________________
અથવા સદ્ગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ;
તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. (૧૪)
અથવા સદ્ગુરુએ જે શાસ્ત્રો વિચારવાની આજ્ઞા દીધી હોય તે શાસ્ત્રો, મતાંતર એટલે કુળધર્મને સાર્થક કરવા આદિનો હેતુ તે ભ્રાંતિ છોડી દઈ અને માત્ર આત્માર્થે વિચારવાં
મારું શાસ્ત્ર છે અથવા બીજાએ કહ્યું છે એવા મમત્વથી ન વાંચવા. જે છે તે મતાંત૨નો ત્યાગ કરી, શ્રાંતિ છોડીને વાંચવા. કૃપાળુદેવે લખ્યું છે કે, 'માયા એટલે જગત, લોકનું જેમાં વધારે વર્ણન કર્યું છે એવા પુસ્તકો વાંચવા કરતાં જેમાં સત્પુરુષોના ચરિત્રો અથવા વૈરાગ્ય કથા વિશેષ કરીને રહી છે તેવા પુસ્તકોનો ભાવ રાખશો. જેથી મત-મતાંતરની વૃદ્ધિ થાય તેવું વાંચન લેવું નહીં.’ આપણને નયનું કે ન્યાયનું જ્ઞાન ન હોય, આપણે જો વ્યાકરણનો અભ્યાસ ન કર્યો હોય તો આપણે નયમાં પડવું નહીં. એ આપણને અવળું પકડાવી દેશે. આપણને તો Balance છે નહીં. મધ્યસ્થતા તો છે નહીં. જેને સંપૂર્ણ જ્ઞાન હોય તેને જ ખબર પડે. પછી કહે છે કે ઉપશમ અને વૈરાગ્યથી જેટલો સિદ્ધાંત બોધ સમજાશે નેટલો તર્કથી નહીં સમજાય. વાદ-વિવાદ અને તર્કની પરંપરા એ માર્ગને પામવાનો રસ્તો નથી. માર્ગને પામવાનો રસ્તો એ સરળતા છે. શાનીની ભક્તિ છે અને જ્ઞાની પ્રત્યેની અવિચલ શ્રદ્ધા છે. એટલે કહે છે કે રોજ આવાં શાસ્ત્રો વાંચવા કે, “જે શાસ્ત્રથી, જે શ્રુતથી અસંગતા ઉલ્લો તે શ્રુતનો પરિચય કર્તવ્ય છે.” એમ કૃપાળુદેવ કહે છે. સગતતા થાય. સંસારથી તારી ઉદાસીનતા વધે. સંસારનાં પ્રસંગમાં રાચી-માચીને દોડતા હોઈએ તો આપણા પગ જરા થંભે આપણી ગતિ જરા ધીમી પડે. સંસારમાં વિષય-કષાયમાં આવેશ અને ઉભરા આવતા હોય એ થોડા શમી જાય. વિષય-કષાય મંદ થાય. આવું જે વાંચન છે તે કરવું. “ઈન્દ્રિયનિગ્રહના અભ્યાસપૂર્વક સત્કૃત અને સન્સમાગમ નિરંતર ઉપાસવા યોગ્ય છે.' આવી પાત્રતા જાગૃત કર એમ અહીં કહ્યું છે. મુક્તિ થવાનાં કારણ કાં સદ્ગુરુ અને કાં સત્શાસ્ત્ર કહ્યાં. પણ એ સફળ ક્યારે થાય ? કારગત ક્યારે થાય ?
રીકે જીવ સ્વચ્છંદ તો, પામે અવશ્ય મોકા;
પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. (૧૫)
જીવ અનાદિકાળથી પોતાના ડહાપણે અને પોતાની ઇચ્છાએ ચાલ્યો છે. એનું નામ સ્વચ્છંદ છે. જો તે સ્વચ્છંદને રોકે તો જરૂર તે મોક્ષને પામે. અને એ રીતે ભૂતકાળે અનંત જીવ મોક્ષને પામ્યા છે એમ રાગ, દ્વેષ અને અજ્ઞાન એમાંનો એકે દોષ જેને વિષે નથી એવા દોષરહિત વીતરાગે કહ્યું છે.
સ્વચ્છંદ નામનો દોષ – હું માનું છું તે જ સાચું હું કરું છું તે જ સાચું, મને બધી ખબર પડે છે. મને બધી જ સમજ છે. આમ પોતાના ડહાપણે ચાલ્યો જાય. અને ઘણીવાર સતનો નિષેધ કરતો જાય. એટલો બધો આવેગમાં ને ઉન્માદમાં આવી જાય. કૃપાળુદેવે એને ઉન્મત્તપ્રલાપ દશા કીધી છે. એટલી બધી ઉન્મત્તતા આવી જાય જીવમાં. કે જ્ઞાનીના માર્ગને બાજુ પર રાખી દે – ખસેડીને ચાલ્યો જાય. તો કહે છે આ જીવ સ્વચ્છંદથી માર્ગ પામવાનો નથી. એ જો સ્વચ્છંદ રોકે તો એ જીવ અવશ્ય મોક્ષને પામે.
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - 72