________________
પ્રગટે. સંસારના એક પણ પદાર્થમાં જીવની આસક્તિ હોય, તેનું મન રોકાતું હોય ત્યાં સુધીમાં આત્મસાક્ષાત્કાર થવો મુશ્કેલ છે.
કૃપાળુદેવ મુંબઈની પેઢીમાં બેસતા હતા. અને ગાંધીજી રોજ એમને મળવા જાય. બંને નવયુવાન હતા. ૨૪-૨૫ વર્ષની ઉંમર હતી બંનેની. ગાંધીજીએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે, ક્યારે કોઈપણ વસ્તુ પર મોહાસક્તિ એમને થઈ હોય એવું જોયું નથી. એમના-કૃપાળુદેવના જીવનમાં નીતરતો વૈરાગ્ય હતો. ઝવેરીબજારમાં હીરા-માણેક-મોતીનો વેપાર કરતો એવો આ જ્ઞાની એના જીવનમાં કોઈ આસક્તિ જોઈ નહીં. ‘અપૂર્વ-અવસર’ પદ તો ૩૦મેં વર્ષે કૃપાળુદેવે લખ્યું છે. પણ ગાંધીજી લખે છે કે એ પદની પહેલી બે ગાથામાં વર્ણવેલો વૈરાગ્ય, મેં પેઢી ઉપર બેઠેલા કવિશ્રીના જીવનમાં એવો નીતરતો વૈરાગ્ય જોયો હતો. એના જીવનમાં વૈરાગ્ય નીતરતો હતો. અને એના લખાણમાં ‘સત્’ નીતરતું હતું. એટલે એમણે લખ્યું કે, ‘રાગને કાઢનાર જાણે છે કે રાગ-રહિત થવું એ કેટલું દુષ્કર છે.’ પરંતુ એવી રાગ-રહિત વીતરાગી દશા કવિશ્રીને સ્વાભાવિક હતી. સહજ હતી. કારણ કે જગતની કોઈ ચીજમાં એ લેપાયા નહોતા. આવી દશાથી આત્મજ્ઞાન પ્રગટતું હોય છે. વૈરાગ્યની-જનની અકેલી ઉદાસિનતા.’ એટલે પહેલાં સંસાર પ્રત્યે વૈરાગ્ય આવવો જોઈએ. સંસારનો થાક લાગવો જોઈએ. નિર્વેદ નામનો ગુણ પ્રગટશે પછી જ જીવનમાં સંવેગ આવશે. સંવેગ એટલે મોક્ષની અભિલાષા. મોક્ષ પ્રત્યેનો વેગવંત પ્રયત્ન એટલે સંવેગ. સંસારથી થાક્યો હોય એ જ જીવ મોક્ષ માર્ગે વેગવંત ચાલી શકે. બાકી હજુ સંસારમાં સુખ વેદાય છે એવો જીવ મોક્ષમાર્ગે કેમ ચાલી શકશે ? એટલે અહીં કહ્યું છે કે વૈરાગ્યની ભૂમિકા પહેલાં જોઈશે. જે દિવસે કોઈ પણ જીવને આત્મજ્ઞાન થશે. તે દિવસે વૈરાગ્યની ભૂમિકામાં થશે. ભોગની ભૂમિકામાં નહીં થાય.
ભરત ચક્રવર્તીને અસ્સિાભુવનમાં જે પૂર્ણ કેવળજ્ઞાનનો પ્રકાશ પ્રગટ્યો તે ભોગની ભૂમિકામાં કે વૈરાગ્યની ભૂમિકામાં ? આભૂષણ પહેરવાનાં ભાવમાં જ્ઞાન થયું કે એક આભૂષણ છટકી ગયું અને એની નશ્વરતા વિચારી એમાં જ્ઞાન થયું તો જ્ઞાન વૈરાગ્યની ભૂમિકામાં થયું.
પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિમાં તફાવત આ જ છે. પૂર્વની સંસ્કૃતિનો પાયો ત્યાગ છે. પશ્ચિમની સંસ્કૃતિનો પાયો ભોગ છે. જીવનની અંદર સુખની સામગ્રી, ભોગ-ઉપભોગ, comforts & convenience એ આધુનિક જીવનનું લક્ષણ છે. ત્યારે આ દેશના લોકોએ વેદકાળમાં ઉપનિષદની અંદર એક પ્રશ્ન કર્યો છે; ભંતે ! કો ભાગયવંતઃ ” હે ભગવાન ! આ જગતમાં ભાગ્યશાળી કોણ ?” અહીં ઋષિએ એના શિષ્યને જવાબ આપ્યો છે, ‘કૌપિનધારી, ખલુ ભાગ્યવંતા.’ ‘હે શિષ્ય ! જેણે આ શરીર પર માત્ર કૌપિન ધારણ કર્યું છે તે જ આ જગતમાં ખો ભાગ્યશાળી છે.’ આ આર્યદેશની સંસ્કૃતિ છે. વ્યક્તિ પાસે કેટલા બંગલા-ગાડી છે, કેટલી બેંક બૅલેન્સ છે, એનાથી અહીં વ્યક્તિનું માપ નહીં નીકળે. અમેરિકામાં તો first ten fortune નું list બહાર પડે છે. એમાં એ વ્યક્તિની સંપત્તિ કેટલી છે ? સ્થાવર અને જંગમ મિલકત કેટલી છે ? તે પ્રમાણે નંબર અપાય છે. પણ આ દેશમાં તો વ્યક્તિમાં ત્યાગ-વૈરાગ્ય કેટલો છે ? એના ઉ૫૨થી વ્યક્તિની ઊંચાઈ મપાય છે. ત્યાગ એ વ્યક્તિની મહાનતાનું સાધન છે.
回
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર • 50