________________
સૂરજ અને ખડકની જેમ તપતો હોય, પણ જો આત્મા પ્રાપ્ત ન થાય તો એ વૈરાગ્યની કિંમત કેટલી ? ત્યાગ કર્યો એની કિંમત કેટલી ? કાંઈ જ નહીં. કારણ કે આત્મજ્ઞાન થાય તો જ એ ત્યાગ અને વૈરાગ્યની સફળતા છે. હવે આ આત્મજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું ? કૃપાળુદેવે અહિં બહુ સરસ રહસ્ય કહ્યું કે,
તેમજ આતમજ્ઞાનની, પ્રાપ્તિ તણાં નિદાન.” આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું નિદાન-કારણ શું? કેમકે કારણ વિના કાર્યની નિષ્પતિ થાય નહીં. તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શું કરવું ? તો કે ત્યાગ-વૈરાગ્ય આરાધવા અને ત્યાગ અને વૈરાગ્યને સફળ કરવા શું કરવું ? તો કહે ‘આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી. અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ શેનાથી થશે ? ત્યાગ અને વૈરાગ્યથી. બંનેને અહીં જોડે લીધાં. ત્યાગ-વૈરાગ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનાં લક્ષ સાથે કરવાં. સાધન વિના સિદ્ધિ થાય નહીં. તો ત્યાગ વૈરાગ્ય એ આત્મજ્ઞાન થવાનાં સાધન છે.
વૈરાગ્ય, ત્યાગ, દયા આદિ અંતરંગ વૃત્તિવાળી ક્રિયા છે. તે જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે અર્થાત ભવનું મૂળ છેદે છે. વૈરાગ્ય, ત્યાગ, દયા આદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિના કારણો છે. એટલે જીવમાં પ્રથમ એ ગુણો આવ્યથી સદ્દગુરુનો ઉપદેશ તેમાં પરિણામ પામે છે. ઉજ્વળ અંતઃકરણ વિના સદ્ગુરુનો ઉપદેશ પરિણમતો નથી, તેથી વૈરાગ્ય આદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં સાધનો છે, એમ કહ્યું.” કપાળદેવે અહીં બંનેનો સમન્વય કર્યો છે. કે જ્ઞાનપ્રાપ્તિ વિના વૈરાગ્ય સફળ નથી તે સાચું. પણ જ્ઞાનની પ્રાપ્તિ માટે પણ ત્યાગ-વૈરાગ્ય એ જ સાધન છે.
“પ્રથમ આયુધ શસ્ત્રો) બાંધતા અને વાપરતાં શીખ્યા હોઈએ તો લડાઈ વખતે તે કામ આવે છે. તેમ પ્રથમથી વૈરાગ્ય દશા પ્રાપ્ત કરી હોય તો અવસર આવ્યું કામ આવે છે. અને આરાધના થઈ શકે છે. લોકલ્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામવો દુર્લભ છે. અને વિચાર વિના વૈરાગ્ય આવે નહીં અને વૈરાગ્ય વિચાર વિના જ્ઞાન આવે નહીં. જીવન વિશે વૈરાગ્ય ઉત્પન્ન થવો એ એક મોટો ગુણ જાણીએ છીએ. જેમ જેમ જીવમાં ત્યાગ, વૈરાગ્ય, આશ્રયભાવ અને ભક્તિનું બળ વધે, તેમ-તેમ સત્પુરુષનાં વચનનું અપૂર્વ અને અદૂભૂત સ્વરૂપ ભાસે છે. અને બંધ નિવૃત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય છે.”
જીવમાં જેમ જેમ ત્યાગ-વૈરાગ્યનું બળ વધે, તેમ-તેમ સદૂગરનો બોધ જીવમાં પરિણામ પામે. અને પરિણામ પામે એટલે નિવૃત્તિના જ ઉપાયો છે તે સહજમાં સિદ્ધ થાય છે. આવું અદ્દભુત બળ ત્યાગવૈરાગ્યનું છે. ત્યાગ-વૈરાગ્ય એ પાયો છે. અંતઃકરણને નિર્મળ કર્યા વિના, અહંત, મમત્વ જીવમાંથી હઠશે નહીં. જગતના પુદ્ગલ પદાર્થોમાં જે મોહાસક્તિ છે, મોહબુદ્ધિ છે, મારાપણું છે તે જીવમાં ત્યાગ-વૈરાગ્ય નહીં આવે તો, ખસશે નહીં. વૈરાગ્યનો અભ્યાસ નહીં કરીએ ત્યાં સુધી જીવનમાં વિરાગ નહીં આવે. અને વિરાગ વગર વીતરાગ નહીં થવાય. વિરાગ એટલે ધર્મનો, આત્માનો, અધ્યાત્મનો વિશેષ પ્રકારનો રાગ. વૈરાગ્યથી વિરાગમાં આવી વિરાગથી વીતરાગમાં જવાશે, જીવે એકેક તબક્કા ક્રમવાર લેવા પડ્યાં. અધ્યાત્મ સંસ્કૃતિનો પાયો ત્યાગ છે, ભોગ નથી. ભોગથી જ્ઞાન પ્રાપ્ત ન થાય. ભોગથી આત્મજ્ઞાન ન પ્રગટે, વૈરાગ્યથી
RE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૦ 49 SિE