેશનાની વાણી સાંભળવાની કદાચ રહી ગઈ હોય, કદાચ સ્મરણમાં ન હોય તો ફરીથી આપણને આ વાણી સાંભળવાનો લાભ મળ્યો છે.
પ્રત્યક્ષ સદ્દગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય;
અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. (૧૬) આ સ્વચ્છંદને લીધે સદ્ગુરુ મળે, સશાસ્ત્ર મળે, મનુષ્ય થયો હોય, આર્યભૂમિમાં જન્મ્યો હોય, વીતરાગનું શાસન મળ્યું હોય, જૈન કુળમાં, ઉચ્ચ ગોત્રમાં, સારી મતિ પ્રાપ્ત થઈ હોય, ખાવા-પીવાના વાંધા ન હોય એવું પુણ્ય ઉપાર્જન કરીને આવ્યો હોય. ૫૦૬૦ વર્ષના આયુષ્યમાં કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે – માંગવું ન પડે એવી પરિસ્થિતિ હોવા છતાં આ જીવ મોક્ષને પામતો નથી. કારણ કે પોતાના સ્વચ્છંદના કારણે પામતો નથી.
પ્રત્યક્ષ સદૂગુરુના યોગથી આ સ્વચ્છંદ રોકાય છે. બાકી જો પોતાની ઇચ્છાએ બીજા ઉપાયો કર્યા કરે તો સ્વચ્છંદ બમણો થાય છે. આ જીવ સ્વછંદને કારણે મોક્ષ પામતાં અટકી ગયો છે. એના બધા અપેક્ષીત સાધનો મળ્યાં છે. ઉત્તમ નિમિત્ત પ્રાપ્ત થયાં છે પણ આ જીવને અને મોક્ષને છેટું પડી ગયું છે એનું એક જ કારણ છે. ભગવાન કહે છે જીવને પોતાનું ડહાપણ બહું આડું આવે છે. આ જીવ પોતાનું ડહાપણ મુકીને એકવાર નક્કી કરે કે ભગવાન ! આ માર્ગે મારું જે કાંઈ જ્ઞાન, જે કાંઈ બુદ્ધિ, જે કાંઈ મતિ છે તે મતિ મારે લગાવવી નથી. યશોવિજયજી મહારાજે આઠદૃષ્ટિની સઝાયમાં કહ્યું,
“શાસ્ત્ર ઘણાં મતિ થોડલી; શિષ્ટ કહે તે પ્રમાણ.” આમાં તો શિષ્ટ કહે તે મને કબુલ. આમાં તો મારું ગજું નથી. અને કૃપાળુદેવે તો આવા સ્વચ્છંદી જીવોને બહુ સરસ કહ્યું છે,
-G
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર - 73 GF