________________
આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય;
બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય. (૩૪)
જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય, અર્થાત્ આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિપણું ન જ સંભવે, નું સંમતિ પાસદ તું મોતિ પાસ' – જ્યાં સમકિત એટલે આત્મજ્ઞાન છે ત્યાં મુનિપણું જાત્રે એમ આચારંગસૂત્રમાં કહ્યું છે, એટલે જેમાં આત્મજ્ઞાન હોય તે સાચા ગુરુ છે એમ જાણે છે, અને આત્મજ્ઞાન રહિત હોય તો પણ પોતાના કુળના ગુરુને સદ્ગુરુ માનવા એ માત્ર કલ્પના છે, તેથી કંઈ ભવચ્છેદ ન થાય એમ આત્માર્થી જુએ છે.’
ભગવાન કહે છે કે, “આત્મજ્ઞાન જ્યાં છે એને જ ગુરુ માનવા. આત્માર્થી જીવનું પહેલું લક્ષણ એ કે એવા ગુરુનો શોધ કરે કે જેને આત્મજ્ઞાન છે. સ્વરૂપમાં જેની સ્થિરતા છે, પોતાના નિજ ભાનની અંદર જે સ્થિર થયો છે એવો પુષ, એ જ ગુરુ મનાવાને યોગ્ય છે એ જ સાચો ગુરુ છે. તે સાચા ગુરુ હોય.’ સાચા ગુરુ વિના સાચા દેવનું ઓળખાણ ન થાય. સાચા ગુરુ વિના સાચા ધર્મનું સ્વરૂપ આપણે સમજી ન શકીએ. આ ગુરુ જ એવા છે કે જે દેવને ઓળખાવે છે. અને એની પ્રાપ્તિના માર્ગ માટે ધર્મનું સ્વરૂપ બતાવે છે. માટે પહેલી પસંદગી એ કરવાની છે કે ગુરુ આત્મજ્ઞાની હોવા જોઈએ. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું.” મુનિપણું એટલે પ્રયોજન વિના બોલવું જ નહિ એ મુનિપણું. રાગ-દ્વેષ, અજ્ઞાન વિના યથાસ્થિતિ વસ્તુનું સ્વરૂપ કહેતાં બોલવું પડે તો તે મૌનપણું જ છે. ગુરુનો ઉપદેશ એ મૌનપણું છે. કારણ કે તે રાગદ્વેષ અને અજ્ઞાનથી રહિત છે. તો આવા સાચા ગુરુને માનવા. જિન શાસનની અંદર ત્રણ પ્રકારનાં ગુરુ કહ્યાં, પથ્થર જેવા ગુરુ, કાગળ જેવા ગુરુ અને કાષ્ઠ સમાન ગુરુ પથ્થર જેવા ગુરુ તો પોતે પણ બૂડે અને બીજાને પણ બૂડાડે. કાગળ જેવા ગુરુ થોડી વાર તરે. પણ કાંઈ લાંબુ ટકે નહીં. પણ કાષ્ઠ સ્વરૂપ ગુરુ પોતે તરે અને બીજાને પણ તારે.
તિનાણું, તારયાણં, બુદ્ધાણં બોહિયાણું, મુત્તાણં મોઅગાણું.’
આ સનું લક્ષણ જૈન દર્શનમાં છે. જે સ્વયં તરે છે, અન્યને તારે છે, જે સ્વયં બૌધિ ને પ્રાપ્ત થયા છે, અન્યને પ્રાપ્ત કરાવે છે, જે મુક્ત થયા છે અને અન્યને મુક્ત કરાવી શકે છે. આવું જેનામાં તા૨ક બળ છે એ ગુરુ છે. એ સાચા ગુરુ છે. જે તારે તે તીર્થ. એવા તીર્થંકર - કે જેનામાં જગતના જીવોને તારવાનું સામર્થ્ય છે. માત્ર પોતે તરી જાય તે તો શ્રુત કેવળી આપણે ત્યાં કહ્યાં છે. પણ તીર્થંકરની વિશેષતા એ છે કે તે તીર્થંકર પણ અરિહંત, એ અરિહંતની વિશેષતા એ છે કે એમાં એવી વિભૂતિના ગુણો હોય છે કે જે ગુણોને લીધે એ જગતના જીવોને તારવાનું સામર્થ્ય ધરાવે છે. આવા તારક પરિબળવાળા ગુરુ એ જ સાચા ગુરુ હોય. બાકી કુળગુરુની કલ્પના તો આત્માર્થી જીવ લક્ષમાં લેતો નથી. કુળના ગુરુ, મતના ગુરુ, સંઘાડાના ગુરુ, ગચ્છના ગુરુ, પરંપરાના કારણે ગુરુ એવા ગુરુની ‘કલ્પના પણ આત્માર્થી નહિ જોય.’ કારણ કે જ્ઞાનની અપેક્ષાએ બધું કાલ્પનિક છે. પરમાર્થીની અપેક્ષાએ આ બધું કલ્પના છે. કલ્પના એટલે માત્ર પોતાના મનની ધારણા - ઉપજાવેલી વાત. એમાં કાંઈ સત્ નથી. એને કલ્પના કીધું છે.
શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર ૰ 113