________________
ઈડરના પહાડમાં જોયાં, નહોતા ઉત્તરસંડાનાં જંગલમાં જોયા કે નહોતા ચરોતરનાં પ્રદેશમાં જોયા. એમણે તો એમને એમની ઝવેરી બજારની પેઢી ઉપર જોયા હતા અને તે પણ એમની પચ્ચીસ વર્ષની ઉંમરે. ગાંધીજી ત્યારે છવ્વીસ વર્ષના હતા. બેરિસ્ટરી કરીને આવ્યા હતા. અને કૃપાળુદેવ વેપારમાં હતાં. પણ ત્યારે એમણે જોયું કે આની જાત વેપારીની નહીં પણ વિતરાગીની છે. આપણે તો અનંત ભવ રખડવું પડશે. પણ આને તો હવે એક ભવ બસ થશે. લાખોનો વેપાર ચાલે છે, સોદા થાય છે, વિદેશ સાથે વેપાર ચાલુ છે, હિરા-માણેકના વેપાર ચાલે છે, દ્રવ્યસંપન્નતા પણ એટલી છે. છતાં દૃષ્ટિ આ છે. સંવેગ જીવનમાં જ્યારે જાગે છે ત્યારે આખો સંસાર ખારો ઝેર લાગે છે.
મીરાંના જીવનમાં જ્યારે સંવેગ આવે છે ત્યારે ચિત્તોડના ગઢ ઉપરથી મીરાં ધડ ધડ કરતાં ઉતરી જાય છે. એ મહારાણી વિચાર નથી કરતાં કે બહાર ક્યાં જઈશ ? રાત્રે ક્યાં મુકામ કરીશ ? ખાવા કોણ દેશે ? મેવાડની આ મહારાણી ચિત્તોડથી ઉતરી, ઊંટ પર બેસીને નીકળી ગઈ હશે અને રાજપરિવાર સાથેનો નાતો કાપી નાખ્યો હશે, ત્યારે એનો સંવેગનો ભાવ કેવો હશે ? વિચાર તો કરીએ.
જે ધરતીના આપણે સંતાનો છીએ, તે ધરતીનો ઇતિહાસ, તે ધરતીના ઐતિહાસિક પાત્રો ! કેવાં અદ્ભુત ચરિત્રો આ જીવનની અંદર છે ! સંવેગ જીવનમાં જાગે ! શાલીભદ્રને જ્યારે જીવનમાં સંવેગ જાગ્યો. અરે ! જેના જીવનમાં સમૃદ્ધિની છોળ ઉછળે અને શ્રેણિક રાજા પણ જેના દર્શન કરવા આવે કે મારા રાજ્યમાં આવો શ્રેષ્ઠિ કોણ છે કે મારી રાણી એક રત્ન કંબલ ખરીદી ન શકી, અને જેની માએ સોળ સોળ કંબલ ખરીદીને બત્રીસ વહુને ટુકડા કરીને પગ લૂછવા આપી દીધા. પગ લૂછીને એ કંબલ પાછા મેત્રાણીને આપી દીધા. રાજ દરબાર પણ જ્યાં પાછો પડી ગયો. એવા શાલીભદ્રના વૈભવના દર્શન કરવા શ્રેણિક રાજા આવે છે. આ ઐશ્વર્ય દેવોને પણ શરમાવે. કારણ કે એના પિતા દેવગતિમાં ગયા છે અને શીલભદ્રનું પુણ્યાતિપુણ્ય એટલું બધું ઉત્કૃષ્ટ છે – એ પુણ્ય એટલું બધું પરાકાષ્ઠાએ પહોંચ્યું છે કે રોજ સ્વર્ગમાંથી ૯૯ પેટી કુબેરના ભંડાર જેવી, વસ્ત્ર, આભુષણ, રત્ન, માણેકની મોકલાવે છે. આ કેદી. વાપરવી ? એક પેટી આવે તો ૯૯ પેઢી તરી જાય. અહીંયા તો રોજ એના પિતા એને ૯૯ પેટી મોકલે છે. શાસ્ત્રકારોએ એનું વર્ણન કર્યું છે. અને એ શાલીભદ્રને જ્યારે જીવનમાં સંવેગ જાગ્યો કે અરે ! મારા માથે રાજા ! ઉહાપોહ થયો. કૃપાળુદેવ લખે છે કે એને ઉહાપોહ થયો. મારા આ ચૈતન્યનો કોઈ અન્ય સ્વામી હોય ? મારો સ્વામી તો હું જ. અને હવે મારે મારા સ્વામીત્વને સ્થાપિત કરવું છે. શાલીભદ્રએ નક્કી કર્યું. વૈભવ છોડે છે. બત્રીસ રાણીઓ અને વૈભવને છોડીને આ શાલીભદ્ર ભગવાન મહાવીરના સમવસરણમાં જઈને સંયમની દીક્ષા લે છે. અને દીક્ષા લઈને - સંવેગ કેવો છે ! – કે ત્યાં ને ત્યાં અનશનના પચ્ચખાણ લે છે. અને વૈભાર ગીરીના પહાડ ઉપર જઈ અનશન કરીને ઊભા છે અને એક મહિનાના અનશન પછી દેહને ત્યાગી દે છે. સંવેગ શું ચીજ છે ! આ સંવેગ શબ્દ, ભારત સિવાય આ દુનિયાના લોકોને શું ખબર પડે ? અને આ સંવેગનો બીજો meaning કઈ Dictionary માં શોધવા જાવો ? આ અદ્ભુતતા છે ! આ આપણી, દેશની સંસ્કૃતિનું મહામૂલું ધન છે.
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર 124
=