________________
શમ, સંવેગ પછી “ભવે ખેદ.” આત્માર્થીનું આ ત્રીજું લક્ષણ ‘ભવે ખેદ.’ હવે સંસારમાં પરિભ્રમણ કરવું નથી. કૃપાળુદેવે એક મુમુક્ષુ સાથે વાતચીતમાં કહ્યું, “હવે અમારે નવી મા કરવી નથી.’ મૃગાપુત્રએ કહ્યું, “માડી ! મેં વીપ્રભુની વાણી સાંભળી છે. હવે સંસારમાં રહેવાની ઇચ્છા નથી. સંયમની આજ્ઞા આપો. માતા અને પુત્ર વચ્ચેનો આ અદ્ભુત સંવાદ મુનિઓએ ગાયો છે. પુત્રની વાત સામે માતાની કોઈ દલિલ ટકી શકતી નથી. માતૃપ્રેમ પણ પાછો પડે છે. કારણ કે એ પ્રેમ પણ આખરે તો લૌકિક છે. સંસારમાં ઊંચામાં ઊંચો પ્રેમ માતાનો પ્રેમ છે. નિઃસ્વાર્થ અને નિર્વ્યાજ પ્રેમ. પણ આને આત્માનો પ્રેમ લાગ્યો હતો. એટલે પુત્રની વાત એ પ્રભુત્ત્વવાળી સાબિત થઈ. માએ પણ કહ્યું કે, “બેટા ! જા, તું વીપ્રભુ પાસે સંયમ લે. પણ મારી એક માંગણી છે, તારી પાસે. તું સંયમ એવો પાળજે કે હવે કોઈ બીજી મા તારે ન થાય.” એટલે તદ્ભવ મુક્તિગામીના આશીર્વાદ મા આપે છે અને દીકરો માને અભયવચન આપે છે કે, ‘તું મારી છેલ્લી માં છે. આ હું તને વચન આપુ છું.’ આ નિર્વેદ, હવે એને ભવ કરવો નથી. દુનિયાની સર્વે વસ્તુ એના માટે ગૌણ છે. “આત્માથી સૌ હીન.” ભગવાને એવું પત્રમાં લખ્યું કે, “ફરી આત્મભાવે કરીને સંસારમાં જન્મવાની નિશળ પ્રતિજ્ઞા છે. હવે અમે અમારી ઇચ્છાથી સંસારમાં જન્મ લઈશું એવું બને એમ નથી. “ભવે ખેદ.” હવે ફરી જન્મવું નથી.
પ્રાણીદયા. જગતમાં જેટલા ચૈતન્ય દ્રવ્ય છે તે ગમે તે ગતિમાં હોય, પણ પ્રાણને ધારણ કરનાર તે પ્રાણી કહેવાય. આ ચૈતન્ય આત્માઓ જ્યાં સુધી મુક્ત થયા નથી ત્યાં સુધી આ દશ પ્રાણને ધારણ કરીને પરિભ્રમણ કરી રહ્યા છે. આવા પ્રાણને ધારણ કરનાર પ્રાણી કહેવાય અને જેને ચૈતન્યનો મહિમા છે એને આવા પ્રાણી માત્ર પ્રત્યે અનુકંપા અને દયાનો ભાવ હોવો જોઈએ. અને એટલે મહાવીરના સંદેશમાં પહેલી મૈત્રી. જગતના જીવો સાથે મૈત્રી. એના સુખ-દુઃખની સંવેદના. એના પ્રત્યે અનુકંપા-જગતના દુઃખી થતા જીવો પ્રત્યે કરણા જેને નથી એને ધર્મ કોઈ દિવસ આત્મસાત થાય નહીં.
ભાનું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન; અભયદાન સાથે સંતોષ, દયો પ્રાણીનો દળવા દોષ.”
સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય.’ સોળ વર્ષની ઉંમરે લખાયેલી મોક્ષમાળામાં ભગવાને ધર્મનું સ્વરૂપ બતાવ્યું છે. ધર્મનું સ્વરૂપ દયા છે. જગતમાં છ દ્રવ્ય છે એમાં એક જ જીવ દ્રવ્ય છે. બાકીની બધી રમત અજીવની છે. અજીવને કાંઈ લેવાદેવા નથી. પણ આ જીવ દ્રવ્ય પ્રત્યે જેને અનુકંપા નથી, સંસારના પરિભ્રમણથી, જન્મ-જરા-મરણ આદિના દુઃખોથી, પૂર્વે પોતે કરેલા અજ્ઞાનજનિત કર્મોના કારણે દુઃખી થતાં, પીડિત થતાં, આવા જીવો પ્રત્યે જેને અનુકંપા નથી. જીવોને આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી બચાવવા માટે એને સહાયતા કરવી, મદદરૂપ થવું, પરોપકાર કરવો. વ્યાસજીએ ઉપનિષદની રચના કરી, મહાભારત લખ્યું, અઢારપુરાણની રચના કરી. શિષ્ય પૂછ્યું, “ભગવાન અમે આ અઢારપુરાણ ક્યારે વાંચીએ ? તમારા સર્વ ધાર્મિક સાહિત્યનો સાર કહી શકો એમ છો ?” વ્યાસજીએ કહ્યું, “હા.” પરોપકારાય પુણ્યાય, પાપાય પરપિડનું.” ભાઈ ! પરોપકાર જેવું
FE શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર છે 125
=